Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > પોલેન્ડને 8-2થી હરાવીને ભારત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું

પોલેન્ડને 8-2થી હરાવીને ભારત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું

0
2

ભારતીય ટીમે ઓડિશામાં ચાલી રહેલા જુનિયર હોકી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પૂલ બીની તેમની ત્રીજી મેચમાં ભારતે પોલેન્ડને 8-2ના વિશાળ અંતરથી હરાવ્યું. ભારતીય હોકીના યુવા સ્ટાર્સ સંજય, હુંડલ અરિજીત સિંહ અને સુદીપ ચિરમાકોએ 2-2 ગોલ કર્યા હતા.

ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં ફ્રાન્સ સામે હાર્યા બાદ, ભારતને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે બાકીની બંને મેચ જીતવી જરૂરી હતી. ભારતે ગ્રુપની બીજી મેચમાં કેનેડાને 13-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જવાની આશા જીવંત રાખી હતી. પોલેન્ડ સામેની મેચ તેના માટે કરો યા મરો જેવી હતી.

ત્રણ ભારતીય ખેલાડીઓએ બેવડા ગોલ ફટકાર્યા હતા

પોલેન્ડ પર શરૂઆતથી જ ભારતનું પલડું ભારે હતું. ભારતીય ટીમને મેચની ચોથી મિનિટે લીડ મળી હતી. પૂલની પ્રથમ બે મેચમાં ભારત માટે હેટ્રિક નોંધાવનાર સંજયે આ મેચમાં 2 ગોલ કર્યા હતા. તેણે ભારત માટે પ્રથમ ગોલ કર્યો હતો. કેનેડા સામે હેટ્રિક મારનાર હુંડલે પણ આ મેચમાં 2 ગોલ કર્યા હતા. આ સિવાય સુદીપ ચિરમાકોએ પણ 2 ગોલ કર્યા હતા. ભારત તરફથી ઉત્તમ સિંહ અને શારદાનંદ તિવારીએ પણ 1-1 ગોલ કર્યો હતો.

ભારતની આગામી મેચ બેલ્જિયમ સામે

જુનિયર હોકી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો મુકાબલો બેલ્જિયમ સામે થશે. આ મેચ 1 ડિસેમ્બરે રમાશે. ગયા જુનિયર હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમ રનર અપ હતું. ફાઈનલ મેચમાં ભારતીય ટીમે તેને હરાવ્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat