Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > સુખે સાંભરે સોની અને દુ:ખે સાંભરે રામ- ડૉ. જય નારાયણ વ્યાસ

સુખે સાંભરે સોની અને દુ:ખે સાંભરે રામ- ડૉ. જય નારાયણ વ્યાસ

0
123

આજે રજાનો દિવસ છે.Jayanarayana Vyas Blog
સવાર થોડી મોડી શરૂ થઇ છે.
હજુ પણ આંખ અડધી મીંચાયેલી જ છે.
બાજુમાં પાડોશીને ત્યાં પુરાણાં ચલચિત્રનાં ગાયનો વાગે છે.
અત્યારે વાગી રહ્યું છે –
“સુખ કે સબ સાથી દુઃખમેં ના કોઈ Jayanarayana Vyas Blog
મેરે રામ, મેરે રામ, તેરા નામ એક સાંચા દૂજા ના કોઈ”
આપણે આખી જિંદગી આપણી ધૂનમાં જ મસ્ત હોઈએ છીએ ને.
સારી આવક છે, ઘર છે, પત્ની છે, બાળકો છે,
દોડાદોડીનો આ સમય છે.
પૂજાપાઠ કરવા કે મંદિરે જવાની વાત?
છોડ ને યાર, આખી જિંદગી પડી છે.
આ સંદર્ભમાં જ કહેવાયું છે –
‘સુખે સાંભરે સોની અને દુ:ખે સાંભરે રામ’
હરિસ્મરણ અને તમને જેનામાં શ્રદ્ધા હોય તે કોઈ એક ઉપાસના જીવન માટે જરૂરી છે.
બધા દિવસો સરખા નથી જતા અને જ્યારે નાનીમોટી કોઈપણ મૂંઝવણ આવે કે આપત્તિ આવે ત્યારે જેના શરણમાં જઈ શકાય, પ્રાર્થના કરી શકાય અને શાતા મળે તે જરૂરી ખરું કે નહીં?
પ્રાર્થનાનું આ તો મહત્વ છે.
એ ફેમિલી ધેટ પ્રેઝ ટુગેધર સ્ટેઝ ટુગેધર
કુટુંબ રાત પડે એક સાથે બેસીને જમે અને જમતાં પહેલાં આવું કિલકિલાટ કરતું કુટુંબ પોતાને મળ્યું છે તે માટે ઈશ્વરનો આભાર માને તો તણાવમુક્ત થઈને જમી શકે છે.
અને એથીય વધારે કુટુંબના એકેએક સભ્યના મનમાં પડેલી લાગણી કે પ્રેમને અંકુરિત કરી શકીશું.
યાદ રાખજો દોસ્તો – એ ફેમિલી ધેટ પ્રેઝ ટુગેધર સ્ટેઝ ટુગેધર
અને રામને તો વિસારો જ નહીં.
સુખમાં તો એની સૌથી વધારે જરૂર છે જેથી તમારી બુદ્ધિ સન્માર્ગે પ્રેરાયેલી રહે અને બધું સમુસૂતર ચાલે.
આવજો દોસ્તો!
રાજી રહેજો!!