Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાના દર્દીને ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરતાં ટોકસીલો ઇન્જેક્શન સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી- મેવાણી

કોરોનાના દર્દીને ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરતાં ટોકસીલો ઇન્જેક્શન સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી- મેવાણી

0
1692

હિતેશ ચાવડા, ગાંધીનગર: કોરોનાનો કહેર ગુજરાત પર કેન્દ્ર બિન્દુ બનાવીને બેઠો છે ત્યારે કોરોનાના પેશન્ટને ઇમ્યુનિટી વધારવા માટે જરૂરી એવા ટોકસીલો ઇન્જેક્શન સરકારી હોસ્પિટલ કે બહાર મળતા ના હોવાની વાતનો ખુદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને અનુભવ થયો છે. અમદાવાદની GCS હોસ્પિટલમાં એક પેશન્ટને ટોકસીલો ઇન્જેક્શનની જરૂર પડતાં જીગ્નેશ મેવાણી બે ડોક્ટર્સ સાથે આ ઇન્જેક્શન મુદે વાત કરી હતી જેમાં બહાર આવ્યું કે હોસ્પિટલ પાસે ઇન્જેક્શન નથી અને બહાર ક્યાં મળે છે એ પણ ખબર નથી.

કોરોનાની ચપેટમાં આવેલા અમદાવાદમાં હવે કોરોનાના દર્દીને ઇન્જેક્શન વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ GCS હોસ્પિટલમાં દાખલ કરેલ તેમની ટીમના એક મિત્રના પિતાને પણ એ જ ઇન્જેક્શનની જરૂર લાગતાં ફોન કર્યો હતો અને બે ડૉક્ટર સાથે વાતચીત કરી હતી અને એ હકીકત સામે આવી હતી કે કોરોનાના પેશન્ટને ઇમ્યુનિટી વધવારા માટે સિપલો કંપની જે ઇન્જેક્શન સપ્લાય કરે છે તે હાલ હોસ્પિટલમાં કે બહાર બજારમાં ઉપલબ્ધ નથી.

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે મારા મિત્રના પિતા જ દાખલ હતા તેમને આ ઇન્જેક્શનની જરૂર લાગી અને ડોક્ટરે મૌખિક કહ્યું કે આ ઇન્જેક્શન મંગાવી લો. પરંતુ કોઈ પ્રિસ્ક્રિપ્શન ન આપ્યું જેથી મેં ફોન કરીને વાત કરી જેમાં ડોક્ટરે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ કેટલાય દર્દીઑને ટોકસીલો ઇન્જેક્શનની જરૂર પડે છે પર સરકાર પાસે એ હાલ ઉપલબ્ધ નથી જેથી દર્દીઓને સારવાર માટે મળી રહ્યું નથી.
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે મારી સાથે વાતચીતમાં ડોક્ટરે જણાવ્યું કે તેમણે આ ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવાથી એ બાબતે આરોગ્ય સચિવ જયંતી રવિને પણ ઇમેલ કરીને જાણ કરી છે.
મેવાણીએ જણાવ્યું કે ડૉક્ટર પાસે પણ કોઇ સ્પષ્ટ જવાબ નથી.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

#Column: વિજય નેહરા બાદ વધુ એક IAS અધિકારીને બદલવાની તજવીજ