Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > કોવિડ-19ના કારણે JEE Main પરીક્ષા સ્થગિત,  શિક્ષણમંત્રીએ આપી જાણકારી

કોવિડ-19ના કારણે JEE Main પરીક્ષા સ્થગિત,  શિક્ષણમંત્રીએ આપી જાણકારી

0
36

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA એ JEE Main 2021 April પરીક્ષા સ્થગિત કરી દીધી છે. પરીક્ષાના બે સેશન ફેબ્રુઆરી અને માર્ચમાં આયોજિત થઈ ચૂક્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ઉઠી રહેલી માંગના કારણે NIAએ 10 દિવસ પહેલા જ પરીક્ષા સ્થગિત કરી દીધી છે. પરીક્ષાઓ 27થી 30 એપ્રિલ સુધી આયોજિત થવાની હતી. પરીક્ષાની નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે.

કેન્દ્રીય શિક્ષામંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરીને આની જાણકારી આપી હતી. તેમને કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિઓને જોતા તેમને NTAને પરીક્ષા સ્થગિત કરવાની સલાહ આપી હતી.

શિક્ષામંત્રીએ તે સ્પષ્ટ કરી દીધું છે કે પરીક્ષાની નવી ડેટ્સ પરીક્ષાના 15 દિવસ પહેલા જાહેર કરી દેવામાં આવશે. જે વિદ્યાર્થીઓને એપ્રિલ સેશનની પરીક્ષા માટે એપ્લાઈ કર્યું છે તેઓ પોતાની પરીક્ષાની નવી તારીખ આધિકારિક વેબસાઈટ પર ચેક કરી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat