Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: બ્રિટનમાં દેખાયેલો નવો વાયરસ 70 ટકા વધુ ચેપ ફેલાવે છે પણ એટલો ઘાતક નથી

#Column: બ્રિટનમાં દેખાયેલો નવો વાયરસ 70 ટકા વધુ ચેપ ફેલાવે છે પણ એટલો ઘાતક નથી

0
218

Column

ડૉ. જય નારાયણ વ્યાસ: 21 ડિસેમ્બર 2020ને સોમવારે ભારતીય શેરબજારમાં છેલ્લાં સાત મહિનાનો સૌથી મોટો કડાકો બોલ્યો. સેન્સેક્સ દિવસમાં 2000 પોઈન્ટ સુધી ગગડ્યો પછી થોડો સુધરી 1406ના ઘટાડે બંધ રહ્યો. ડિસેમ્બર પછી જે રીતે શેરબજાર વધ્યું હતું તેમાં આ ઘટાડાના કારણે રોકાણકારોના 6.59 લાખ કરોડ ઘટ્યા. આનું કારણ?

ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસનો એક નવો પ્રકાર મળી આવ્યો છે. આ નવો પ્રકાર 70 ટકા વધુ ઝડપે ચેપ ફેલાવે છે. જો કે મોતમાં વધારો થતો હોવાનું હજુ જણાતું નથી. દરમિયાનમાં દુનિયામાં કોરોનાથી થતા મૃત્યુની સંખ્યા 21 ડિસેમ્બર 2020ની સ્થિતિમાં 17 લાખને પાર કરી ગઇ છે. આમાં 3.25 લાખ સાથે અમેરિકા ટોચ પર છે ત્યારબાદ 1.87 લાખ સાથે બ્રાઝિલ બીજા ક્રમે અને 1.46 લાખ સાથે ભારત ત્રીજા નંબરે છે.Column

વિશ્વમાં કોરોનાથી હવે રોજ 10 હજારથી વધુ મૃત્યુ થાય છે. ભારતમાં આ સરેરાશ 350ની છે. વાયરસ સતત પોતાના ગુણ બદલતો રહે છે. મોટાભાગે આ કારણથી એ નબળો પડી સમાપ્ત થઈ જાય છે
પણ ક્યારેક અનેક ઘણો મજબૂત અને ઘાતક બની જાય છે. આ પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે વિજ્ઞાનીઓ એક રૂપને સમજી શકે તે પહેલાં બીજું સ્વરૂપ આવી જાય છે. બ્રિટનમાં કોરોનાવાયરસે જે રૂપ બદલ્યું છે તેને વીયુઆઈ-202012-01ની સંજ્ઞા અપાઇ છે. આ વાયરસ અગાઉના ડી614જી અથવા 222વી પ્રકારના વાયરસ કરતાં 70 ટકા વધુ ઝડપથી ફેલાય છે. હોઈ શકે કે કોઈ નબળી રોગપ્રતિરોધક શક્તિ ધરાવતા વ્યક્તિના શરીરમાં આ વાયરસ ઉછર્યો હોય. નેધરલેન્ડ, ડેન્માર્ક, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઈટાલીમાં પણ વાયરસનું નવું સ્વરૂપ જોવા મળ્યું છે. આમ છ દેશોમાં કોરોનાનું નવું સ્વરૂપ જોવા મળ્યું છે.Column

બ્રિટનમાં ઉભી થયેલા આ કટોકટીને ધ્યાને રાખીને ઘણા દેશોની માફક ભારતે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ 31 ડિસેમ્બર 2020 સુધી બંધ કરી છે. વુહાનમાં દેખાયો ત્યારથી કોરોનાવાયરસ સ્વરૂપ બદલતો રહ્યો છે. કોઈપણ વાયરસ સ્વરૂપ બદલે એ નવું નથી. પણ અગાઉ જણાવ્યું તેમ ક્યારેક નવું સ્વરૂપ ઘાતક સાબિત થઈ શકતું હોય છે. બ્રિટનમાં જોવા મળેલું નવું સ્વરૂપ વાયરસ વધુ ઝડપથી ફેલાય તે પ્રકારનું છે. વાયરસમાં ફેરફાર થાય એ નવી વાત નથી તેમજ દરેક વખતે વાયરસનું બદલાયેલું સ્વરૂપ પહેલા કરતા વધુ ઘાતક હોય તેવું પણ નથી હોતું. આજની પરિસ્થિતિમાં બ્રિટનમાં બદલાયેલ વાયરસનું જે સ્વરૂપ સામે આવ્યું છે તેનાથી બચવા પૂરતું તો સાવધાની રાખીએ તો જ સલામતી છે એ સમજવું જોઈએ.

આ પણ વાંચો: #Column: ઠાકોરભાઈને મન નાનામોટા સહુ સરખા Column

બ્રિટિશ સંશોધકોને શરૂઆતથી અત્યાર સુધીમાં વાયરસના સ્વરૂપમાં 17 ફેરફાર જોવા મળ્યા છે. તેને કારણે વાયરસ પહેલા કરતાં 70 ટકા વધુ લોકોને સંક્રમિત કરી શકે છે.ભારતમાં 21 ડિસેમ્બરની સ્થિતિએ કોરોનાના 1 કરોડ 75 હજારથી વધુ કેસ સંક્રમિત થયા અને 1 લાખ 46 હજારથી વધુ મૃત્યુ થયા. ભારતની વિશાળ જનસંખ્યા જોતા અત્યારે પણ માસ્ક, સેનીટેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડે છે ત્યારે જો આ નવો વાયરસ દેશમાં આવે તો શું થાય? દરમિયાન ઉપલબ્ધ માહિતી અનુસાર બ્રિટનથી છેલ્લાં એક મહિનામાં એટલે કે નવેમ્બર 20, 2020 પછી 50,832 વ્યક્તિઓ ભારત આવી. એ દરમિયાન 4374 લોકો અમદાવાદ આવ્યા છે. મંગળવાર તા. 22 ડિસેમ્બર 2020ના દિવસે 1500 વ્યક્તિઓ બ્રિટનથી આવી તેમાંથી 23 સંક્રમિત હતી. લંડનથી 21 ડિસેમ્બરે રાત્રે 9:00 વાગે અમદાવાદ માટે 2020ની છેલ્લી ફ્લાઇટે ઉડાન ભરી. એમાં ક્રૂ મેમ્બર અને પેસેન્જર મળી કુલ 275 વ્યક્તિઓ મંગળવાર તા. 22 ડિસેમ્બરે સવારના 10:30 વાગે અમદાવાદ પહોંચ્યા. આ ફ્લાઇટના પેસેન્જરોનો RTPCR ટેસ્ટ કરાયો જેમાં કુલ ચાર પોઝીટીવ આવ્યા જેમને SVP હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યારે બાકીનાને ઘરે જવા દેવાયા છે. આ લોકોને ઘરે સાત દિવસ ક્વોરેન્ટીનમાં રહેવું પડશે. Column

ભારતે આ સ્ટ્રેઇનને ઓળખવાની કવાયત શરૂ કરી છે. નિષ્ણાતોમાં એક બાબતે સહમતી દેખાય છે કે બ્રિટનમાં ઉદભવેલું આ નવો વાયરસ ટ્રેન ભલે વધુ સંક્રામક હોય પરંતુ વધુ ઘાતક નથી અને તમામ પ્રકારની રસીઓ તેના પર અસર કરશે એટલે રસી બાબતે બહુ ચિંતાનું કારણ દેખાતું નથી.Column

પણ મૂળ ચિંતા બે હોવી જોઈએ. પહેલી, આ વાયરસની સંક્રમણ શક્તિ 70 ટકા વધારે છે. આપણે ત્યાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટેશન તેમજ ટોળામાં ભેગું નહીં થવું બાબતે હજુ પણ ગંભીરતા દેખાતી નથી ત્યારે આ વાયરસ જો દેશમાં ફેલાવાનો શરૂ થાય તો સુકા ઘાસમાં આગનો તણખો પડે અને જે ઝડપથી આગ ફેલાય લગભગ તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.

બીજુ, જે લોકો છેલ્લી ફ્લાઇટમાં મંગળવારે સવારે અમદાવાદ ઉતાર્યા તેમાં જો 4 સંક્રમિત હતા અને મંગળવારે બ્રિટનથી ભારત આવેલા કુલ 1500માં 23 સંક્રમિત હોય તો હવાઈ મુસાફરી દરમિયાન તેમના કારણે અન્ય સહપ્રવાસીઓમાં પણ આ રોગ ફેલાવાની શક્યતા નકારી શકાય નહીં. આવા કેટલા લોકો હશે તે કોઈનેય ખ્યાલ નહીં આવે. એટલે હમણાં જે ઘરમાં આવા મહેમાનો છે તેમણે સખ્તાઈથી ક્વોરેન્ટીન પાળવું જોઈએ અને સંક્રમણનું જરા જેટલું લક્ષણ દેખાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગના તંત્રને એક નાગરિકની જવાબદારી તરીકે જાણ કરવી જોઈએ. Column

જોકે નીતિ આયોગના સભ્ય અને મેડિકલ ડોક્ટર વી. કે. પોલે કહ્યું છે કે બ્રિટનમાં નવા પ્રકારનો જે વાયરસ સામે આવ્યો છે તે હજુ સુધી ભારતમાં દેખાયો નથી. તેમણે એમ પણ કહ્યું છે કે વાયરસના નવા સ્વરૂપથી કોરોનાની હાલની રસીની શક્યતા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે એટલું જ નહીં પણ ભારત અને અન્ય દેશોમાં જે વેક્સિન વિકસાવાઇ રહી છે તેનાથી નવા વાયરસની સારવાર પણ શક્ય બનશે. આપણે આશા રાખીએ કે આ સાચું પડે. આમ છતાંય આવનાર 15 થી 20 દિવસ ભારત માટે બ્રિટનના જેવી એક નવી કટોકટી ઊભી થાય તેવી શક્યતાઓવાળા દેખાય છે. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટેશન તેમજ માસ્કની સાથોસાથ ટોળે વળવાના કોઇ પણ પ્રસંગથી દૂર રહીએ એ આજના સમયની તાતી જરૂરિયાત છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9