Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: કટોકટીની એ દસ સેકન્ડ

#Column: કટોકટીની એ દસ સેકન્ડ

0
134

ડૉ. જય નારાયણ વ્યાસ:  એક રસપ્રદ સમાચાર વાંચી રહ્યો છુંColumn
કિસ્સો છે ઇટાલીનો
ઘરમાં બે વાસણ હોય તો ખખડે પણ ખરાં
પતિ-પત્ની વચ્ચે ક્યારેક ઝગડો ના જ થાય તો નવાઈ
તુમ રૂઠી રહો મેં મનાતા રહું ને મજા જીને મેં ઔર ભી આતા હૈ
કવિએ બહુ વિચારીને આ લખ્યું છે.
આ કિસ્સામાં પણ કંઇક એવું જ થયું હશે પતિ-પત્ની ઝગડ્યાં
પતિ ઘર છોડીને જતો રહ્યો પત્નીને થયું કે દૂધના ઊભરા જેવો ગુસ્સો બેસી જશે એટલે પાછો આવશે
દિવસો વીતવા લાગ્યા પણ એવું બન્યું નહીં
આ વ્યક્તિ મગજની શાંતિ માટે ભાગી છૂટ્યો હતો
એ ચાલતો જ રહ્યો
ચાલતો જ રહ્યો
સાત દિવસમાં 450 કિલોમીટર અંતર કાપ્યું
ઈટાલીની પોલીસે રાતના બે વાગે એક સૂમસામ વિસ્તારમાં આને ફરતો જોયો
આ વ્યક્તિ ઇટાલીના કોહો શહેરમાં રહેતો હતો. એની ઉંમર 48 વરસની હતી બીજા દિવસે પણ એ ઘરે પાછો ના આવ્યો એટલે પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
આ વ્યક્તિ ઘરેથી કશું જ લીધા વગર નીકળ્યો હતો એ રોજ સરેરાશ 60 થી 65 કિલોમીટર ચાલતો હતો, થાક લાગે એટલે સડકના કિનારે આરામ કરી લે. રસ્તામાં લોકો એને ખોરાક અને પાણી આપે
એના મગજનો ગુસ્સો શાંત થયો 450 કિલોમીટર ચાલીને !!!

પણ કોરોનાને કારણે ઇટાલીમાં રાતના 10થી સવારના 5 વાગ્યા સુધી કરફ્યુ હોય છે. એ રાત્રે બે વાગ્યે ભટકતો પકડાયો એટલે પોલીસે એને પકડીને નિયમના ભંગ બદલ રૂપિયા પાંત્રીસ હજારનો દંડ કર્યો
આ પ્રસંગ વાંચ્યો એટલે ગુસ્સો શું કરાવી શકે? એનું એક નાનું ઉદાહરણ જાણવા મળ્યું.Column

માણસના મોટા શત્રુઓ છે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર, આ 6 શત્રુઓમાંનો સહુથી મોટો શત્રુ છે ક્રોધ.
ક્રોધમાં એવી તો તાકાત છે કે કોઈ માણસ કંઇક અવિચારી પગલું ભરે અથવા બોલી નાખે તો એ માટે એને જીવનભર પસ્તાવું પડે છે. અને પસ્તાયા પછી પણ
“પછતાયે ક્યા હોવત જબ ચીડિયા ચુગ ગઈ ખેત”
વાળી પરિસ્થિતિ ઉભી થાય છે.
એક સમયે સાંભળેલો એક કિસ્સો યાદ આવી ગયો…

એક ગુરુ એ પોતાના શિષ્યોને પ્રશ્ન કર્યો કે જો તમારી પાસે 80,400 રૂપિયા હોય અને એમાંથી 10 રૂપિયા ઝૂંટવીને કોઈ ભાગવા લાગે તો શું કરશો?
શું તમે એની પાછળ દોડીને પેલા દસ રૂપિયા પાછા મેળવવા પ્રયત્ન કરશો?
કે પછી
80,390 રૂપિયા જ સલામત રીતે પોતાના પાસે રાખી આગળ વધી જશો.
એક શિષ્ય એ જવાબ આપ્યો કે ડહાપણ તો પહેલા દસ રૂપિયા પાછળ દોડવા કરતાં બાકીની રકમ પોતાની પાસે સલામત જાળવીને આગળ વધી જવામાં છે.
પોતાનો તર્ક સમજાવતાં શિષ્ય કહે છે કે દસ રૂપિયા એ 80,400 રૂપિયાનો સાવ મામૂલી ભાગ છે.

એવી નાની રકમ માટે ચોર પાછળ ન ભાગતાં બાકીની મોટી રકમ બચી ગઈ એનો સંતોષ લઈ આપણે આગળ વધવું જોઈએ.
ગુરુએ કહ્યું શાબાશ!!!
હવે તેમણે બધા શિષ્યોને ઉદ્દેશીને વાત કરી કે આજે 80, 400 રૂપિયા એટલે આખા દિવસની કુલ સેકન્ડ થાય.
હવે ધારી લો. 10 સેકન્ડ એવી આવે જ્યારે તમે કોઈ માણસ પર મગજ ગુમાવીને કાંઈક ઉતાવળું પગલું ભરી બેસો.

આ પણ વાંચો: #Column: બેરોજગારીની વકરતી જતી સમસ્યા – કોરોનાએ પડતા ઉપર પાટુ મારવાનું કામ કર્યું છે Column

અથવા
અણછાજતું વર્તન કરી બેસો. આમ કરશો તો તમે પેલી 80390 સેકન્ડ પણ બરબાદ કરશો. ભલાઈ પેલી 10 સેકન્ડને ભૂલી જવામાં છે.Column
જીવનમાં તમને અણગમતું કે અજુગતું બને તેને ભૂલી જાઓ. બાકીનો તમારા પાસે રહેલો 80390 સેકન્ડનો સમય ખૂબ કીમતી છે એને માણો અને મજા કરો.
બરાબર આ દ્રષ્ટાંત કથા મુજબ પેલા પતિએ પત્ની સાથે જે કંઈ ઝગડો કર્યો તે વાતને વિસારે પાડી જીવનને આગળ ચલાવવાનો કે અથવા પેલી 80390 સેકન્ડને અગત્યતા આપી જીવનને માણવાનો નિર્ણય લીધો હોત તો?

ના તો એણે સાત દિવસ એક ભિખારીની જેમ કોઈએ આપેલા અનાજ અને પાણી પર જીવવું પડ્યું હોત!!!
ના તો એણે 450 કિલોમીટર જેટલું અંતર ચાલતાં ચાલતાં એક જ કપડામાં અને સડકના કિનારે પડ્યા રહેવું પડ્યું હોત.
ના તો 450 કિલોમીટર પદયાત્રા કરવી પડી હોત અને
ના તો નિયમનો ભંગ કરવા માટે 35 હજાર જેટલો દંડ ભરવો પડ્યો હોત

સવાલ હતો પેલી કટોકટીની દસ સેકન્ડ ભૂલી જઈને નિર્ણય લઈને ચાલવાનો અને જીરવી જવાનો.
દોસ્તો વાત નાની છે પણ એને અનુસરવાથી ઘણાં ગંભીર પરિણામોથી બચી જવાય છે!!!!

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9