Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જુહાપુરાના ભૂમાફિયા Nazir Voraએ તાણી દીધેલી 44 દુકાનો પર AMCએ ફેરવ્યું બુલડોઝર

જુહાપુરાના ભૂમાફિયા Nazir Voraએ તાણી દીધેલી 44 દુકાનો પર AMCએ ફેરવ્યું બુલડોઝર

0
361
  • સોનલ સિનેમા ક્રોસ રોડ પર રિઝર્વેશન પ્લોટમાં 4400 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરાઇ
  • રોજી-રોટીના ભરોસે ધંધો શરુ કરનારાઓના માથે આભ તૂટી પડ્યું

અમદાવાદઃ અમદાવાદમાં જુહાપુરાના માથાભારે ભૂમાફિયા નઝીર વોરા (Nazir Vora)એ રિઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર તાણી દીધેલી 44  પાકી દુકાનો પર મંગળવારે AMCએ બુલડોઝર ફેરવી દીધું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીથી બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. સાથે નઝીર વોરના સામ્રાજ્ય પર હવે તંત્રે લાલ આંખ કરી છે.

નઝીર વોરા (Nazir Vora)ના ગેરકાયદે ગતિવિધિઓ સામે તંત્રે કડક હાથે કામ લેવાનું શરુ કર્યું છે. થોડા સમય પહેલાં તેણે કરેલી વીજ ચોરી પકડી દંડ ફટકારાયો હતો. હવે મંગળવારે સવારથી જ પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમે મક્તમપુરા જુહાપુરા ખાતેના રિઝર્વેશન પ્લોટમાં પહોંચી ગઇ હતી. ડિમોલિશન ટીમના 1 JCB મશીન, 2 દબાણ ગાડી, 2 ડમ્પર અને 20 મજૂરના કાફલાએ બાંધકામ તોડવાની કાર્યવાહી શરુ કરી દીધી હતી.

Nazir vora

ભારે પોલીસ બંદોબસ્ત સાથે AMCની ટીમનું ઓપરેશન Nazir Vora

ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દક્ષિણ પશ્ચિમ ઝોનના મક્તમપુરામાં આવેલ સોનલ ચાર રસ્તા પાસે વિશાલા સરખેજ હાઇવે પરની ટી.પી. સ્ક્રીમ નં. 93/એ ( મક્તમપુરા )માં સમાવિષ્ટ રે. સર્વે નં 14પૈકી 15માંથી મંજુર થયેલા ડ્રાફ્ટ સ્ક્રીમ મુજબ ટી.પી. સ્ક્રીમના ફાયનલ પ્લોટ નં. 32માં ભળતી જગ્યામાં તથા જાહેર રસ્તામાં પરવાગી વિના નઝીર વોરા (Nazir Vora)એ 44 દુકાનો ધરાવતું કોમર્શીયલ કોમ્પ્લેક્ષ ઊભુ કરી દીધુ હતુ અને કમાણી શરુ કરી દીધી હતી.

RCCનું પાકુ બાંધકામ Nazir Vora

કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસરે જણાવ્યું હતુ કે આ રિઝર્વેશન પ્લોટમાં ઊભા કરાયેલા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર પર 9 દુકાનો તથા ફર્સ્ટ ફલોર પર 9 દુકાનો મળીને કુલ 18 દુકાનોનું પાકું આર.સી.વાળું બાંધકામ કરી 1800 ચો. ફૂટ તથા બીજી ગ્રાઉન્ડ ફલોરની 23 દુકાનો દૂર કરીને 2100 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આમ રિઝર્વેશન પ્લોટમાં કુલ 3900 ચો. ફૂટ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. તથા 18.00 મીટર તથા 7.50 મીટર ટી.પી. રસ્તામાં આવતી 3 દુકાનો દૂર કરીને 500 ચો. ફૂટ ટી.પી. રસ્તાની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

Nazir vora

Nazir vora

2 લાખની ડિપોઝિટ અને 20 હાજર ભાડુ!

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભૂમાફિયા નઝીર વોરાએ ગેરકાયદે દુકાનો ઊભી કરી હેવી ડિપોઝિટ પર લોકોને આપી હતી. પ્રાપ્ત વિગત મુજબ 2 લાખ રુપિયાની ડિપોઝિટ અને માસિક 18000થી 20 હજાર રુપિયા જેટલું ભાડુ વસુલવામાં આવતુ હતું.

રોજી-રોટીના ભરોસે ધંધો શરુ કરનારાનું શું?

હેવી ડિપોઝિટ અને જાયન્ટ ભાડા સાથે અહીં ધંધો શરુ કરનારા લોકો મુશ્કેલમાં મુકાયા છે. સવાલ એ છે કે જેમણે બબ્બે લાખની ડિપોઝિટ આપી હતી. તે દુકાનદારોને નઝીર વોરા (Nazir Vora) તરફથી ડિપોઝિટની રકમ પાછી મળશે કે કેમय़ જો નહીં મળે તો દુકાનદારોએ નહાઇ લેવાનો વારો આવ્યો છે. આમા ભૂમાફિયાને તો કોઇ આર્થિક નુકસાન થવાનું લાગતું નથી. કારણ કે તેણે પહેલેથી જ રકમ ઊભી કરી લીધી હતી. એવી ચર્ચા છે.

Nazir vora

Nazir vora

છેલ્લા કેટલાક સમયથી AMCની દબાણ હટાવ ઝૂંબેશ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે છેલ્લાં કેટલાંક દિવસોથી ગેરકાયદે દબાણો તોડવાની ઝુંબેશ હાથ ધરી છે. જેના ભાગરૂપે જ થોડાં સમય અગાઉ સેટેલાઇટ સત્યાગ્રહ છાવણીની કોટની દિવાલ તોડી નાંખીને રસ્તો પહોળો કરાયો હતો. ત્યારબાદ મક્તમપુરા, જુહાપુરા, શાહપુર અને સરસપુર વિસ્તારમાં ગેરકાયદે દબાણો તોડી નાંખ્યા હતા.

અમદાવાદમાં ઠેરઠેર ગેરકાયદે દબાણનો રાફડો

અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટયો છે. તેમાંય વળી સરકારી જમીનો પરના દબાણો પણ વધતા ગયા છે. ઊંઘમાંથી સફાળી જાગી ઉઠેલી કોર્પોરેશને છેલ્લાં કેટલાંક સમયથી ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે. આ કોમ્પ્લેક્ષ બિલ્ડર એવા માથાભારે શખ્સ નઝીર વોરાએ તાણી દીધું હોવાનું સ્થાનિક વર્તુળોએ જણાવ્યું છે.