રાંચી: ઝારખંડના ધનબાદની એક હૉસ્પિટલમાં ભીષણ આગ લાગતા 6 લોકોના મોત થયા છે. ધનબાદના એસએસપી સંજીવ કુમારે જણાવ્યુ કે હોસ્પિટલમાં આગ લાગતા મૃતકોમાં એક ડૉક્ટર, તેમના પત્ની અને તેમના ઘરેલુ સહાયિકા સામેલ છે.
Advertisement
Advertisement
ધનબાદના ડીએસપી અરવિંદ કુમાર અનુસાર, આગ હોસ્પિટલના આવાસ કૉમ્પલેક્સમાં લાગી હતી. આ આગમાં ડૉક્ટરના ભત્રીજા અને તેમના એક સબંધીનું પણ મોત થયુ છે. આ દૂર્ઘટનામાં એક ડૉક્ટરના મોતના પણ સમાચાર છે. બચાવ કામમાં જોડાયેલી ટીમોએ ઘટનાસ્થળેથી 9 લોકોને રેસક્યૂ કર્યા છે.
#WATCH | Jharkhand: Five people, including a doctor and his wife, died in a fire in the residential complex of a hospital in Dhanbad. pic.twitter.com/pVEmV7Z5MW
— ANI (@ANI) January 28, 2023
આ ઘટનાને લઇને હૉસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યુ કે આગનું કારણ શોર્ટ સર્કિટ સમજવામાં આવી રહ્યુ છે, તેમણે કહ્યુ કે આગ લાગવા દરમિયાન ગેસ ભરેલા સિલિન્ડરને રસોઇથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો નહી તો આ દૂર્ઘટના વધુ ગંભીર બની શકતી હતી. ઘટનાસ્થળે બાંકો ઇંસ્પેક્ટર- પોલીસ સ્ટેશનના પ્રભારી પીકે સિંહ અને ડીએસપી કાયદા વ્યવસ્થા અરવિંદ કુમાર બિન્હાએ મોરચો સંભાળ્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખતા તંત્રએ બહારના લોકોને ઉપર જવા પર રોક લગાવી દીધી હતી.
દૂર્ઘટનાનું મોટુ કારણ સુરક્ષામાં બેદરકારી
ફાયર વિભાગના કર્મચારી અનુસાર હૉસ્પિટલમાં આગને રોકવા માટે સુરક્ષાની કોઇ વ્યવસ્થા નહતી. અહી એન્ટી ફાયર મશીન પણ સક્રિય નહતી, માટે ઘટનાનું કારણ સુરક્ષામાં બેદરકારીને માનવામાં આવી શકે છે. આસપાસના લોકો આ દૂર્ઘટનાથી આઘાત, દુખી અને ચિતિંત છે, અહી સુધી કે હૉસ્પિટલની બાજુમાં 15-16 માળનું એક મોટુ એપાર્ટમેન્ટ પણ છે. આગ પાસેની બિલ્ડિંગ સુધી પહોચી શકતી હતી પરંતુ આ મોટા ટાવર ધરાવતા ઘરમાં પણ દૂર્ઘટનાને રોકવા માટે કોઇ વ્યવસ્થા જોવા મળી નહતી.
Advertisement