Gujarat Exclusive > દેશ-વિદેશ > જસ્ટિસ લોયા કેસની ફરી નહી થાય તપાસ, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું- કોઇ પુરાવા નથી મળ્યા

જસ્ટિસ લોયા કેસની ફરી નહી થાય તપાસ, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું- કોઇ પુરાવા નથી મળ્યા

0
325

સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની સુનાવણી કરનારા સીબીઆઇ જજ બીએચ લોયાની શંકાસ્પદ મોતની તપાસ હવે નહી થાય. જસ્ટિસ બીએચ લોયા કેસની મહારાષ્ટ્ર સરકાર ફરી તપાસ નહી કરાવે. રાજ્ય સરકારના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે મને લોકોએ લોયા કેસની ફરી તપાસ કરાવવાની માંગ કરી હતી પરંતુ કોઇએ કોઇ પુરાવા આપ્યા નથી.

જસ્ટિસ લોયા કેસમાં કેટલાક લોકોએ ગૃહમંત્રી અનિલ દેશમુખનો સંપર્ક કર્યો હતો અને કેટલા દસ્તાવેજ આપવાનો દાવો કર્યો હતો. જોકે, હજુ સુધી કોઇએ કોઇ પુરાવા આપ્યા નથી. જસ્ટિસ લોયા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની સુનાવણી કરનારા જજ હતા. મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની ધરાવતી સરકારે 2018ની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતું કે તેમણે આ મામલે વિવેચનાત્મક તપાસ કરી હતી. જેના તપાસ રિપોર્ટ અનુસાર, જસ્ટિસ લોયાનું સ્વાભાવિત મોત થયુ હતું.

શું છે આખો કેસ?

મહત્વપૂર્ણ છે કે જસ્ટિસ લોયા સોહરાબુદ્દીન શેખ મામલાની સુનાવણી કરી રહ્યા હતા. 2005માં સોહરાબુદ્દીન શેખ અને તેના પત્ની કૌસરના મોતને નકલી એન્કાઉન્ટર ગણવામાં આવ્યુ હતું. સોહરાબુદ્દીન અથડામણના સાક્ષી તુલસીરામનું પણ મોત થયુ હતું. આ મામલે ગૃહમંત્રી અમિત શાહનું નામ પણ જોડાયુ હતું.

અમિત શાહ રજૂ ના થતા નારાજગી વ્યક્ત કરી હતી

આ મામલા સાથે જોડાયેલા ટ્રાયલને સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી હતી. આ મામલાની સુનાવણી પહેલા ઉત્પત કરી રહ્યા હતા પરંતુ આ મામલે અમિત શાહ સુનાવણીમાં રજૂ ના થતા નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ તેમની ટ્રાન્સફર થઇ ગઇ હતી. તે બાદ જસ્ટિસ લોયા પાસે આ કેસની સુનાવણી આવી હતી. ડિસેમ્બર 2014માં જસ્ટિસ લોયાનું નાગપુરમાં મોત થયુ હતુ, જેને શંકાસ્પદ માનવામાં આવ્યુ હતું. જસ્ટિસ લોયાના મોત બાદ જે જજે આ મામલાની સુનાવણી કરી તેમણે અમિત શાહને છોડી મુક્યા હતા.

કારવાં મેગેઝિનનો દાવો- મોત સામાન્ય નથી

કારવાં મેગેઝિને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે જસ્ટિસ લોયાનું મોત સામાન્ય નહી પણ શંકાસ્પદ હતું. જે બાદ આ કેસ ફરી ચર્ચામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશે દીપક મિશ્રા વિરૂદ્ધ બાગી થઇને પત્રકાર પરિષદ કરી હતી. આ દરમિયાન આ ન્યાયમૂર્તિઓએ ખુલીને જજ લોયા કેસની સુનાવણીને લઇને આપત્તિ પણ વ્યક્ત કરી હતી.

કારવાં મેગેઝિન સાથે વાતચીતમાં જજ લોયાની બહેન અનુરાધા બિયાનીએ કહ્યું હતું કે તેના ભાઇ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલે ઇચ્છીત નિર્ણય આપવા માટે બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ મોહિત શાહ દ્વારા 100 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જજ લોયાનું મોત 1 ડિસેમ્બર 2014માં નાગપુરમાં થયુ હતું, જેનું કારણ હાર્ટ એટેક ગણાવવામાં આવ્યુ હતું. તે નાગપુરમાં પોતાના સહયોગી જજ સ્વપ્ના જોશીની દીકરીના લગ્નમાં ગયા હતા.

‘શાહીનબાગ’ બન્યું ‘મિની પાકિસ્તાન’..! BJP ઉમેદવાર કપિલ મિશ્રાને ચૂંટણી પંચે ફટકારી નોટિસ