Gujarat Exclusive > દેશ-વિદેશ > જાપાનીઝ રેસ્ટોરા દ્વારા ડિલિવરીમાં બોડી બિલ્ડરોનો અનોખો પ્રયોગ

જાપાનીઝ રેસ્ટોરા દ્વારા ડિલિવરીમાં બોડી બિલ્ડરોનો અનોખો પ્રયોગ

0
144

કોરોનાના લીધે બેરોજગાર થયેલા જિમના બોડીબિલ્ડરોનો ડિલિવરીમાં ઉપયોગ

નવી દિલ્હીઃ જાપાન (Japan)માં સુશી રેસ્ટોરાના અનોખા ડિલિવરી પ્રયોગે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. તેણે કોરોનાની વચ્ચે વેચાણ વધારવા માટે ડિલિવરી બોય્સ તરીકે બોડીબિલ્ડર્સ (Bodybuilders)નો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. બીજા શબ્દોમાં કહીએ તો રેસ્ટોરા મેચો મેન (Macho man) દ્વારા ડિલિવરી કરાવે છે. તેથી તેની ડિલિવરી (Delivery)ને મેચો ડિલિવરી પણ કહેવામાં આવે છે.

આ પ્રકારની મેચોમેન સર્વિસ 41 વર્ષના શેફ અને બોડીબિલ્ડર મસાનોરી સુગિઉરાનો વિચાર છે. તેઓ શેફ હોવાની સાથે સારા બોડીબિલ્ડર પણ છે. અંજોમાં 60 વર્ષષ જૂની સુથી રેસ્ટોરા ઇમાઝુશીના ત્રીજી પેઢીના માલિક સુગીઉરા પોતે ટોચના બોડી બિલ્ડરોમાં એક છે, એમ જાપાન ટાઇમ્સે જણાવ્યું હતું. અખબારી વેબસાઇટ મુજબ બોડીબિલ્ડરો ડિલિવરી માટે જાય ત્યારે ગ્રાહકની વિનંતી પર શર્ટ ઉતારી તેમને ફોટે ખેંચવા દે છે. ગ્રાહકો પણ સલામત અંતરેથી તેમનો ફોટો ખેંચે છે.

આ પણ વાંચોઃ બ્રિટન: બર્મિઘમમાં અનેક લોકો પર ચાકુથી હુમલો, પોલીસે એરિયા ખાલી કરાવ્યો

કોરોના વાઇરસ ફેલાવવાના લીધે દેશના હોસ્પિટાલિટી સેક્ટર પર સૌથી વધારે અસર પડી છે. લોકો બહાર હોટેલમાં જમવા જતા ડરે છે. તેથી મેં પાંચ બોડી બિલ્ડરના ગ્રૂપની સાથે ડિલિવરી સાથે ફનને ધ્યાનમાં રાખીને મેચોમેન દ્વારા ડિલિવરીનું કામ શરૂ કર્યુ, એમ તેમણે વેબસાઇટને જણાવ્યું હતું.

આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી વર્લ્ડ બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ત્રીજા સ્થાને આવેલા શેફે તેના હરીફોને હાયર કર્યા હતા, જે જિમમાં કામ કરે છે અને તેમણે રોગચાળાના લીધે નોકરી ગુમાવી હતી.

તેમની આ પ્રકારની અનોખી ડિલિવરી સર્વિસિસે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. આના પગલે રેસ્ટોરાની સત્તાવાર વેબસાઇટ પર ધસારો વધ્યો છે અને હાલમાં તે વ્યસ્ત દિવસોમાં 8થી 10 ઓર્ડર મેળવે છે અને આ સર્વિસમાંથી 15 લાખ યેનની કમાણી કરે છે.