Gujarat Exclusive > રાજનીતિ > જયા બચ્ચન પશ્ચિમ બંગાળમાં મમતાના સમર્થનમાં મેદાનમાં ઉતર્યાં, કરશે પ્રચાર

જયા બચ્ચન પશ્ચિમ બંગાળમાં મમતાના સમર્થનમાં મેદાનમાં ઉતર્યાં, કરશે પ્રચાર

0
27
  • બંગાળનાં CM મમતાની અપીલને માની સપા નેતા ટેકામાં આવ્યાં

નવી દિલ્હીઃ દેશમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ ચરમસીમાએ છે. તેમાં પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનરજીના સમર્થન (Jaya Bachchan support Mamata)માં અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીનાં નેતા જયા બચ્ચન પણ મેદાનમાં ઉતાર્યા છે. તેઓ આવતીકાલ મંગળવારથી ટીએમસી માટે પ્રચારનો આરંભ કરશે.

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે ત્રીજા તબક્કા, આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કામાં જ્યારે તમિલનાડુ, કેરળ અને પુંડુચેરીમાં એક માત્ર તબક્કામાં મતદાન થવાનું છે.

આ વખતની બંગાળની ચૂંટણી ટીએમસી અને ભાજપ ખાસ કરીને સીએમ મમતા બેનરજી અને ભાજપના ચાણક્ય કેન્દ્રીય મંત્રી અમિત શાહ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે. બંને પાર્ટીએ અત્યાર સુધી ચૂંટણી પ્રચારમાં એડીચોટીનો જોર લગાવી રહી છે. ત્યારે હવે સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચન પણ ટીએમસીના સમર્થનમાં ઉતરવાના છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મમતા બેનર્જીએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોને ભાજપ વિરૂદ્ધ એકજૂથ થવા ચિઠ્ઠી લખી હતી.

આ પણ વાંચોઃ બંગાળ: મોદી-શાહ પર મમતાનો પ્રહાર, કહ્યું- આટલા ખરાબ PM અને ગૃહમંત્રી જોયા નથી

મમતાએ લખેલા પત્રની અસર

આ ચિઠ્ઠીની અસર વર્તાઈ હતી તથા જયા બચ્ચન રવિવારે મોડી સાંજે કોલકાતા પહોંચી ગયા હતા અને સોમવારે તેઓ ટાલીગંજ ખાતેથી ટીએમસીના ઉમેદવાર અરૂપ બિસ્વાસ (Jaya Bachchan support Mamata)માટે રેલી કરશે. બિસ્વાસ ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. નંદીગ્રામ બાદ આ બેઠકને હોટ સીટ માનવામાં આવે છે કારણ કે, ટીએમસી ઉમેદવાર અહીંથી 3 વખત ધારાસભ્ય બની ચુક્યા છે અને બીજી બાજુ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો પણ આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

બાબુલ સુપ્રિયો ટીએમસીના ઉમેદવારને આકરી ટક્કર આપી શકે છે કારણ કે, એક તો તેઓ બંગાળના પ્રસિદ્ધ ગાયક છે અને બીજું કે તેઓ ત્યાંના સિનેમા પર સારી પકડ ધરાવે છે. ઉપરાંત ટાલીગંજ બાંગ્લા સિનેમાનો ગઢ પણ છે. જયા બચ્ચન ભલે જબલપુરના હોય પરંતુ તેઓ મૂળ બંગાળના છે અને આ કારણે જ અમિતાભને બંગાળના જમાઈ પણ કહેવામાં આવે છે.

જયા બચ્ચન આજે સાંજે 3.30થી 4.15 સુધી તૃણમુલ ભવનમાં રોકાયા. પછી તેમની એક સભા અને રોડશોનો કાર્યક્રમ હતો. તેમણે મતદારોને ટીએમસીના પક્ષમાં વોટ નાંખવાની અપીલ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ જયા બચ્ચન 5થી 8 એપ્રિલ સુધી ટીએમસી ઉમેદવારો માટે બંગાળમાં ચૂંટણી પ્રચાર (Jaya Bachchan support Mamata)કરવાના છે.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં બીજેપીની સરકાર બનશે નહીં તો દેશની સુરક્ષાને ખતરો: શાહ

જયા બચ્ચન દ્વારા મહિલા મતદારો પર નજર

નોંધનીય છે કે અભિનેતા મિથુન ચર્કવર્તી ભાજપ માટે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપ જ્યાં મિથુ થકી ફિલ્મી માહોલ જમાવી મતદારોની રિઝવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યાં ટીએમસીએ જયા બચ્ચન દ્વારા મહિલા ઉમેદવારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat