રાજકોટ: 12 વર્ષ પછી ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી કરનારા સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટનું જોરદાર પ્રદર્શન ચાલુ છે. જયદેવ ઉનડકટે રણજી ટ્રોફી ગ્રુપ-બીની એક મેચમાં દિલ્હી વિરૂદ્ધ પ્રથમ ઓવરમાં જ હેટ્રિક લઇને ઇતિહાસ રચ્યો હતો. તે રણજી ટ્રોફિના ઇતિહાસમાં પ્રથમ ઓવરમાં વગર રન આપ્યે હેટ્રિક ઝડપનાર પ્રથમ બોલર બની ગયો છે. ઉનડકટે ઓવરના ત્રીજા,ચોથા અને પાંચમા બોલ પર ધ્રુવ શોરે, વૈભવ રાવલ અને દિલ્હીના કેપ્ટન યશ ઢુલને પોતાનો શિકાર બનાવ્યો હતો.
Advertisement
Advertisement
મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. IPLમાં લખનઉં સુપરજાયન્ટ માટે છાપ છોડનારા યુવા આયુષ બડોની રણજી ટ્રોફીની ગ્રુપ બીમાં દિલ્હી માટે ઇનિંગની શરૂઆત કરવા ઉતર્યો હતો. બડોનીની આ ડેબ્યૂ મેચ છે જ્યારે કેપ્ટન યશ ઢુલ ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો.
ખતરનાક ફોર્મમાં ચાલી રહેલા વિપક્ષી ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટે પ્રથમ ઓવરમાં જ મોરચો સંભાળ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર તેને ધ્રુવ શોરેને ક્લિન બોલ્ડ કર્યો હતો. લેફ્ટ આર્મ પેસરે બીજા બોલ પર વૈભવ રાવલને પોતાનો શિકાર બનાવ્યો હતો. તે હાર્વિક દેસાઇના હાથે કેચ આઉટ થયો હતો. તે બાદ જયદેવ ઉનડકટે કેપ્ટન યશ ઢુલને LBW કર્યો હતો. રણજી ટ્રોફીની મેચમાં પ્રથમ ઓવરમાં જ હેટ્રિક લેનાર જયદેવ ઉનડકટ પ્રથમ બોલર બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રથમ ઓવરમાં હેટ્રિક લેવાનું કારનામુ ઇરફાન પઠાણે કર્યુ હતુ. 2006માં પાકિસ્તાન વિરૂદ્ધ કરાચી ટેસ્ટમાં પ્રથમ ઓવરમાં ઇરફાન પઠાણે હેટ્રિક ઝડપી હતી. તે આમ કરનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો હતો. ઉલ્લેખનીય છે કે 2010 પછી જયદેવ ઉનડકટની બાંગ્લાદેશ વિરૂદ્ધ ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ હતી અને તેને સારૂ પ્રદર્શન કર્યુ હતુ.
Advertisement