Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મોડાસા: સાયરાની યુવતીના મોતનો મામલો, પીડિતાના ગુનેગારોએ કર્યુ સરેન્ડર

મોડાસા: સાયરાની યુવતીના મોતનો મામલો, પીડિતાના ગુનેગારોએ કર્યુ સરેન્ડર

0
2950

મોડાસાના સાયરાની યુવતીનું અપહરણ, ગેંગરેપ અને હત્યાના ત્રણ આરોપીઓએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યુ હતું. પોલીસ અને એસસી-એસટી સેલે સાથે મળીને આરોપીની ધરપકડ કરી હતી. પીડિતાના ગુનેગારો મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશને હાજર થયા હતા.

મોડાસાના સાયરા ગામની યુવતીના મોત મામલે ત્રણ આરોપી બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કર્યુ હતું જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે. પોલીસે આ ત્રણેય આરોપીઓની આકરી પૂછપરછ કરી આગળનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

મોડાસાના સાયરા(અમરાપુર)ની 31મીએ ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી હતી. જે બાદ યુવતીના પરિવારજનોએ દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવાની માંગ કર્યા બાદ જ લાશનો સ્વીકાર કરવાનું જણાવ્યુ હતું. પોલીસે ફરિયાદ ના નોંધતા વાતાવરણ તંગ બન્યુ હતું અને મોડાસામાં લોકોએ ચક્કાજામ કર્યુ હતું. 7 જાન્યુઆરીએ પોલીસે સમાજનો આક્રોશ જોઇ ચાર લોકો વિરૂદ્ધ, અપહરણ-દુષ્કર્મ અને હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનોં નોધ્યો હતો અને જેની તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી ગઢવીને સોપી હતી. તેમજ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. 8 જાન્યુઆરીએ પીએમ કરાવ્યા બાદ યુવતીના માતા-પિતાની તબિયત લથડતા મૃતદેહ સ્વીકારીને પરિવાર પરત ગયો હતો. 9 જાન્યુઆરીએ સમાજના રીતિ રિવાજ મુજબ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.

‘કાજલ’ને ન્યાય અપાવવા સાંસદ વિનોદ ચાવડા મેદાનમાં, CM રૂપાણીને પત્ર લખી કડક કાર્યવાહીની કરી માંગ