Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > અયોધ્યા મામલામાં આવેલા નિર્ણય પાછળ મહત્વપૂર્ણ ભાગ ભજવનાર 92 વર્ષના વકીલ કે.પરાસરન

અયોધ્યા મામલામાં આવેલા નિર્ણય પાછળ મહત્વપૂર્ણ ભાગ ભજવનાર 92 વર્ષના વકીલ કે.પરાસરન

0
423

બાબરી-રામ જન્મભૂમિ વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટે મંદિરની 2.77 એકર જમીનને રામલલ્લા વિરાજમાન આપવાનો નિર્ણય સંભળાવ્યો છે. જ્યારે સુપ્રીમ કોર્ટે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં જ ઉચિત જગ્યા પર પાંચ એકર જમીન આપવાનું કહ્યું છે.

રામલલા વિરાજમાન તરફથી સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ કે. પરાસરને કેસ લડ્યો હતો. પરાસરનની ઉંમર હાલમાં 92 વર્ષ છે અને તેઓ પોતાની યુવા ટીમ સાથે સુપ્રીમ કોર્ટમાં ભગવાર રામની પેરવી કરી રહ્યાં હતા.

9 ઓક્ટોબર 1927માં તમિલનાડૂના શ્રીરંગમમાં જન્મેલ પરાસરન તમિલનાડૂના એડવોકેટ જનરલ રહ્યાં ઉપરાંત ભારતના એટોર્ની જનરલ પણ રહ્યાં છે. તે ઉપરાંત તેઓ વર્ષ 2012થી 2018 વચ્ચે રાજ્યસભાના સભ્ય પણ રહ્યાં છે.

પરાસરને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

હિન્દુ કાયદામાં છે નિષ્ણાત

પરાસરને કાનૂનમાં સ્નાતક સુધી અભ્યાસ કર્યો. આ દરમિયાન તેમને હિન્દુ કાનૂનના અભ્યાસ માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અભ્યાસ પછી તેમને 50ના દશકમાં વકાલત શરૂ કરી હતી.

તેઓ કોંગ્રેસ સરકારથી ખુબ જ નજીક રહ્યાં. તે ઉપરાંત વાજપેયી સરકાર દરમિયાન તેમને સંવિધાનના કામકાજની સમીક્ષા માટે બનેલ સંપાદકીય સમિતિમાં તેમને કામ કર્યું હતું.

પરાસરનને હિન્દુ ધર્મનો સારો એવો જ્ઞાન છે. અયોધ્યા મામલામાં રામલલા વિરાજમાનના વકીલ રહ્યાં ઉપરાંત તેઓ સબરીમાલા મંદિર મામલામાં ભગવાન અયપ્પાને પણ પેરવીકાર રહ્યાં છે. તેમના સગાસંબંધીઓ અનુસાર, અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ સુધી ચાલેલ પ્રતિદિવસની સુનાવણી દરમિયાન તેઓ હરરોજ અથાગ મહેનત કરતા હતા.

પ્રતિદિવસ સુનાવણી સવારે સાડા દસ વાગે શરૂ થતી અને સાંજે ચાર-પાંચ વાગ્યા વચ્ચે ખત્મ થતી હતી. પરાસરન સુનાવણીથી પહેલા કેસના દરેક પાસા પર ગંભીરતાથી કામ કરતા હતા. પરાસરનની ટીમમાં પીવી યોગેશ્વરન, અનિરૂદ્ધ શર્મા, શ્રીધર પોટ્ટારાજૂ, અદિતિ દાની, અશ્વિન કુમાર ડીએસ અને ભક્તિ વર્ધન સિંહ જેવા યુવા વકીલ છે.

પરાસરનની સુપ્રીમ કોર્ટમાં દલીલો

રામલલા વિરાજમાન તરફથી વકાલત કરતા પરાસરને કહ્યું હતુ કે, આ મામલામાં પુરાવાઓની માંગમાં ઢીલ આપવામાં આવવી જોઇએ કેમ કે હિન્દુ માને છે કે, તે સ્થાન પર ભગવાન રામની આત્મ વસે છે, તેથી શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા ભગવાન રામના જન્મ સ્થાનમાં વસે છે.

તેમના આ તર્ક પછી સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એસ.એ.બોબડેએ પરાસરનને પૂછ્યું કે, ઈશા મસીહા બેથલેહમમાં પેદા થયા હતા, શું આ પ્રશ્ન કોઇ કોર્ટમાં ઉભો થયો છે?

તે ઉપરાંત પરાસરને સુપ્રીમ કોર્ટ આગળ કેટલાક અન્ય તર્ક આપ્યા હતા જેમાં સૌથી મહત્વપૂર્ણ તર્ક તે હતો કે, તેમને રામ જન્મભૂમિને ન્યાયિક વ્યક્તિત્વ ગણાવી હતી. તે કારણે આના પર સંયુક્ત કબ્જો આપી શકાય નહીં કેમ કે, આ અવિભાજ્ય છે.

પરાસરને પોતાના તર્કોમાં જમીનને દેવત્વનો દરજ્જો આપ્યો હતો. તેમનું કહેવું હતુ કે, હિન્દુ ધર્મમાં મૂર્તિઓને ઉપરાંત, સૂરજ, નદી, વૃક્ષો વગેરેને દેવત્વનો દરજ્જો પ્રાપ્ત છે. તેથી જમીનને પણ દેવત્વનો દરજ્જો આપી શકાય છે.

સંજય રાઉતે કોંગ્રેસને લઇને આપ્યું મોટું નિવેદન, મહારાષ્ટ્રમાં સર્જાઇ શકે છે અપસેટ