Gujarat Exclusive > દેશ-વિદેશ > માત્ર કરી આટલી ભૂલ અને કિંમ જોંગને આવ્યો ગુસ્સો: 10 લોકોને મળ્યું મોત

માત્ર કરી આટલી ભૂલ અને કિંમ જોંગને આવ્યો ગુસ્સો: 10 લોકોને મળ્યું મોત

0
116

હાલમાં નોર્થ કોરિયામાં ભૂખમરા જેવી સ્થિતિ છે પણ તાનાશાહ કિમ જોંગ સામે કોઈ શબ્દ પણ ઉચ્ચારી શકે તેમ નથી.

દુનિયાના સૌથી સનકી શાસક ગણાતા કિમ જોંગનુ મગજ ક્યારે પિત્તો ગુમાવશે તે કોઈ કહી શકતુ નથી. હવે એવા અહેવાલો આવ્યા છે કે, મોબાઈલ વાપરવા બદલ કિમ જોંગે 10 નાગરિકોને મોતની સજા આપી છે. આ નાગરિકોએ ચીનના મોબાઈલ નેટવર્ક થકી બહારની દુનિયા સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી.

નોર્થ કોરિયામાં ચીનના મોબાઈલ નેટવર્કના ઉપયોગ પર પણ પ્રતિબંધ છે અને આ પ્રતિબંધનો ભંગ કરવા બદલ આ દસ નાગરિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. એવુ મનાય છે કે, નોર્થ કોરિયાની સત્તાધારી પાર્ટીએ 150 લોકોને પકડયા હતા. માર્ચ મહિનાથી નોર્થ કોરિયાની સિક્રેટ પોલીસ તેમના પર નજર રાખી રહી હતી. એ પછી દેશભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા હોવાનુ જાપાનના એક અખબારનુ કહેવુ છે.

નોર્થ કોરિયામાં ભૂખમરાની સ્થિતિના કારણે પ્રતિદિવસ વસ્તુઓના ભાવ આસમાનને અડી રહ્યાં છે. આમ છતા નોર્થ કોરિયાના લોકો બહારથી મદદ માંગી શકે તેમ નથી. ચીનની બોર્ડર સાથે જોડાયેલા નોર્થ કોરિયાના રયાનગેંગ પ્રાંતમાં સીમા પારથી સામાન લાવનારા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે.

નોર્થ કોરિયાના સંખ્યાબંધ લોકોના સગા સાઉથ કોરિયામાં રહે છે. તેમની સાથે સંપર્કમાં રહેલા નોર્થ કોરિયાના લોકો દાણચોરીના ફોન અને સિમ કાર્ડ પર આધાર રાખે છે. તેના થકી તેઓ દેશ બહારથી મદદ મંગાવે છે. 2008 પહેલા તો નોર્થ કોરિયામાં મોબાઈલ રાખવા પર પણ પ્રતિબંધ હતો. આ પ્રતિબંધ હળવો કરાયો છે પણ નેટવર્ક પર હજી પણ જાત જાતના પ્રતિબંધો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat