મુંબઇ: દેશભરમાં આજે અચાનક રિલાયન્સ જિયોની સર્વિસ ડાઉન થઇ ગઇ છે. સર્વિસ ડાઉન થવાને કારણે યૂઝર્સે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વિસ ડાઉન થવાને કારણે યૂઝર્સનું કહેવુ છે કે તે ના તો કૉલ કરી શકે છે અને ના તો SMS કરી શકે છે.
Advertisement
કેટલાક યૂઝર્સે Jioની સર્વિસ ઠપ થવાને કારણે સોશિયલ મીડિયા સાઇટ્સ પર પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધુ છે. મહત્વપૂર્ણ છે કે Jioની સર્વિસ તમામ યૂઝર્સ માટે ડાઉન નથી થઇ કેટલાક યૂઝર્સ હજુ પણ વગર કોઇ મુશ્કેલીએ તેનો ફાયદો ઉઠાવી શકે છે. આ સાથે જ સર્વિસ ડાઉન થવાની અસર ઇન્ટરનેટ કે ડેટા યૂઝ પર નથી પડ્યો. યૂઝર્સ વગર કોઇ પરેશાનીના ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
યૂઝર્સે આપી પ્રતિક્રિયા
સર્વિસ ડાઉન થયા બાદ યૂઝર્સ સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યૂઝર્સે ફરિયાદ કરતા કહ્યુ કે તેમના સ્માર્ટફોન પર VoLTEની સાઇન લખેલી નથી આવતી.