Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મહેસાણા એસપીને કડી દારૂ પ્રકરણ નડ્યું, 3 IPSની બદલી

મહેસાણા એસપીને કડી દારૂ પ્રકરણ નડ્યું, 3 IPSની બદલી

0
1302

ગાંધીનગર (અનિલ પુષ્પાગંદન): મહેસાણા જિલ્લાના કડી દારૂ પ્રકરણ સામે આવ્યા બાદ રાજ્ય સરકારે આજે મંગળવારે મોડી સાંજે 3 IPS અધિકારીઓની બદલી કરી નાંખી હતી. મહેસાણા એસપી મનિષ સિંગને દાહોદ એસઆરપી ગ્રુપના કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે. મહેસાણા એસપીને કડી દારૂ પ્રકરણ નડ્યુ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

રાજ્યના ગૃહ વિભાગે આજે મંગળવારે મોડી સાંજે 3 આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમો કર્યાં હતા. જેમાં મહેસાણા એસપી મનિષ સિંગને દાહોદ એસઆરપી ગ્રુપના કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ પોરબંદરના એસપી ડૉ પાર્થરાજસિંહ ગોહિલને મહેસાણા એસપી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. રાજકોટ શહેરના ઝોન-1ના DCP ડૉ રવિમોહન સૈનીની પોરબંદર એસપી તરીકે બદલી કરવામાં આવી છે. રાજ્યના ગૃહવિભાગે જે 3 આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમો કર્યા છે, તેમાં મહેસાણા એસપી મનિષ સિંગની બદલી શિક્ષાત્મક કરવામાં આવી હોવાની આઈપીએસ અધિકારીઓમાં ચર્ચા ચાલી રહી છે.

મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાં 3 દિવસ પહેલા દારૂ પ્રકરણ ચગ્યું હતું. કડી પોલીસ સ્ટેશનના પીઆઈ અને બે PSI સહિત 9 પોલીસ કર્મચારી સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. મહેસાણા DSPએ આજે 6 PI-PSIની આંતરિક બદલીઓ પણ આજે કરી હતી અને રાત્રે તેમની જ બદલી થઈ ગઈ હતી.

(Image Caption: IPS અધિકારી મનિષ સિંગ, ડૉ પાર્થરાજસિંહ ગોહિલ અને ડૉ રવિમોહન સિંહ)

કડી દારૂ પ્રકરણમાં પીઆઈ અને બે PSI સહિત 9 પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ