ઇસરો (ISRO)માં નોકરીનું સ્વપ્ન જોનારા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ આસિસ્ટન્ટ, જૂનિયર પર્સનલ આસિસ્ટન્ટ જેવા વિવિધ પદ પર ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યુ છે. આ ભરતીના માધ્યમથી કુલ 526 પદ ભરવામાં આવશે. જે પણ ઉમેદવાર આ પદો પર ભરતી માટે અરજી કરવા માંગે છે તે ઓફિશિયલ વેબસાઇટ www.isro.gov.in પર વિવિધ કરી પોતાનું અરજી ફૉર્મ ભરી શકે છે. તમારી જાણકારી આપી છે કે અરજી કરવાની અંતિમ તારીખ 9 જાન્યુઆરી 2023 છે.
Advertisement
Advertisement
ISRO Recruitment 2022 વેકેન્સી ડિટેલ
કુલ પદ-526
મહત્વપૂર્ણ તારીખ
ઓનલાઇન અરજીની તારીખ- 20 ડિસેમ્બર 2022
અરજીની અંતિમ તારીખ-9 જાન્યુઆરી 2023
શૈક્ષણિક યોગ્યતા
જે પણ ઉમેદવાર આ પદ પર અરજી કરવા માંગે છે તેમની પાસે કોઇ પણ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી 60 ટકા માર્ક્સ સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઇએ. શૈક્ષણિક યોગ્યતાના વિષયમાં વધુ જાણકારી મેળવવા માટે નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરીને ભરતીનું નોટિફિકેશન વાંચી શકો છો.
ઉંમર-મર્યાદા
અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ સુધી હોવી જોઇએ. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
સિલેક્શન પ્રોસેસ
પસંદ થનારા ઉમેદવારોને લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ, ડૉક્યૂમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન પ્રોસેસમાંથી પસાર થવુ પડશે.
એપ્લીકેશન ફી
અરજી કરનારા જનરલ, ઓબીસી અને ઇડબલ્યૂએસ કેટેગરીના ઉમેદવારોને અરજી ફીના રૂપમાં 100 રૂપિયા આપવા પડશે જ્યારે એસસી, એસટી, પીડબલ્યૂડી અને ફીમેલ કેટેગરીના ઉમેદવારોએ કોઇ અરજી ફી આપવી નહી પડે.
Advertisement