Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING : જૂનાગઢને વર્લ્ડ ક્લાસ રોપવેની સુવિધા, આ ત્રણેય યોજનાથી ગુજરાતને ચાર ચાંદ લાગશે : CM રૂપાણી

BREAKING : જૂનાગઢને વર્લ્ડ ક્લાસ રોપવેની સુવિધા, આ ત્રણેય યોજનાથી ગુજરાતને ચાર ચાંદ લાગશે : CM રૂપાણી

0
44

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ત્રણ મોટી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ ત્રણ મહત્વાકાંક્ષી યોજનાઓનું ઇ લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, “ગુજરાત તમામ દિશાઓમાં આગળ વધી રહ્યું છે. આ ત્રણેય યોજનાથી ગુજરાતને ચાર ચાંદ લાગશે.” junagadh news

વધુમાં તેમણે જણાવ્યું વિદેશમાં પણ જે રોપવેનો આપણે અનુભવ કરીએ છીએ તેવો આ રોપવેનો અનુભવ મને થયો. આજે 22 વર્ષ પછી મે ગિરનારમાં માતાજીના રોપવે દ્વારા દર્શન કરવાનો મને અનેરો લ્હાવો મળ્યો. જૂનાગઢને વર્લ્ડ ક્લાસ રોપવેની સુવિધા મળી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ હાર ભાળી ગઇ છે. કોંગ્રેસે ફક્ત વિવાદ જ ઊભો કર્યો છે. કોલરટ્યુનમાં કોરોના અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી છે.” Junagarh news

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજ્યને ત્રણ મોટી ભેટ આપવામાં આવી છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયાં. આજે એશિયાના સૌથી મોટા રોપ-વેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો. ગિરનારમાં રોપ વે, યુ.એન.મહેતામાં હાર્ટ હોસ્પિટલ અને ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે સર્વોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. junagadh news

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના 3 પ્રોજેક્ટનું ઇ લોકાર્પણ કર્યું છે. જેમાં  એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે (Girnar ropeway) ને ગુજરાતની જનતા તથા દેશવિદેશના સહેલાણીઓ માટે ખુલ્લો મૂકાયો છે. સાથે અમદાવાદની યુ.એન મહેતા હાર્ટ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું. 470 કરોડના ખર્ચે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલને 850 પથારી સાથે વધુ સજ્જ બનાવાઇ છે. જ્યાં બાળકોના હૃદયરોગની અદ્યતન સારવાર માટેની નવી હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન મોદીએ કર્યું છે. આ ઉપરાંત ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘કિસાન સૂર્યોદય યોજના’ નું પણ લોન્ચિંગ કર્યું છે. જેનાં પ્રથમ ચરણમાં 1570 ગામોના ખેડૂતોને લાભ મળશે. આજથી જ આ યોજના અંતર્ગત પાવર સપ્લાય શરૂ કરાયું છે. junagadh news