Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > જોફ્રા આર્ચરને 3 વર્ષ પહેલા જ ભારત લોકડાઉનનો હતો અંદાજ! ફેન્સે કહ્યું- ભગવાન છો તમે

જોફ્રા આર્ચરને 3 વર્ષ પહેલા જ ભારત લોકડાઉનનો હતો અંદાજ! ફેન્સે કહ્યું- ભગવાન છો તમે

0
1130

નવી દિલ્હી, દુનિયાભરમાં મહામારીની જેમ ફેલાઇ ચૂકેલ કોવિડ-19 (COVID-19) વાયરસે લગભગ બધા જ દેશોને લોકડાઉન કરવા પર મજબૂર કરી દીધા છે. ભારતમાં પણ સ્થિતિની ગંભીરતાને જોતા આવનારા 21 દિવસ માટે ભારતને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વચ્ચે ઈંગ્લેન્ડના બોલર જોફ્રા આર્ચરનો એક ટ્વિટ એક વખત ફરીથી વાયરલ થઇ રહ્યો છે, જેનાથી એવું લાગી રહ્યું છે કે, જાણે તેમને આ સ્થિતિનો અંદાજો પહેલાથી જ હતો. તેમને ત્રણ વર્ષ પહેલા જ ટ્વિટ પર કંઇક એવું લખ્યું હતુ કે જે આજની સ્થિતિ પર સટીક બેસે છે.

વાયરલ થયો આર્ચરનો ત્રણ વર્ષ જૂનો ટ્વિટ

24 વર્ષિય આર્ચરે લખ્યું 2017માં 23 ઓક્ટોબરે ટ્વિટ કર્યો હતો, ઘર પર ત્રણ સપ્તાહ પર્યાપ્ત રહેશે નહીં. ત્રણ વર્ષ પહેલા કરેલા આ ટ્વિટને ક્રિકેટ ફેન્સ ભારતમાં લોકડાઉન સાથે જોડીને જોઇ રહ્યાં છે.

આર્ચરનો આ ટ્વિટ વાયરલ થતાં જ ફેન્ચે આર્ચરને ભગવાન કહેવાનું શરૂ કરી દીધું અને લખ્યું કે, આ બોલર ભવિષ્ય જોઈ શકે છે.

આનાથી એક દિવસ પહેલા જ આર્ચરનું વધુ એક ટ્વિટ વાયરલ થયું છે જેમાં કોરોના વાયરસની આ મહામારી સાથે જોડીને જોવાઈ રહ્યું છે.

આર્ચરે વર્ષ 2014માં 20 ઓગસ્ટે એક ટ્વિટ કરતા લખ્યું હતુ કે, “એક દિવસ આવશે, જ્યારે ભાગવા માટે કોઈ જ જગ્યા બચશે નહીં.”

વર્લ્ડ કપ દરમિયાન વાયરલ થયા હતા આ ટ્વિટ

ઈંગ્લેન્ડમાં થયેલ આઈસીસી વર્લ્ડકપ 2019 દરમિયાન પણ આર્ચરના જૂના ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આર્ચરે વરસાદ અને સુપર ઓવરને લઈને 2014માં કેટલાક ટ્વિટ કર્યા હતા, જે તે સમયની મેચોની સ્થિતિ પર સટીક બેસી રહ્યાં હતા. આર્ચરે ઈંગ્લેન્ડ માટે 7 ટેસ્ટ, 14 વનડે અને 1 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યા છે. તેઓ વર્લ્ડકપ દરમિયાન ઈંગ્લેન્ડના સૌથી સફળ બોલર સાબિત થયા જેમને ટીમને ખિતાબ જીતાડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.