મોટા-મોટા દેશ જે સમયે કોરોના વાઈરસ સામે ઝૂકી ગયા, તે સમયે ભારતની સ્થિતિ કાબૂમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ્ય સમયે લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો, જેના કારણે ભારતની સ્થિતિ અન્ય દેશોની સરખામણીમાં સ્થિતિ સારી છે. આ કહેવું છે, ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનું. આજે મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂરૂ થઈ રહ્યું છે, ત્યારે આ અવસરે જેપી નડ્ડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી.
નડ્ડાએ જણાવ્યું કે, અન્ય દેશોની સરખામણીએ ભારતે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોરોના વિરૂદ્ધ જંગ જે પ્રકારે લગી, તેના કારણે સ્થિતિ કાબૂમાં છે. ભારત હવે આત્મનિર્ભર પણ બનવા જઈ રહ્યું છે. લૉકડાઉનના સમયે ભારતમાં કોરોના ટેસ્ટિંગની ક્ષમતા માત્ર 10 હજાર ટેસ્ટ પ્રતિદિન હતી અને આજે તે 1.60 લાખ ટેસ્ટ પ્રતિદિન છે. આજે દેશમાં લગભગ 4.50 લાખ PPE કિટ દરરોજ બની રહી છે, જ્યારે 58000 વેન્ટિલેટર્સ દેશમાં પ્રતિદિન બની રહ્યાં છે.
નડ્ડાએ કાશ્મીરનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ગત એક વર્ષમાં અનેક મોટા નિર્ણયો મોદી સરકારે લીધા. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને 35-A નાબૂદ કરી, જે વડાપ્રધાન મોદીજીની ઈચ્છા શક્તિનું જ પરિણામ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં છેલ્લા 7 દાયકાનો ગેપ માત્ર 6 વર્ષમાં પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
તેમણે જણાવ્યું કે, કોરોના વિરૂદ્ધ લડાઈમાં 100થી વધુ દેશોને મદદ કરતા તેમણે દવાઓ પહોંચાડી છે. આ લડાઈમાં વડાપ્રધાન મોદીના એક-એક આહ્વાનને દેશે સાંભળ્યું અને તેનું સમર્થન કર્યું. આ માટે હું દેશની જનતાનો આભાર માનું છું.
PM મોદીએ 6 વર્ષના કાર્યકાળમાં અનેક ઐતિહાસિક ભૂલો સુધારી: અમિત શાહ