Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > T-20 વલ્ડ કપની સેમીફાઈનલ પહેલા જ ઈંગ્લેન્ડને મોટો ઝટકો, આ ખેલાડી નહી રમી શકે મેચ

T-20 વલ્ડ કપની સેમીફાઈનલ પહેલા જ ઈંગ્લેન્ડને મોટો ઝટકો, આ ખેલાડી નહી રમી શકે મેચ

0
64

ટીમ ઈંગ્લેન્ડના બેટ્સમેન જેસન રોટ ઈજાને કારણે ટી-20 વલ્ડ કપમાંથી બહાર થયો છે. જેસનની ઈજાને કારણે હાલ તે રમી શકે તેમ નથી જે ટીમ ઈંગ્લેન્ડ માટે મોટો ઝટકો સાબીત થઈ શકે તેમ છે. તેના સ્થાને જેમ્સ વિન્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિન્સે રિઝર્વ તરીકે ટીમની સાથે હાજર હતો. જેસન રોય કાલ્ફ ઈંજરીને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈસીબીએ તેની જાણકારી આપી છે.

ઈંગ્લેન્ડને યૂએઈમાં ચાલી રહેલા ટી20 વિશ્વકપમાં બીજો ઝટકો લાગ્યો છે. જેસન રોય પહેલા ફાસ્ટ બોલર ટાઇમલ મિલ્સ પણ ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. તેના સ્થાને ફાસ્ટ બોલર રીસ ટોપ્લેને ઈંગ્લેન્ડ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જેસન રોયને શનિવારે સુપર-12 મેચમાં સાઉથ આફ્રિકા સામે ઈજા થઈ હતી. ત્યારબાદ તે મેદાનની બહાર જતો રહ્યો હતો.

ટૂર્નામેન્ટમાંથી બહાર થવા પર જેસન રોયે કહ્યુ કે, હું વિશ્વકપમાંથી બહાર થવાથી ખુબ દુખી છું. આ એક કડવી ગોળી છે. હું ટીમના સાથીઓને સપોર્ટ કરીશ અને મને આશા છે કે અમે ટ્રોફી જીતીશું. આ અત્યાર સુધી એક અવિશ્વસનીય યાત્રા રહી છે અને આગળ પણ ખુબને વ્યસ્ત રાખવા પર ફોકસ કરવાનું જારી રાખીશ. ઈંગ્લેન્ડે હવે બુધવારે સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ઈંગ્લેન્ડનું આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન રહ્યું છે. માત્ર સાઉથ આફ્રિકા સામે તેણે હારનો સામનો કરવો પડ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat