Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > કલામંદિર જ્વેલર્સ કરચોરી મામલોઃ પોતાને ત્યાં IT દરોડો પડતા BJP નેતા શર્મા ધરણાં પર

કલામંદિર જ્વેલર્સ કરચોરી મામલોઃ પોતાને ત્યાં IT દરોડો પડતા BJP નેતા શર્મા ધરણાં પર

0
503
  • સુરતના ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્માનો કલામંદિર જ્વેલર્સ પર આક્ષેપ
  • નોટબંધી દરમિયાન કલામંદિર જવેલર્સ દ્વારા કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું : પીવીએસ શર્મા
  • પીવીએસ શર્માના ઘરે મોડી રાત્રે દરોડા પાડવામાં આવતા શર્મા ધરણાં પર

સુરત : શહેર ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્માને ત્યાં આવક વેરા વિભાગ (Income Tax) અને સુરત પોલીસે સાથે મળી દરોડા પાડ્યાં છે. પીપલોદ વિસ્તારમાં આવેલા તેમના ઘરે દરોડા (kalamandir jewellers pvs sarma) પાડ્યાં છે. જેનાં કારણે તેઓ ધરણાં પર બેસી ગયા છે. ઉલ્લેખનીય છે કે પીવીએસ શર્માએ મંગળવારે આક્ષેપ કર્યા હતાં કે, નોટબંધી દરમિયાન કલામંદિર જવેલર્સ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને તેમની પાસે તેના પુરાવા પણ છે. પીવીએસ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંમંત્રીને ટ્વિટ કરી ED અને CBI તપાસની માંગ કરી હતી. (kalamandir jewellers pvs sarma)

ભાજપનાં અગ્રણી નેતા અને સુરતનાં ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલા ટ્વિટને કારણે એક મોટા કૌભાંડ પરથી પડદો ઊંચકાયો છે. આ કૌભાંડમાં કેટલાંક ભ્રષ્ટાચારી આવકવેરા અધિકારીઓ, ચાર્ટડ એકાઉટન્ટ અને ઉદ્યોગકારોની મિલીભગત ખુલ્લી પડી ગઈ છે. ભાજપનાં નેતાનો આક્ષેપ છે કે, ‘નોટબંધી દરમિયાન એક જવેલર્સ દ્વારા 110 કરોડ રૂપિયા ત્રણ દિવસમાં બેંકમાં ડિપોઝીટ કરવામાં આવ્યાં હતાં. પરંતુ તેની સામે માત્ર 84 લાખનો જ ટેક્સ ભરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે તેના પુરાવા પણ છે આ સંદર્ભે તેમના ત્યાં આવક વેરા વિભાગે દરોડા પાડ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે.’ (kalamandir jewellers pvs sarma)

આ પણ વાંચો: અમદાવાદમાં ‘નલ સે જલ’ યોજના હેઠળ 13 હજારથી વધુ ગેરકાયદે જોડાણો કાયદેસર થયા

 

kalamandir jewellers pvs sarma

આવકવેરાની ટીમ દ્વારા ભાજપના નેતા પીવીએસ શર્માના ઘરે મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યાં હતાં. જે સવાર સુધી ચાલ્યા હતાં. હજુ પણ તેમના ઘરે એક કારમાં આવેલા અધિકારીઓ હાજર છે. આ સાથે જ પોલીસ પણ હાજર છે ત્યારે આવકવેરા અધિકારીઓ દ્વારા શર્માના ઘરેથી કેટલાંક ડોક્યુમેન્ટ અને તેમનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જેથી નારાજ શર્મા ધરણાં પર બેસી ગયા છે.

શર્માનું કહેવું છે કે, ‘મેં જે ખુલાસા કર્યા હતાં, તે સંદર્ભે જવાબ આપવા મને 27 તારીખે બોલાવવામાં આવ્યો હતો. હું આ મામલે વધુ ખુલાસા કરવાનો હતો, જેથી મારા ઘરે રાત્રે રેડ પાડવામાં આવી હતી. જે અયોગ્ય છે. મારી પાસે જે ડોક્યુમેન્ટ છે, જેમાં હજારો કરોડનો ભ્રષ્ટાચાર ઉજાગર થવાનો છે, જેની બીકે રેડ કરવામાં આવી છે. મારો મોબાઈલ મને પરત આપવામાં નથી આવી રહ્યો, એટલે હું ધરણાં પર બેઠો છું. હું લડતો રહીશ. કારણ કે વડાપ્રધાનના સપનાને આ લોકો તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. (kalamandir jewellers pvs sarma)

અમે કશું ખોટું નથી કર્યું : મિલન શાહ (kalamandir jewellers pvs sarma)

કલામદિર જ્વેલર્સનાં માલિક મિલન શાહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “30 વર્ષથી જવેલર્સ તરીકે ધંધો કરીએ છીએ. અમારી સૌથી વધુ વેચાણ ધરાવતી અને ટેક્સ ચૂકવતી કંપની છે. લોકડાઉનમાં પણ તમામ 400 કર્મચારીને અમે પગાર ચૂકવ્યો છે. ગુજરાતનું સૌથી વધુ વેચાણ કરનારી કંપની છે. છેલ્લાં 2 દિવસથી પૂર્વ ઇન્કમટેક્સ ઓફિસરે અધૂરી માહિતીએ મીડિયાને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. કલામંદિર સૌથી વધુ ટેક્સ ચૂકવે છે. ROCમાં તમામ ડિટેઇલ મળી જશે. શર્મા પોતે વિવાદિત અધિકારી રહી ચૂક્યાં છે. ગુપ્ત કાગળ ચોરી કરી ક્યાંથી લાવ્યા તે એક મોટો સવાલ છે. અમે છેલ્લાં 5 વર્ષમાં 35 કરોડનો ટેક્સ ભર્યો છે. તેમના ઘરના ફર્નિચરમાં મારા 4 ઘર આવી જાય એટલું મોંઘું છે. શર્માએ કોંગ્રેસ સાથે મળીને ગુપ્ત દસ્તાવેજ મેળવી લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. જે આંકડા આપ્યા છે તે ખોટાં છે. પ્રસિદ્ધિ મેળવવા આ કરાયું છે, ઓડિટ રિપોર્ટ 10 વર્ષનાં આંકડા મારી પાસે છે જેમાં સ્ટોકની માહિતી છે. અમારું 1300 કરોડનું ટર્ન ઓવર છે.” (kalamandir jewellers pvs sarma)

આ પણ વાંચો: આનંદનગરમાં IIPRE કંપનીના માલિક ડૉ. હેત દેસાઈની કંપનીની પૂર્વ CEO વિરૂદ્ધ ઠગાઇની ફરિયાદ