Gujarat Exclusive > દેશ-વિદેશ > જેપી નડ્ડાના કાફલા પર બંગાળમાં પથ્થરમારો, ભાજપે TMCના કાર્યકરો પર લગાવ્યો આરોપ

જેપી નડ્ડાના કાફલા પર બંગાળમાં પથ્થરમારો, ભાજપે TMCના કાર્યકરો પર લગાવ્યો આરોપ

0
114

કોલકાતા: ભારતીય જનતા પાર્ટી (BJP) અધ્યક્ષ જેપી નડ્ડાના પશ્ચિમ બંગાળ પ્રવાસનો આજે બીજો દિવસ છે. ભાજપે આરોપ લગાવ્યો કે જેપી નડ્ડા અને કૈલાશ વિજયવર્ગીયના કાફલા પર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હુમલો કર્યો છે.JP Nadda

દક્ષિણ 24 પરગણાનામાં ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ટકરાવ થયો હતો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે આરોપ લગાવ્યો કે ટીએમસી કાર્યકર્તાઓએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન ટીએમસી કાર્યકર્તાઓએ પત્થરમારો કર્યો હતો. સુરક્ષા એજન્સીઓએ જેપી નડ્ડાના કાફલાને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

આ પહેલા ભાજપે દાવો કર્યો કે ટીએમસીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના પ્રવાસના કેટલાક કલાક પહેલા જ ભાજપ નગર અધ્યક્ષ સુરજીત હલ્દર પર હુમલો કર્યો છે. ભાજપનો આરોપ હતો કે જ્યારે જેપી નડ્ડાના સ્વાગતને લઇને ભાજપ કાર્યકર્તા ઝંડા-પોસ્ટર લગાવી રહ્યા હતા ત્યારે ટીએમસીએ તેમની પર હુમલો કર્યો હતો.JP Nadda

 

ભાજપ નગર અધ્યક્ષ સુરજીત હલ્દરે કહ્યુ કે અમે જેપી નડ્ડાજીની યાત્રા પહેલા ઝંડા અને બેનર લગાવી રહ્યા હતા ત્યારે 100થી વધુ ટીએમસીના કાર્યકર્તાઓએ તેમની પર હુમલો કર્યો હતો, તેમણે અમને ખરાબ રીતે માર માર્યો હતો અને મને ચેતવણી પણ આપી હતી કે તે મને મારી નાખશે. અમારા 10-12 કાર્યકર્તા ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: ખેડૂત આંદોલનનો 15મો દિવસ: દેશભરમાં હાઇવે ઘેરવાની તૈયારી, સરકારના આંદોલનને નબળુ પાડવા પ્રયાસ JP Nadda

બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે કહ્યુ કે, આ આરોપ ખોટો છે, કારણ કે અમે ક્યારેય આવુ કામ નથી કરતા. ભાજપ કાર્યકર્તાઓએ અભિષેક બેનરજીનો પોસ્ટર ફાડી નાખ્યો છે. દિલીપ ઘોષ અને કૈલાશ વિજયવર્ગીય હંમેશા ખોટા નિવેદન આપે છે, ભાજપ માત્ર જૂઠ બોલે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9