Gujarat Exclusive > દેશ-વિદેશ > ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોરોનાને આપી મ્હાત

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોરોનાને આપી મ્હાત

0
42

બંગાળ પ્રવાસ દરમિયાન કોરોનાની ઝપટમાં આવ્યા હતા  JP Nadda

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા થોડા દિવસ પહેલા કોરોના વાઇરસની ઝપટમાં આવ્યા હતા. તેઓ સારવાર પછી સાજા થઇ ગયા છે. નડ્ડા સિવાય તેમના પરિવારના સભ્યો પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા, પરંતુ હવે તેઓ પણ સાજા થઇ ગયા છે. આ વાતની જાણકારી પોતે જેપી નડ્ડાએ આપી છે. તેમના સાથી આદિત્ય કોરોના સંક્રમિત થયા તે પછી તેઓ પણ કોરોનાની ઝપટમાં આવ્યા. JP Nadda

જેપી નડ્ડાએ એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા અને આખી ટીમનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે જેપી નડ્ડાની સારવાર દિલ્હીના એઈમ્સમાં ચાલી રહી હતી. JP Nadda

જેપી નડ્ડાએ જણાવ્યું કે હું તમામ લોકોની પ્રાર્થના અને સમર્થન માટે આભાર વ્યક્ત કરુ છુ. મારા પરિવારના સભ્યો અને હું સંપૂર્ણ રીતે કોરોના વાઇરસથી સાજા થઇ ચુક્યા છે. અમે એઇમ્સના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયા અને તેમની ટીમને તેમના સમર્પણ અને પડકારભર્યા સમયમાં કામ કરવા માટે આભાર માનુ છું. JP Nadda

આ પણ વાંચો: BREAKING: કોરોના વેક્સીન કોવિશીલ્ડને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી

બંગાળ પ્રવાસે સંક્રમિત થયા હતા

ઉલ્લેખનીય છે કે જેપી નડ્ડા મમતા બેનર્જીને ઘેરવા બંગાળના પ્રવાસે ગયા હતા. ત્યાં તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. જેપી નડ્ડાના પ્રવાસ દરમિયાન તેમના કાફલા પર પથ્થરમારો પણ થયો હતો. જેને લઇને ભાજપે મમતા બેનર્જીને આડે હાથે લીધો હતો.  JP Nadda

ભારતમાં કોરોનાની સ્થિતિ

નવા વર્ષ દરમિયાન કોરોનાના કેસોમાં ઘટાડો થતા દેશના લોકોએ રાહત અનુભવી છે. પ્રતિદિવસ થતાં મોતના મામલે ભારત હવે 12મા સ્થાને પહોંચી ગયો છે. દેશમાં થતાં મૃત્યદરમાં મોટો ઘટાડો નોંધાતા નવા વર્ષમાં એક ખુબ જ સારી સફળતા હાથે લાગી છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,036 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 256 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,02,66,674 થઈ ગઈ છે. JP Nadda

તદ્દ ઉપરાંત દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 98 લાખ 83 હજાર 461 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 23,181 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,54,254 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,48,994 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 31 ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ 17,31,11,694 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, વર્ષના છેલ્લા દિવસે 24 કલાકમાં 10,62,420 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9