Gujarat Exclusive > દેશ-વિદેશ > જજ અને સરકારના ટોપ અધિકારી પણ સોશિયલ મીડિયા પર માંગી રહ્યાં છે મદદ

જજ અને સરકારના ટોપ અધિકારી પણ સોશિયલ મીડિયા પર માંગી રહ્યાં છે મદદ

0
50

કોવિડ-19ની બીજી લહેર દરમિયાન રાજધાની દિલ્હીના અનેક પાવરફુલ લોકો પોતાને અસહાય અનુભવિ રહ્યાં છે. એવું રહ્યું નથી કે, સાહેબે એક ફોન કર્યો અને હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા થઈ ગઈ. ખુબ જ મહેનત કરવી પડે છે ત્યારે પોતાના પરિજનો માટે ખુબ જ મુશ્કેલીથી ઓક્સિજન જેવી સુવિધાનો જૂગાડ થઈ શકે છે. આમા સામાન્ય વ્યક્તિથી લઈને બંધારી પદ પર બેસેલા લોકો જેવા કે સુપ્રીમ કોર્ટના જજ અને કેન્દ્રીય મંત્રાલયો સાથે સંબંધ ધરાવતા અમલદારશાહો પણ સામેલ છે.

તેમાંથી મોટાભાગના લોકોએ પોતાના માટે દવા, બેડ અને ઓક્સિજનનો જૂગાડ તો કરી લીધો પરંતુ તે માટે તેમને પોતાના બધા જ ઘોડા દોડાવી દેવા પડ્યા હતા. સિસ્ટમના અનેક નટ-બોલ્ટ ખોલવા અને કસવા પડ્યા. બંધારણીય પદ પર બેસેલા એક વ્યક્તિને પોતાના પરિવારના સભ્ય માટે હોસ્પિટલમાં એક બેડ જોઈતો હતો. તેમને પોતાની તરફથી બધી જ કોશિશ કરી અને અંતત: રાજકીય નેતૃત્વ પાસે મદદ માંગવી પડી. ત્યારે જઈને તેમને બેડ મળી શક્યો. પરંતુ તે હોસ્પિટલમાં નહીં જ્યાં તેઓ ઈચ્છતા હતા.

તેવી જ રીતે એક જજ-સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને પોતાના સંબંધો માટે બેડની વ્યવસ્થા કરવા માટે ખુબ જ મુશ્કેલી વેડવી પડી. સુપ્રીમ કોર્ટના જ એક રિટાયર્ડ જજની પત્નીને ટોસિલજુમેલ દવા જોઈતી હતી. તે માટે જજ સાહેબે પોતાના યુવા વકીલોએ નેટવર્કને લગાવવું પડ્યું હતું. ત્યારે જઈને તેમની પત્નીને દવા મળી શકી હતી.

તેવી જ રીતે એક મોટા બ્યૂરોક્રેટે પણ એક વ્યક્તિને ડીઆરડીઓની વલ્લભ ભાઈ પટેલ હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે અનેક ફોન કરવા પડ્યા. આ અધિકારી સેવારત છે અને ગૃહ મંત્રાલયમાં પણ રહી ચૂક્યા છે. પાછલા દિવસોમાં વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદમાં કામ કરનાર અર્થશાસ્ત્રીને જ્યારે રેમડિસિવર ઈન્જેક્શનની જરૂરત પડી તો તેમને ટ્વિટર પર પોતાના નેટવર્કને અપીલ કરવી પડી. ત્યારે જઈને તેમને દવા મળી શકી.

રાજ્યસભાના સભ્ય રહી ચૂકેલા તરૂણ વિજય સરીખ દ્વારા પાછલા દિવસોમાં અનેક કોશિશો કર્યા છતાં પોતાના પિતરાઇ ભાઇ માટે કંઈ જ કરી શક્યા નહીં. તેમનું 23 એપ્રિલનું ટ્વિટ છે- મારા 93 વર્ષના ભાઈ માટે ના તો પ્લાઝ્મા છે ના ઓક્સિજન… કહી રહ્યાં છે ઘરે લઈ જાઓ. અંતે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યાં છીએ. તેઓ શું કરે જેમના પ્રભાવશાળી ક્નેક્શન નથી. જે સામાન્ય વ્યક્તિ છે. તરૂણ વિજયના ભાઈએ બે દિવસ દમ તોડી દીધો.

એક કેન્દ્રીય મંત્રાલય સાથે સંબંધ ધરાવતા એક બ્યૂરોક્રેટનો દર્દતો ખુબ જ મોટું છે. તે પરિવારના કેટલાક સભ્યો સાથે પોતે પણ કોવિડ પોઝિટિવ છે. તેઓ તેવી ચિંતામાં છે કે, જો કોઈને અચાનક કોઈ ઈમરજન્સી સુવિધાની જરૂરત પડી ગઈ તો તેઓ ક્યાં જશે. ખબર નથી કે, કઈ હોસ્પિટલ મારો ફોન ઉઠાવશે. તેમની ચિંતા યોગ્ય છે. એક મોટી હોસ્પિટલના કર્તા-હર્તા કહે છે કે, ફોનને બંધ રાખવો જ ઠિક છે. નહીં તો હું મારી નૈતિક જવાબદારીને વ્યવસ્થિત રીતે નિભાવી શકીશ નહીં.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat