Gujarat Exclusive > દેશ-વિદેશ > PM મોદી સાથે ઝુનઝુનવાલાની મુલાકાત, એવી તસવીર સામે આવી કે થઇ ગઇ વાયરલ

PM મોદી સાથે ઝુનઝુનવાલાની મુલાકાત, એવી તસવીર સામે આવી કે થઇ ગઇ વાયરલ

0
105

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશના એવા દિગ્ગજ રોકાણકાર દંપતીએ મુલાકાત કરી જેમની સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા છે. અસ્ત વ્યસ્ત શર્ટમાં પીએમ મોદી સાથે આત્મવિશ્વાસથી મળનાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમનો પરિવાર લગભગ 22,300 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

રાકેશ ઝુનઝુનવાલાએ એ સાબિત કર્યુ કે વસ્ત્રથી વ્યક્તિની ઓળખ થતી નથી અને દુનિયાના કોઈ પણ શક્તિશાળી શખ્સને પણ મળવા માટે આત્મવિશ્વાસમાં કપડાનુ મહત્વ હોતુ નથી. જોકે સત્ય એ પણ છે કે જો આપની પાસે હજારો કરોડનુ નેટવર્થ હોય તો આત્મવિશ્વાસ આપમેળે આવી જાય છે.

રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાએ મંગળવારે સાંજે થયેલી મુલાકાત બાદ લોકોએ સોશ્યલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કર્યા. કોઈએ કહ્યુ કે ‘ભાઈ આમને ઈસ્ત્રી અપાવી દો’ તો કોઈએ કહ્યુ કે પીએમ મોદી તો આમની સામે ફેનની જેમ ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. જોકે સત્ય તો એ છે કે જ્યારે તમે લિલનનો શર્ટ પહેરીને કારમાં જાવ છો, ટ્રાવલ કરો છો તો તેની પર આવી કરચલી આવી જાય છે.

કોણ છે રાકેશ ઝુનઝુનવાલા?

રાકેશ ઝુનઝુનવાલા દેશના શેર બજારના દિગ્ગજ રોકાણકાર છે જેમને બિગ બુલ કહેવામાં આવે છે. તેમના એક-એક કદમ પર કરોડો રોકાણકારની નજર હોય છે. રાકેશ ઝુનઝુનવાલા જે શેરમાં હાથ લગાવે છે. તે સોનુ થઈ જાય છે. એટલું જ નહીં, તેમની દેખા-દેખી કરીને શેરમાં રોકાણ કરનારા કેટલાય લોકો અમીર થઈ ગયા છે. હારુન ઈન્ડિયાની તાજેતરની જારી અમીરોની યાદી અનુસાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરિવારનુ નેટવર્થ લગભગ 22,300 કરોડ રૂપિયા છે. તેમની દેશની કેટલીય કંપનીઓમાં મોટી ભાગીદારી છે અને તેઓ જલ્દી જ એક એરલાઈન શરૂ કરવાના છે. પીએમ મોદીએ કાલે સાંજે ટ્વીટ કરીને આ મુલાકાત વિશે લોકોને જાણકારી આપી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat