Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > Jio Vs Airtel : એરટેલ ટેલિકોમ સેક્ટરમાં બનાવવા જઈ રહી છે એકચક્રિય શાસન! શું જિયો હાંફ્યુ?

Jio Vs Airtel : એરટેલ ટેલિકોમ સેક્ટરમાં બનાવવા જઈ રહી છે એકચક્રિય શાસન! શું જિયો હાંફ્યુ?

0
47

ટીવી, સમાચાર પત્રો અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચાર જોતા એવું લાગે છે કે, વર્તમાનમાં અત્ર-તત્ર-સર્વત્ર માત્રને માત્ર Jioનો રાજ છે. પરંતુ ડેટા કંઈક અલગ જ સત્ય ઉજાગર કરી રહ્યું છે. ડેટા કહે છે કે, વર્તમાનમાં એરટેલ માર્કેટનો બાદશાહ છે. ડિસેમ્બરના ડેટા કહે છે કે, એક્ટિવ યૂઝર્સ હોય કે ગ્રોસ યૂઝર્સ અથવા ઈનએક્ટિવ યૂઝર્સ, દરેક બાબતે એરટેલે JIOને રીતસરનું પછાડ્યું છે. આ ટ્રેંડ ખેડૂત આંદોલનના કારણે ઉભો થયો છે એવું પણ નથી. આ ટ્રેંડ ખેડૂત આંદોલનથી પણ પહેલા શરૂ થઈ ચૂક્યો હતો. જેને પાછલા પાંચ મહિનાથી તો જિયોની ઉંઘ હરામ કરી નાંખી છે.

પહેલા એક નજર ડિસેમ્બરના આંકડાઓ પર

ટેલિકોમ રેગ્યુલેટરી ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના ડિસેમ્બર 2020ના આંકડાઓને દર્શાવે છે કે એરટેલે ડિસેમ્બરમાં લગભગ 40 લાખ ગ્રોસ એટલે કુલ સબ્સ્ક્રાઇબર્સને જોડ્યા છે. આ આંકડો જિયોના પાંચ લાખથી 8.5 ગણો વધારે છે. તે ઉપરાંત વૃદ્ધિ દરની વાત કરીએ તો એરટેલ ખુબ જ ઝડપી ગ્રોથ કર્યો છે.

સતત પાંચમા મહિના સુધી એરટેલ જિયોથી આગળ ચાલી રહ્યું છે. જેમાં પાચમા મહિનામાં તો એરટેલે જિયોને એટલું પાછળ ધકેલ્યું છે કે, ટેલિકોમ સેક્ટરમાં એકમાત્ર તેનું શાસન થઈ ગયું છે. ડિસેમ્બર મહિનામાં એરટેલે પોતાના સાથે નવા 40 લાખ નવા ગ્રાહક જોડ્યા છે, તો જિયો માત્ર પાંચ લાખ નવા ગ્રાહક જોડવા માટે સફળ રહ્યું છે. આમ એરટેલ પ્રતિદિવસ ટેલિકોમ સેક્ટરમાં એકવખત ફરીથી પોતાનું એક ચક્રિય શાસન કાયમ કરવા જઈ રહ્યું છે.


માર્કેટ શેર (વાયરલેસ સબ્સક્રાઇબર્સ)

ટ્રાઇના આંકડા મુજબ, જુલાઈમાં એરટેલનો માર્કેટ શેર 27.96 ટકા હતો, જે ડિસેમ્બરમાં વધીને 29.36% થયો છે. તે જ સમયે જિયોનો માર્કેટ શેર જુલાઈમાં 35.03 ટકા હતો, જે ડિસેમ્બરમાં વધીને 35.43% થયો છે. અહીં પણ જો આપણે વિકાસ દરની વાત કરીએ તો એરટેલ બાજી મારી લીધી છે.

ખેડૂત આંદોલને જિયોને નુકશાન પહોંચાડ્યું?
એરટેલ સતત પાંચમા મહિના ડિસેમ્બર 2020 સુધી નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેરવાના મામલે ટોચ પર છે. જિયોના નુકસાન પાછળનું કારણ ખેડૂત આંદોલન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આંકડા કંઇક બીજું જ કહે છે. કેમ કે તેવું નથી કે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં જ એરટેલે જિયો પછાડ્યું છે. ટ્રાઈના આંકડાઓ અનુસાર પાછલા પાંચ મહિનાથી નેટ સબ્સક્રાઇબર એડિશનમાં એરટેલ જિયો પર ભારે પડી રહ્યું છે. નવા 4G યૂઝર્સ બાબતે પણ એરટેલ જિયોથી આગળ છે.

ફાઈનાન્સિયલ એક્સપ્રેસના એક રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે, એરટેલ અનુસાર તેને ઓક્ટોબર-ડિસેમ્બરમાં 1.42 કરોડ 4G યૂઝર્સને જોડ્યા છે.

કેમ Airtelએ બાજી મારી અને Jio પાછળ રહી ગયું?

રિલાયન્સ જિયો પાછળ રહી જવાનું સૌથી મોટું કારણ તેની કોલ ડ્રોપની સમસ્યા અને ફ્રિ ઓફર્સની છે. કેમ કે, પહેલા તો જિયોએ ગ્રાહકોને અનેક લલચામણી ઓફર્સ આપી હતી, જેનાથી તેના ગ્રાહકોમાં અચાનક રેકોર્ડ વૃદ્ધિ થઈ હતી, પરંતુ પાછળથી તે પોતાના યૂઝર્સના ખિસ્સા ઉપર ભારે પડવા લાગી. જેથી યૂઝર્સ રિલાયન્સ જિયોનો સાથ છોડવા લાગ્યા. જ્યારે કોલ ડ્રોપ પણ જિયોની મહત્વપૂર્ણ સમસ્યામાંથી એક છે. જ્યારે નેટવર્કની વાત કરીએ તો જિયોથી વધારે એરટેલ પર લોકોને વધારે વિશ્વાસ છે.

5Gને લઈને Jio અને Airtel કેટલા ગંભીર?

ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2020માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતુ કે, જિયો 2021ના બીજા છમાસિકગાળામાં 5G લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જ્યારે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસને જ સંબોધિત કરતાં ભારતીય એરટેલના પ્રમુખ સુનીલ મિત્તલે કહ્યું કે, મોબાઈલ ઈન્ટરનેટની દુનિયામાં આગામી પેઢીના 5G ટેકનોલોજી આવવામાં બે-ત્રણ વર્ષ લાગી જશે.

મુકેશ અંબાણીએ કહ્યું હતુ કે, દેશમાં ડિજિટલ લીડને બનાવી રાખવા, 5Gની શરૂઆત કરવાની અને તેનાથી સસ્તી અને બધી જગ્યાએ ઉપલબ્ધ કરાવવા માટે પગલાઓ ભરવાની આવશ્યકતા છે. જિઓ 2021 ના ​​બીજા ભાગમાં ભારતમાં 5 જી ક્રાંતિનું નેતૃત્વ કરશે. તે એક સ્વદેશી રીતે વિકસિત નેટવર્ક હશે, જે હાર્ડવેર અને તકનીકી ઘટકો દ્વારા સંચાલિત કરવામાં આવશે.

અમેરિકન ટેકનોલોજી કંપની ક્વાલકોમ સાથે મળીને રિલાયન્સ જિયો, અમેરિકામાં પોતાની 5G ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કરી ચૂકી છે.

કેટલાક દિવસો પહેલા એરટેલે હૈદરાબાદમાં એક કોમર્શિયલ નેટવર્ક પર લાઈવ 5G સર્વિસનું ટેસ્ટિંગ કર્યું છે.

દેશમાં કેવી છે 5G સ્પેક્ટ્રમની તૈયારી?

સરકારે ભારતમાં 5G સેવાઓ 2022માં શરૂ થવાની આશા વ્યક્ત કરી છે, પરંતુ સંસદની સ્થાઈ કમિટીએ સરકારની તૈયારીઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. સ્થાઈ કમિટીના રિપોર્ટ અનુસાર ભારતમાં 5G સ્પેક્ટ્રમની ઉપલબ્ધતા ખુબ જ ઓછી છે, સાથે જ તેની કિંમત ખુબ જ વધારે છે, સરકાર હજું સુધી તેનું ટ્રાયલ પણ શરૂ કરી શકી નથી. સરકાર તરફથી નેટવર્કની સુરક્ષાને લઈને પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. કમેટી અનુસાર એવામાં કંપનીઓ માટે સેવાઓ શરૂ કરવી સરળ રહેશે નહીં.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat