Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > કડી પોલીસ દારૂ પ્રકરણ: કેનાલમાંથી વધુ 309 બોટલો મળી આવી

કડી પોલીસ દારૂ પ્રકરણ: કેનાલમાંથી વધુ 309 બોટલો મળી આવી

0
313

મહેસાણા: કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉન વચ્ચે મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનના દારૂ પ્રકરણે જોર પકડ્યું છે. હજુ સુધી આ કેસના આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, ત્યાં આજે આંદુદરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાંથી દારૂની વધુ 309 બોટલો જપ્ત કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કડી પોલીસ સ્ટેશનના દારૂ પ્રકરણની ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસે આદુંદરા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં તપાસ કરતા આજે વધુ 309 જેટલી દારૂની બોટલો રિકવર કરી છે. આમ આ દારૂકાંડમાં અત્યાર સુધીમાં કુલ 3 ઠેકાણેથી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

જણાવી દઈએ કે, કડી પોલીસે પરપ્રાંતનો દારૂ પકડ્યા બાદ તેમાંથી દારૂનો ખૂબ મોટો જથ્થો સગેવગે કરી નાંખ્યો હતો અને તેમાંથી અમુક દારૂની બોટલો કડી પાસે આવેલી નર્મદા કેનાલમાં પધરાવી દેવાઈ હતી. આ બનાવમાં કડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ ઓ.એમ દેસાઈ, બે પીએસઆઈ સહિત 9 પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

અગાઉ પણ સ્ટેટ ડિઝાસ્ટર રેસક્યૂ ફોર્સ (SDRF)ની ટીમે કડી પાસેની નર્મદા કેનાલમાંથી 132 દારૂની બોટલો શોધી કાઢી હતી. જે આરોપી પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોતાનો ગુનો છૂપાવવા માટે કેનાલમાં નાંખી દીધી હતી.

મોદી સરકાર વિરૂદ્ધ કોંગ્રેસનું ‘સ્પીકઅપ ઈન્ડિયા’ અભિયાન, 50 લાખથી વધુ કાર્યકર્તાઓ ઓનલાઈન જોડાશે