Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: ઘુવડ અને ચામાચીડિયાની સભાએ પસાર કરેલો ઠરાવ – અંધકાર જ શાશ્વત સત્ય છે; પ્રકાશ એ તો માત્ર ભ્રમણા છે

#Column: ઘુવડ અને ચામાચીડિયાની સભાએ પસાર કરેલો ઠરાવ – અંધકાર જ શાશ્વત સત્ય છે; પ્રકાશ એ તો માત્ર ભ્રમણા છે

0
192

ડૉ. જય નારાયણ વ્યાસ: સંસ્કૃતમાં એક શ્લોક છે –

दिवा पश्यति नोलुक,
काको नक्तम् नपश्यति।
अपूर्व: को अपिकामान्धो,
दिवा नक्तम् नपश्यति॥

અર્થ થાય ઘુવડ દિવસે જોઈ શકતું નથી, કાગડો રાતે જોઈ શકતો નથી, પણ કામ એટલે કે વાસનાથી ઘેરાયેલો માણસ દિવસે કે રાત્રે જોઈ શકતો નથી.

માણસના છ શત્રુઓ છે – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ (અભિમાન) અને મત્સર (ઈર્ષ્યા-અદેખાઈ).

આ છ શત્રુમાંથી એક પણ જ્યારે માણસના શરીરમાં પ્રવેશ કરે છે એની બુદ્ધિનાં બારણાં બંધ થઈ જાય છે.

ધૃતરાષ્ટ્રનો એના સંતાનો પ્રત્યે આંધળો મોહ ન હોત તો મહાભારત ન થયું હોત.

શિવજીનું તપ ભંગ કરવા માટે મર્યાદા છોડીને કામદેવ પ્રવૃત્ત ન થયા હોત તો એ બળીને ભસ્મ ન થઈ જાત.

અતિ ક્રોધાવેશમાં આવીને જો ભગવાન શ્રીકૃષ્ણ રથનું પૈડું લઈને મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહને મારવા ધસી ન ગયા હોત તો એમના વચનનો ભંગ ન થાત.

ધનનંદ કે જરાસંઘ પોતાની તાકાતના મદથી છકી ન ગયા હોત તો એમનો નાશ ન થાત.

મત્સર એટલે પારકાની ચડતી સહન ન કરવાપણું, અદેખાપણું, અદેખાઈ

અતિલોભ એ પાપનું મૂળ છે. એ લોભમાં ખેંચાઈને અનેક બરબાદ થયા છે.

આમ મદ એટલે કે સત્તાનું અભિમાન ભાન ભુલાવે છે.

આવા અભિમાનીની આજુબાજુ જીહજુરીયાઓનું એક ટોળું ભેગું થાય છે.

આવા અભિમાનીને સાચું જોવું કે સાંભળવું ગમતું નથી.

ધોળા દિવસે બપોરના સૂર્યપ્રકાશમાં પણ એ સાચું જોઈ શકતો નથી.

આને ઘુવડ નીતિ કહેવાય.

ઘુવડનાં દરબારી ચામાચીડિયાં પણ દિવસે જોઈ શકતાં નથી.

એક વખતે જંગલનાં બધાં ચામાચીડિયા ભેગાં થયાં.

એમણે ઘુવડના અધ્યક્ષસ્થાને એક સભા ભરી.

સભામાં ઠરાવ પસાર થયો –
‘અંધકાર જ શાશ્વત સત્ય છે
પ્રકાશ એ તો માત્ર ભ્રમણા છે.’

આ ઠરાવ સર્વાનુમતે પસાર થઈ ગયો.

અધ્યક્ષ ઘુવડ રાજીના રેડ થઈ ગયું.

અત્યાર સુધી ‘અંધેરા કાયમ રહે છે’ એનું એકલાનું સુત્ર હતું.
હવે ચામાચીડિયાઓએ ‘અંધકાર જ સત્ય છે અને પ્રકાશ એ માત્ર ભ્રમણા છે’ એ વાત પર સર્વાનુમતે મંજૂરીની મહોર મારી દીધી.

ઘુવડ અને ચામાચીડિયાની દુનિયામાં અંધકાર જ સત્ય બનીને પ્રવર્તે છે.

પ્રકાશ હોઈ શકે એ સ્વીકારવાની પણ એમની તૈયારી હોતી નથી.

આ પણ વાંચો: #Column: આ ચાર પ્રકારના માણસોમાંથી કોઈ પણ એક પ્રકારની વ્યક્તિ સાથે તમારે કઈ રીતે પનારો પાડવાનો છે તે સમજી લો

આમાં કોનો વાંક કાઢીશું?

ઘુવડનો?

ચામાચીડિયાનો?

કે પછી પોતાના અસ્તિત્વને ઘુવડ અને ચામાચીડિયાની જમાતમાં સામેલ નહીં કરી શકનાર પ્રકાશનો?
અલબત્ત વાંક તો આપણે પ્રકાશનો જ કાઢવો પડશે!!

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat