Gujarat Exclusive > રાજનીતિ > બિહારની ચૂંટણી બની લોહીયાળ, JDR ઉમેદવાર સહિત બેની હત્યા

બિહારની ચૂંટણી બની લોહીયાળ, JDR ઉમેદવાર સહિત બેની હત્યા

0
71

પટના: બિહાર વિધાનસભાની ચૂંટણી (Bihar Election) લોહીયાળ બની છે. અહીં શિવહરના હથસાર ગામમાં જનતાદળ રાષ્ટ્રવાદીના (Janta Dal Rashtrawadi) ઉમેદવાર નારાયણ સિંહની (Narayan Singh) ગોળી મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. આ દરમિયાન તેમના બે થી ત્રણ સમર્થકોને પણ ગોળી મારવામાં આવી હતી.

આ ઘટનામાં ઉમેદવાર નારાયણ સિંહ (Narayan Singh) સહિત બે લોકોના મોત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, નારાયણ સિંહ ચૂંટણીના પ્રચાર (Bihar Election) માટે હથસાર ગામમાં નીકળ્યાં હતા. આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત નારાયણ સિંહને (Narayan Singh) તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

આ અંગે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ચૂંટણી પ્રચાર (Bihar Election) માટે નીકળેલા નારાયણ સિંહના (Narayan Singh) કાફલા પર અચાનક હથિયારોથી સજ્જ 10 હુમલાખોરો અચાનક તૂટી પડ્યાં હતા. આ દરમિયાન તેમણે અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં નારાયણ સિંહ સહિત 5 લોકોને ગોળી વાગી હતી. જેમાંથી નારાયણ સિંહ સહિત 3 લોકો હોસ્પિટલમાં મોતને ભેટ્યા હતા. જ્યારે અન્ય બેની હાલત હાલ ગંભીર છે.

આ પણ વાંચો: દીવાળી પહેલા સરકારની ગીફ્ટ! લૉકડાઉનમાં લોન ના ચૂકવી શકનારાને વ્યાજમાં મળી મોટી રાહત

ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ રહ્યાં હતા. જો કે ગ્રામજનોની સમયસૂચક્તાના કારણે એક જણને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી હતી અને હુમલાખોરની અટકાયત કરી હતી. હાલ હુમલાખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

.