Gujarat Exclusive > ગુજરાત > સુરતમાં બનેલી 100મી K9 વજ્ર તોપ સૈન્યના કાફલામાં થઇ સામેલ

સુરતમાં બનેલી 100મી K9 વજ્ર તોપ સૈન્યના કાફલામાં થઇ સામેલ

0
47

સૈન્ય અધ્યક્ષ જનરલ નરવણેએ હોવિત્ઝરને હજીરામાં આપી લીલી ઝંડી

હજીરા(સુરત): ગુજરાતની ડાયમન્ડ સિટીમાં બનેલી તોપ સૈન્યમાં સામેલ થઇ ગઇ. આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ 100મી k9 vajra tankને લીલી ઝંડી બતાવી સૈન્યમાં સામેલ કરી હતી. લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ આ હોવિત્ઝર તોપ સુરતના હજીરામાં બની છે. લાર્સન એન્ડ ટૂબ્રોએ કોરિયન કંપનીના સહકારથી તૈયાર કરી છે. દેશની આ પ્રથમ ટેન્ક છે, જે ખાનગી ક્ષેત્રમાં નિર્માણ પામી છે.

ભારતના સૈન્ય અધ્યક્ષ જનરલ નરવણે, પીવીએસએમ એવીએસએમ, એસએમ, વીએસએમ, ડીસીએએ ગુરુવારે 100મી k9 vajra tank, 155MM/52 કેલિબરની સ્વસંચાલિત હોવિત્ઝર તોપ સુરત નજી હજીરાના એલ એન્ડ ટી આર્મ્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સમાં લીલી ઝંડી દેખાડી રવાના કરી હતી.

આ પણ વાંચોઃ ચીને પ્રથમ વખત સ્વીકાર્યું, ગલવાન અથડામણમાં તેના 4 સૈનિકોના થયા હતા મોત

સમય પહેલાં એલએન્ડટીએ કરી ડિલીવરી

100મી હોવિત્ઝરની ડિલીવરી એલ એન્ડ ટીએ સમય પહેલાં જ કરી દીધી. કંપનીએ મે 2017માં કરાર કર્યો હતો. એલએન્ડટીએ કે9 વજ્રના નિર્માણ માટે દક્ષિણ કોરિયન કંપની હનવા ડિફેન્સનો સહકાર લીધો.

ટેન્ક સ્વસંચાલિત છે

k9 vajra tank સ્વસંચ્લિત છે. તેને ટ્રક સાથે ટો કરીને લઇ જવી પડતી નથી. તો 30 સેકન્ડમાં 40 કિમી સુધીના દુશ્મનોને ટાર્ગેટ કરી શકે છે. તેની સાથે જ તુરત જ પોતાનું સ્થાન બદલી શકે છે. જેથી તે દુશ્મનોના નિશાન પર ન આવે.

50 ટનની તોપ શૂન્ય રેડિયન્સમાં ફરી શકે

50 ટનની આ હોવિત્ઝર શૂન્ય ડિફેન્સમાં ફરી શકે છે. એટલે કે તેને ફરવા માટે વધુ જગ્યા જોઇતી નથી. સૈન્યની જરુરિયાતોને ધ્યાનમાં રાખી આ ટેન્ક ડિઝાઇન કરાઇ છે. સાથે પર્યાવરણ નિયંત્રણ અને સલામતીનું પણ તેમાં ધ્યાન રાખવામાં આવ્યું છે.

K9 વજ્રના 80 ટકા પાર્ટસ ભારતમાં બન્યા

એલએન્ડટીની વેપન સિસ્ટમ નિષ્ણાતોની ટીમે દક્ષિણ કોરિયાની હાન્વા ઓટોમેશન કંપનીમાં ટ્રેનિંગ લીધી હતી. તેમણે પાંચ સંરક્ષણ ઉત્પાદન એકમોની ટીમોને તાલીમ આપી હતી. તેથી કે9 વજ્ર હોવિત્ઝર તોપના 50 ટકાથી વધુ પાર્ટ દેશમાં જ નિર્માણ થયા છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની અલગ અલગ કંપનીઓમાં તૈયાર થયા છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના 3 શહેરોમાં ફરીથી લાગી શકે છે લૉકડાઉન, CM ઠાકરેએ બોલાવી ઈમરજન્સી બેઠક

બોફોર્સના 35 વર્ષ પછી સૈન્યના કાફલામાં હોવિત્ઝર

બોફોર્સના 35 વર્ષ બાદ સૈન્યના કાફલામાં હોવિત્ઝર તોપ આપી છે.એલએન્ડટી ડિફેન્સે સંરક્ષણ મંત્રાલય પાસેથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગની પ્રક્રિયા દ્વારા કોઈ પણ ભારતીય ખાનગી કંપનીને પ્રાપ્ત થયેલા સૌથી મોટા કોન્ટ્રાક્ટ અંતર્ગત ‘કે9 વજ્ર’નું ઉત્પાદન કર્યું હતું.

આ પ્રોગ્રામ માટે એલએન્ડટી મુખ્ય બિડર હતી, જેની ટેકનોલોજી પાર્ટનર સાઉથ કોરિયાની સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી હાન્વ્હા ડિફેન્સ હતી, જે વિશ્વમાં ટોપ રેટિંગ ધરાવતી હોવિત્ઝર ‘કે9 થંડર’ની ઓઇએમ છે. ‘કે9 વજ્ર’ હોવિત્ઝર પ્રોગ્રામમાં 100 હોવિત્ઝરની ડિલિવરી સંકળાયેલી હતી, જેની સાથે સ્પેર્સ, સિસ્ટમ ડોક્યુમેન્ટેશન અને તાલીમને આવરી લેતું સંલગ્ન એન્જિનીયરિંગ સપોર્ટ પેકેજ (ઇએસપી) સંકળાયેલું હતું.

એમાં હોવિત્ઝર્સને ટેકો આપવા એની અસરકારક કામગીરીના સમયગાળામાં આર્મી બેઝ વર્કશોપને મેઇન્ટેનન્સ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી (એમટીઓટી) પણ સંકળાયેલી છે.

‘મેક-ઇન-ઇન્ડિયા’ મિશનના ભાગરૂપે કંપનીએ સુરત નજીક એલએન્ડટીના હઝિરા ઉત્પાદન સંકુલમાં ગ્રીન-ફિલ્ડ ઉત્પાદન કમ સંકલન અને પરીક્ષણ સુવિધા ‘આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સ’ (એએસસી)ની સ્થાપના કરી હતી. એએસસી જાન્યુઆરી, 2018માં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશને અર્પણ કર્યું હતું.

આ પ્રસંગે એલએન્ડટીના હોલ-ટાઇમ ડાયરેક્ટર અને સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (ડિફેન્સ એન્ડ સ્માર્ટ ટેકનોલોજીસ) શ્રી જે ડી પાટિલે કહ્યું હતું કે,

    • “અમે ભારતીય સેના માટે આ હાઈ-ટેક વેપન સિસ્ટમની ડિલિવરીઓ પૂર્ણ કરવાના પ્રસંગે 100k9 vajra tankને લીલી ઝંડી આપવા આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સ પર ચીફ ઓફ આર્મી સ્ટાફને આમંત્રણ આપ્યું હતું, જે અમારા માટે ગર્વની વાત છે. કે9 વજ્ર જેવા જટિલ પ્લેટફોર્મનું નિર્માણ ભારતીય અર્થતંત્રમાં પ્રદાન સમાન છે.”

જેનાથી રોજગારીની નવી તકોનું સર્જન થયું છે અને જેણે સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદન માટે ભારતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમ વધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. એલએન્ડટીનાં બહોળા અનુભવ, ટ્રેક-રેકોર્ડ, કુશળતાઓ, ક્ષમતાઓ અને માળખાગત સુવિધાઓ સાથે અમે ભારતની ભવિષ્યની ક્ષમતાઓ સ્વદેશી રીતે વિકસાવવા અને નિર્માણ કરવા સજ્જ છીએ.”

તેમણે ઉમેર્યું હતું કે, “100મી કે9 વજ્ર હોવિત્ઝરની ડિલિવરી સાથે અમે એના ક્લાસમાં ઓન્લી ઇન-સર્વિસ ઇક્વિપમેન્ટ, મોટો જમીન-આધારિત પ્રોગ્રામ નિર્ધારિત સમય અગાઉ પૂર્ણ કરીને ઉદ્યોગમાં માપદંડ સ્થાપિત કર્યો છે. અમને આશા છે અને અમારું માનવું છે કે, ભારત સરકારની આત્મનિર્ભર ભારતની નીતિઓ હેઠળ આ મહત્ત્વાકાંક્ષી કોન્ટ્રાક્ટનો અમલ કરવા આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સ સ્વરૂપે રાષ્ટ્રીય અસ્કયામતોનું સર્જન કર્યું હતું,

જે 1000થી વધારે એમએસએમઈ પાર્ટનર્સની પુરવઠાની સાંકળને સ્થાયી કામગીરી પ્રદાન કરશે.”

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર: શોપિયામાં લશ્કરના ત્રણ આતંકી ઠાર, SPO શહીદ k9 vajra tank

‘કે9 વજ્ર’ સિસ્ટમ્સ 80 ટકાથી વધારે સ્વદેશી વર્ક પેકેજીસ સાથે અને પ્રોગ્રામ સ્તરે 50 ટકાથી વધારે સ્વદેશીકરણ (મૂલ્યની રીતે) સાથે પ્રદાન કરવામાં આવી છે. એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોમાં પથરાયેલી પુરવઠાની સાંકળ દ્વારા સિસ્ટમદીઠ 13,000થી વધારે પ્રકારના ઘટકોનું સ્થાનિક સ્તરે ઉત્પાદન સંકળાયેલું છે.

એલએન્ડટીએ પ્રોગ્રામની શરૂઆતથી સ્વદેશીકરણની સફર શરૂ કરી છે, જે માટે કોરિયન ‘કે9 થંડર’માં 14 મહત્ત્વપૂર્ણ સિસ્ટમને સ્થાને વપરાશકર્તા મૂલ્યાંકન પરીક્ષણો માટે સ્થાપિત ટ્રાયલ ગન માટે સ્વદેશી રીતે વિકસાવેલી અને ઉત્પાદિત સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે.

જેના પગલે ભારતીય વર્ઝન કે9 વજ્રનો જન્મ થયો છે – જે ભારતીય સ્થિતિસંજોગો અને જરૂરિયાતો માટે બનાવવામાં આવેલું બીસ્પોક સોલ્યુશન છે. આ સ્વદેશી રીતે વિકસાવેલી અને નિર્માણ કરેલી સિસ્ટમમાં ફાયર કન્ટ્રોલ સિસ્ટમ, ડાયરેક્ટ ફાયર સિસ્ટમ, એમ્યુનિકેશન હેન્ડલિંગ અને ઓટોલોડિંગ સિસ્ટમ તથા અન્ય પર્યાવરણીય નિયંત્રણ અને સલામતીની વ્યવસ્થાઓ જેવા મહત્ત્વપૂર્ણ પાસાં સામેલ છે.

એલએન્ડટીએ વજ્ર વેરિઅન્ટ મુશ્કેલ અને વિસ્તૃત ફિલ્ડ પરીક્ષણો દરમિયાન ભારતીય સેનાની જરૂરિયાતો સંપૂર્ણપણે પૂરી કરે એવી ચોક્કસ ખાસિયતો સાથે વિકસાવ્યું છે.

એલએન્ડટીએ યુવાન એન્જિનીયરોની પ્રતિભાસંપન્ન ટીમને પ્રોત્સાહન આપીને મહત્તમ સ્વદેશી સામગ્રીઓનો ઉપયોગ કર્યો હતો તથા પોતાની ઇન-હાઉસ વેપન સિસ્ટમ નિષ્ણાતોની ટીમની મદદ તેમજ સાઉથ કોરિયામાં હાન્વ્હા સુવિધામાં તાલીમ સાથે તેમને ઉત્પાદનમાં ઓટોમેશન અને સંકલનમાં નિષ્ણાત બનાવી છે.

પછી આ ટીમે સપ્લાય ચેઇન  પાર્ટનર્સ તેમજ એલએન્ડટીના પાંચ સંરક્ષણ ઉત્પાદન એકમોની ટીમોને તાલીમ આપી હતી, જેણે હબ એન્ડ સ્પોક મોડલમાં આશરે 1000 સપ્લાય ચેઇન પાર્ટનર્સ માટે કેન્દ્રો તરીકે કામ કર્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat