Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > માત્ર 4,444ના હપ્તામાં ઘરે લાવો JAWA મોટરસાયકલ, આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને આપી જાણકારી

માત્ર 4,444ના હપ્તામાં ઘરે લાવો JAWA મોટરસાયકલ, આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને આપી જાણકારી

0
420

નવી દિલ્હી: આ દિવાળી જો તમે બાઇક લાવવાનું વિચારી રહ્યા છો તો સૌથી લોકપ્રીય મોટરસાયકલ JAWA સરળ હપ્તા પર મળી રહી છે. આ તહેવારની સીઝનમાં માત્ર 4,444 રૂપિયાના સરળ હપ્તા પર JAWA બાઇક ખરીદી શકો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ બુધવારે તહેવારની સીઝનમાં બાઇકની ડિલિવરીનું આશ્વાસન આપતા ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ક્લાસિક લિજેન્ડ્સે ઐતિહાસિક મોટરસાયકલ બ્રાન્ડ JAWAને દેશમાં ફરીથી રજૂ કરી છે. કંપનીએ JAWAના ત્રણ નવા મોડેલો બજારમાં લોન્ચ કર્યા છે. તેમાં JAWA 42, અને JAWA Perak, JAWA 300 સામેલ છે.

ભારતમાં જાવાના આ મોડેલના ભાવની વાત કરીએ તો, JAWA 42ની કિંમત 1,65,000 રૂપિયા (એક્સ શોરૂમ) છે, જ્યારે JAWA Perakની કિંમત 1,89,000 (એક્સ-શોરૂમ) છે. જ્યારે JAWA 300 (એક્સ શોરૂમ)ની કિંમત 1,74000 રૂપિયા છે. JAWA Perak સેલ્ફ-સ્ટાર્ટ મોડેલના એન્જિનની વાત કરીએ તો તેમાં 334.0 સીસીનો એન્જિન છે. 30.22 બીએચપી અને આરપીએમ તેમજ 35 Kmpl સુધીની માઇલેજ આપે છે.

આ પણ વાંચો: 5 કેમેરાવાળો Honor 10X Lite સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

JAWA 42ની વાત કરીએ તો, તેમાં 293.0 સીસીનો એન્જિન છે. જે 27.00 બીએચપી અને આરપીએમ મહત્તમ પાવર જનરેટ કરે છે. જો કંપનીનું માનીએ તો આ મોડેલ 37.5 Kmpl માઇલેજ આપે છે. તેમાં સેલ્ફ સ્ટાર્ટ સાથે ફ્યુઅલ ઇન્જેક્શન 6 સ્પીડ ટ્રાન્સમિશન છે. જ્યારે JAWA 300માં 293.0 સીસી એન્જિન છે. સાથે જ 26.0 બીએચપી અને આરપીએમ પાવર પણ જનરેટ કરે છે. માઇલેજ વિશે વાત કરીએ, તો તે 37.5 Kmplની માઇલેજ આપે છે. આ ઉપરાંત તેમાં સેલ્ફ સ્ટાર્ટ અને કાર્બ્યુરેટર ઇગ્નીશન અને 6 સ્પીડ ટ્રાન્સમિશન મળે છે.

કલર વેરિએન્ટની વાત કરીએ તો JAWA , Black, Grey અને Maroon 3 કલરમાં ઉપલબ્ધ છે, જ્યારે JAWA 42ના 6 કલરમાં Halley Teal, Galactic Green, Starlight Blue Lumos Lime, Nebula Blue અને Comet Red સામેલ છે.