Gujarat Exclusive > The Exclusive > અમેરિકાએ લીધો કાબુલ બ્લાસ્ટનો બદલો, ષડયંત્રકર્તા IS આતંકીને એર સ્ટ્રાઇકથી ઉતાર્યો મોતને ઘાટ

અમેરિકાએ લીધો કાબુલ બ્લાસ્ટનો બદલો, ષડયંત્રકર્તા IS આતંકીને એર સ્ટ્રાઇકથી ઉતાર્યો મોતને ઘાટ

0
76

અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનાએ મોટી કાર્યવાહી કરી છે. કાબુલ બ્લાસ્ટના જવાબમાં અમેરિકન સેનાએ IS આતંકીઓ વિરૂદ્ધ એરસ્ટ્રાઇક કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, માનવરહિત વિમાનથી નાંગરહારમાં ISIS-kના ઠેકાણા પર અમેરિકન સેનાએ એર સ્ટ્રાઇક કરી છે. દાવો છે કે અમેરિકન સેનાએ કાબુલ બ્લાસ્ટના ષડયંત્રકર્તાને ઠાર માર્યો છે.

એરસ્ટ્રાઇક પછી અમેરિકાએ કાબુલ એરપોર્ટ પરથી લોકોને હટવા માટે કહ્યું છે. અમેરિકાને આશંકા છે કે, કાબુલ એરપોર્ટ પર ફરીથી આતંકી હુમલો થઈ શકે છે. પેંટાગન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, નક્કી ટાર્ગેટને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ISIS-Kના ઠેકાણા પર ડ્રોન એટેક કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરૂવારે એરપોર્ટ બહાર થયેલા સિરિયલ બ્લાસ્ટ બોમ્બ ધમકાઓમાં 169 અફઘાન અને 13 અમેરિકન સેનિકોના મોત થઈ ગયા હતા. આતંકી સંગઠન ISIS-kએ આ આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી હતી. જોકે, 48 કલાકની અંદર જ અમેરિકાએ બદલો લઇ લીધો છે. જ્યારે તાલિબાને અમેરિકાની આ કાર્યવાહીથી દૂરી બનાવી લીધી છે.

કાબુલ બ્લાસ્ટ પછી અમેરિકાએ કહ્યું હતુ કે, આ હુમલા પાછળ રહેલા લોકોને માફ કરવામાં આવશે નહીં. રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતુ કે, અમેરિકા આનો બદલો લેશે. આની કિંમત ચૂકવવી પડશે. જોકે, અત્યારે પણ અમેરિકા પાસે કાબુલ એરપોર્ટ પર હુમલામાં તાલિબાન અને ઈસ્લામિક સ્ટેટ વચ્ચેના મિલી ભગતના કોઈ પુરાવા નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat