જુહાપુરમાં દિવસે દિવસે મારામારીના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એકવાર બાબા અને કે.કે. નામના લોકોએ અગાઉનો મારામારીનો કેસ પાછો ખેંચવા માટે ધમકી આપી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જુહાપુરમાં દાદાગીરીના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. થોડાક દિવસો પહેલા જ અમિન મારવાડીએ પોલીસ પર ગાડી ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યાર બાજ તેના ફાર્મહાઉસમાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી લોકોમાં દહેશત ફેલાવી હતી. તો બીજી બાજુ કાલુગરદનના માણસોએ ધાબા પર હાથમાં ઘાતક હથિયારો સાથે ડીજેના તાલ પર ડાન્સ કરતો વીડિયો વાયરલ કર્યો હતો.
ત્યારે બાબા અને કે.કે. નામના ઈસમોએ જાહેર માર્ગ પર આતક મચાવ્યો હતો. આ બન્ને આરોપીઓએ જાહેરમાં લારીવાળા સામે દાદાગીરી તેની લારીમાં તોડફોટ કરી હતી અને તેનો તમામ સામાન પણ રોડ પર ફેંકી દીધો હતો. જેથી પોલીસે તેઓની ધરપકડ કરી હતી. જો,કે જામીન પર આ લોકો બહાર આવતાની સાથે જ ફરિયાદી કરી હતી તે લારીવાળાને ફોન કરી ફરિયાદ પાછી ખેંચવા માટેની ધાક ધમકીઓ આપી હતી. જેથી વેજલપુર પોલીસે ફરી આ બે આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની સામે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા શહેરના જુહાપુરા વિસ્તારમાં ત્રણ ઈસમોએ નજીવી બાબતે રિક્ષા ચાલકને ઢોર માર મારતા તેના પગમાં ફેકચર થઈ ગયું છે. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવને લઈ વેજલપુર પોલીસે 3 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.