Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > VIDEO: જૂનાગઢની જાણીતી હોટલમાં સિંહ લટાર, લોકોમાં ફફડાટ

VIDEO: જૂનાગઢની જાણીતી હોટલમાં સિંહ લટાર, લોકોમાં ફફડાટ

0
255
  • 40 સેકન્ડ સુધી સિંહે હોટલ કોરિડોરમાં લટાર મારી Lion Caught In CCTV

જૂનાગઢ: શિકારની શોધમાં સિંહ ગુજરાતના ગામોમાં ઘૂસી આવે છે. સિંહોનું ટોળું અવારનવાર રાત્રિના સમયે માનવ વસ્તી તરફ પ્રયાણ કરે છે, પછી તેમને જ પશુ મળે, તેને આરોગીને સવાર સુધીમાં ફરીથી જંગલમાં પરત ફરે છે. એમાંય જૂનાગઢ અને સાસણ આસપાસના રહેણાંક વિસ્તારોમાં સિંહોના આટાફેરા વધી ગયા છે. છેલ્લા ઘણાં સમયથી જૂનાગઢ શહેરમાં સિંહો અનેક વખત દેખાઈ ચૂક્યાં છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક હોટલના કમ્પાઉન્ડમાં સિંહ જોવા મળ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ રેલવે સ્ટેશનની નજીક આવેલી સરોવર હોટલનો ગેટ કૂદીને એક સિંહ જતો જોવા મળી રહ્યો છે. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી. જો કે સિંહ વહેલી સવારે હોટલના કોરિડોરમાં જોવા મળ્યો, તે સમયે લોકોની અવરજવર નહતી.

આ પણ વાંચો:  અલ્પેશ કથીરિયાની અપીલ નાકામ, PAASના સમર્થનમાં કોંગ્રેસના એક જ પાટીદારે ફોર્મ ખેંચ્યું Lion Caught In CCTV

CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, 40 સેકન્ડ સુધી હોટલના કોરિડોરની વિઝીટ કરી આગળ જવાનો રસ્તો ના મળતા સિંહ ગેટ કૂદી જઈ રહ્યો છે. આમ જંગલનો રાજા શહેરના રહેણાંક વિસ્તાર બાદ હોટલમાં લટાર મારતો જોવા મળતા વન વિભાગ માથું ખંજવાળી રહ્યું છે. Lion Caught In CCTV

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat