સ્પોર્ટ્સ ડેસ્ક: મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ભારતે 2007માં ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. ફાઇનલમાં ભારતની જીતનો હીરો રહેલા જોગિન્દર શર્માએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. જોકે, તે આ મેચ પછી ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યો નથી.
Advertisement
Advertisement
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને લખેલા એક પત્રામં જોગિન્દર શર્માએ પોતાના સંન્યાસની જાણકારી આપી હતી. ક્રિકેટરથી પોલીસ અધિકારી બનેલા હરિયાણાના આ ખેલાડીએ રમતમાં તક આપવા માટે બોર્ડ, હરિયાણા ક્રિકેટ એસોસિએશન, ચેન્નાઇ સુપરકિંગ્સ અને હરિયાણા સરકારનો આભાર માન્યો છે.
2004થી 2007 વચ્ચે ભારત માટે 4 વન ડે અને 4 ટી-20 મેચ રમ્યો
જોગિન્દર શર્માએ 2004થી 2007 વચ્ચે 4 વન ડે મેચ અને 4 ટી-20 મેચ રમી છે. બન્ને ફોર્મેટમાં મળીને તેણે કુલ પાંચ વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન વિરૂદ્ધ ટી-20 વર્લ્ડકપની ફાઇનલની અંતિમ ઓવરમાં ભારતના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ જોગિન્દર શર્માને બોલ સોપ્યો તો દરેક કોઇ ચોકી ગયુ હતુ.
મિસબાહ ઉલ હક સ્કૂપ રમવાના ચક્કરમાં આઉટ થયો
જોગિન્દર શર્માએ બોલિંગની શરૂઆત સારી કરી નહતી. તે બાદ તેણે વાપસી કરી હતી. પાકિસ્તાનને ચાર બોલમાં છ રનની જરૂર હતી, તેણે મિસબાઉલ હકને શોર્ટ ફાઇન લેગ પર શ્રીસંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો જેને કારણે ભારત ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું હતું.
IPLમાં પણ ધોનીની ટીમ તરફથી રમ્યો જોગિન્દર શર્મા
જોગિન્દર શર્મા આઇપીએલની પ્રથમ ચાર સીઝનમાં ચેન્નાઇ સુપરકિંગ્સનો પણ ભાગ હતો જ્યા તેણે 16 મેચમાં 12 વિકેટ ઝડપી હતી. પોતાની ઘરેલુ ટીમ હરિયાણા માટે તેણે 49 ફર્સ્ટ ક્લાસ મેચ, 39 લિસ્ટ એ મેચ અને 43 ટી-20 મેચ રમી હતી. જોગિન્દર શર્મા અંતિમ વખત 2017માં વિજય હઝારે ટ્રોફીમાં હરિયાણા માટે ક્રિકેટ રમ્યો હતો. રમતમાં પોતાની કરિયર પછી તેણે હરિયાણાના હિસાર જિલ્લામાં ડીએસપીના રૂપમાં કામ કર્યુ છે.
Advertisement