Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL 2020: SRH વિરુદ્ધ કાગિસો રબાડાનું જાદૂઈ પ્રદર્શન, ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો

IPL 2020: SRH વિરુદ્ધ કાગિસો રબાડાનું જાદૂઈ પ્રદર્શન, ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો

0
196
  • કાગિસો રબાડાના કાંડાની કરામત, એક જ ઓવરમાં બુમરાહ પાસેથી છીનવી પર્પલ કેપ

IPL 2020: UAEમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બીજી ક્વાલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) ફાસ્ટ બોલર કાગિસો રબાડાના (Kagiso Rabada) શાનદાર પ્રદર્શનની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદને (Sunrisers Hyderabad) 17 રને હરાવી દીધુ.

આ મેચમાં (SRH vs DC, IPL 2020) દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા 20 ઓવરમાં 3 વિકેટના નુક્સાને દિલ્હીની ટીમે (Delhi Capitals) 189 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની (Sunrisers Hyderabad) ટીમ ઝડપથી જીત તરફ આગળ વધી રહી હતી, પરંતુ રબાડાએ (Kagiso Rabada) એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને મેચ દિલ્હીના તરફ કરી દીધી. આ દરમિયાન રબાડાએ પોતાના નામે એક ખાસ રેકોર્ડ (Kagiso Rabada Record) પણ કરી લીધો છે.

રબાડાએ (Kagiso Rabada) આ મેચમાં (SRH vs DC, IPL 2020) પોતાની 4 ઓવરમાં 29 રન આપીને 4 બેટ્સેમેનોને પેવેલિયનમાં પરત મોકલ્યા હતા. આ દરમિયાન તેમણે આખરી ઓવરમાં મોહમ્મદ સમદ, રાશિદ ખાન અને શ્રીવત્સ ગોસ્વામીને આઉટ કર્યા. આ ઓવર મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. જેણે હૈદરાબાદના મોઢામાં આવેલ જીતનો કોળિયો છીનવીને દિલ્હીના હાથમાં આપી દીધો.

આ મેચમાં (SRH vs DC, IPL 2020) રબાડાએ સૌ પ્રથમ ફોર્મમાં ચાલી રહેલા હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરની વિકેટ ઝડપી હતી. રબાડાએ (Kagiso Rabada) આ IPLમાં અત્યાર સુધી 29 વિકેટ ઝડપી છે. આ સાથે જ રબાડાએ એક વખત ફરીથી જસપ્રીત બુમરાહને પાછળ છોડીને પર્પલ કેપ પ્રાપ્ત કરી લીધી છે. આ સિવાય રબાડા IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બીજો બોલર બની ગયો છે.

આ પણ વાંચો: ભારતમાં ચીની રોકાણ ધરાવતા ‘બિગ બાસ્કેટ’ના 2 કરોડ ગ્રાહકોનો ડેટા લીક

IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની વાત કરીએ તો, ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઑલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ વર્ષ 2013માં સૌથી વધુ 32 વિકેટો ઝડપી હતી. જો કે હજુ પણ રબાડા (Kagiso Rabada) પાસે બ્રાવોનો આ રેકોર્ડ તોડવાની તક છે, કારણ કે હજુ પણ દિલ્હીની ટીમને મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ફાઈનલ મેચ રમવાની બાકી છે.

રબાડા (Kagiso Rabada) જો ફાઈનલ મેચમાં પણ 4 વિકેટ ઝડપવામાં સફળ થઈ જાય છે, તો તેમના નામે એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ (Kagiso Rabada Record)નોંધાઈ જશે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર શ્રીલંકાના ઘાતક બોલર લસિથ મલિંગાનું નામ છે. જેમણે 2011ની IPLમાં 28 વિકેટ ઝડપી હતી. આ લિસ્ટમાં ચોથા અને પાંચમાં ક્રમે જેમ્સ ફૉકનર (28) અને બુમરાહ (27) નું નામ છે.