અમદાવાદ: એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની પરીક્ષા JEE- મેઈન્સના પરિણામો સોમવારે જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં 6 વિદ્યાર્થીઓએ “પરફેક્ટ-100” સ્કોર કર્યો છે. આ એક્ઝામમાં ગુજરાતનો અનંત કૃષ્ણ કિદંબી પણ 100 પર્સેન્ટાઈલ સાથે દેશમાં ટોપર થયો છે. JEE Main Exam Result
આ સિવાય દિલ્હીના પ્રવર કટારિયા, રંજિમ પ્રબલ દાસ, ચંદીગઢના ગુરમૃત સિંહ, રાજસ્થાનના સાકેત ઝા અને મહારાષ્ટ્રના સિદ્ધાર મુખર્જીએ પરફેક્ટ 100 NTA સ્કોર પ્રાપ્ત કર્યા છે. NTA દ્વારા ફેબ્રુઆરી સ્તરની એક્ઝામ 23 થી 26 ફેબ્રુઆરીની વચ્ચે આયોજિત કરી હતી. આ વર્ષે કુલ 6.52 લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા માટે રજીસ્ટર્ડ કરાવ્યું હતું.
અમદાવાદનો અનંત કૃષ્ણા 100 પર્સેન્ટાઈલ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ રહ્યો છે. બીજી તરફ ફિમેલ કેટેરીમાં ગુજરાતની ઈશા પટેલ 99.97 પર્સેન્ટાઈલ સાથે ટોપર રહી છે. ફીમેલ કેટેગરીમાં ટોપ ટેન વિદ્યાર્થિનીઓમાં ગુજરાતની ઈશા પટેલે 10મું સ્થાન મેળવ્યું છે. આ કેટેગરીમાં હાઈએસ્ટ 99.99 પર્સેન્ટાઈલ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં ઉછાળો, સતત ચોથા દિવસે 500થી વધુ નવા દર્દીઓ JEE Main Exam Result
કેવી રીતે ચેક કરશો પરિણામ JEE Main Exam Result
→ સૌ પ્રથમ JEEની સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર જવું પડશે
→ અહીં હોમ પેજ પર JEE પરીક્ષાની લિન્ક મળશે
→ જેના પર ક્લિક કરીને ઉમેદવારે પોતાની વિગતો ભરવી પડશે
→ જે બાદ ઉમેદવારનું પરિણામ ખુલી જશે, જેને તેઓ ડાઉનલોડ કરી શકે છે
બીજુ સત્ર 15 થી 18 માર્ચ સુધી
પ્રથમ તબક્કાની એક્ઝામ 23 થી 26 ફેબ્રુઆરી 2021 વચ્ચે યોજાઈ હતી. બીજુ સેશન 15 થી 18 માર્ચ, ત્રીજુ સત્ર 27 થી 30 એપ્રિલ અને ચોથુ સત્ર 24 થી 28 મે 2021 સુધી આયોજિત કરવામાં આવશે. આગામી તબક્કાની એક્ઝામ પણ બે શિફ્ટમાં આયોજિત કરવામાં આવશે. પરીક્ષાની પ્રથમ શિફ્ટ સવારે 9 થી 12 અને બીજી શિફ્ટ બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધીની રહેશે.