Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > જાપાન: ગરમ પાણીમાં રોજ સ્નાન કરવાથી રોગ મુક્ત રહે છે શરીર

જાપાન: ગરમ પાણીમાં રોજ સ્નાન કરવાથી રોગ મુક્ત રહે છે શરીર

0
71

શિન્યા હાયાસાકા મેડિકલ ડોક્ટર છે અને ટોક્યો સિટી યૂનિવર્સિટીમાં ભણાવે છે. તેઓ બે દશકાથી સ્વાસ્થ્ય પર ગરમ પાણીના કુદરતી ઝરણા”ઓનસેન”માં સ્નાન કરવાથી શરીર પર થતી અસર પર કામ કરી રહ્યાં છે. આ પરંપરા પાછળું વિજ્ઞાન હવે એક કલાના રૂપમાં સામે આવ્યો છે. હાયાસાકાનું કહેવું છે, લગભગ 20 વર્ષ પહેલા, એક વૃદ્ધ દર્દીની ઘર ઉપર દેખરેખ રાખનાર એક નર્સે મારા પાસે સલાહ માંગી હતી. તે ચિંતિત હતી કેમ કે, દર્દીને હાઈ બ્લડપ્રેશની ફરિયાદ હતી અને તે નક્કી કરવું ખુબ જ મુશ્કેલ હતું કે, સ્નાન કરવું સુરક્ષિત છે.

હાયાસાકા કહે છે કે, “તે સમયે આ પ્રશ્નનો જવાબ આપવા માટે કોઈ વૈજ્ઞાનિક શોધ ઉપલબ્ધ નહતી અને મને લાગ્યું કે, તેના માટે વૈજ્ઞાનિક પૂરાવાઓની જરૂરત હતી.” હાયાસાકાનું પ્રથમ પેપર મે 1991માં ધ જર્નલ ઓફ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત થયું. આ શોદમાં વૃદ્ધોને ગરમ પાણીમાં સ્નાન દરમિયાન દેખરેખની વાત કરવામાં આવી હતી. પરંતુ ટૂંક જ સમયમાં તેમને પોતાના શોધનું વિસ્તાર કરીને તેમાં જાપાનની દૈનિક સ્નાન સંસ્કૃતિને સામેલ કરી લીધી.

કુદરતી ગરમ ઝરણા

જાપાનમાં લગભગ 27,000 કુદરતી ગરમ ઝરણા છે જે પ્રાચીન સમયમાં લગભગ દરેક માટે ગરમ પાણીનો સ્ત્રોત હતો. આ સાથે જ સ્નાન દેશની રાષ્ટ્રીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો. જેમાં ધર્મે પણ એક ભૂમિકા નિભાવી હતી. અનેક મંદિર સ્થાનિક લોકોને મુફ્ત સ્નાનની સુવિધા પણ આપતા હતા. કેટલાક બોદ્ધ સૂત્રોમાં પણ નિયમિત સ્નાનની ભલામણ કરવામાં આવી છે.

1960 ના દાયકા સુધી મોટાભાગના જાપાની ઘરોમાં બાથરૂમ નહોતા, અને લોકો નજીકના જાહેર બાથરૂમમાં ભેગા થતા હતા. સાથે મળીને સ્નાન કરવો એક સામાજિક કાર્યક્રમ બની ગયો હતો. દેશમાં આજે લગભગ દરેક ઘરમાં બાથરૂમ છે, પરંતુ તે છતાં કેટલાક સાર્વજનિક સ્નાનઘર છે.

હયાસાકા સમજાવે છે, “નિયમિત સ્નાન કરવાના ત્રણ મુખ્ય સ્વાસ્થ્ય લાભો છે- ગરમી, હળવાશ અને હાઇડ્રોસ્ટેટિક દબાણ. વ્યક્તિગત સ્વચ્છતા આરોગ્ય માટે ફાયદાકારક છે, જે ફક્ત સ્નાન કરીને પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ અન્ય ત્રણ માટે તમારે તમારી જાતને ગરમ પાણીમાં ડૂબાડવી પડશે.

શરીરનું તાપમાન વધારવાથી ફાયદા

હયાસાકાના જણાવ્યા મુજબ, પ્રથમ ફાયદો શરીરના તાપમાનમાં વધારો કરવાથી થાય છે, જેમાં પાણીનું તાપમાન ઓછામાં ઓછું 38 સેલ્સિયસ હોવું જોઈએ. તે કહે છે, “હૂંફાળા પાણીમાં ડૂબવાથી ધમનીઓને આરામ મળે છે અને તે પહોંળી થાય છે, જે લોહીના પ્રવાહને સુધારે છે.”

“લોહી તમારા શરીરના લગભગ 3,700 અબજ કોષોને ઓક્સિજન અને પોષણ પહોંચાડે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગંદા પદાર્થોને પણ દૂર કરે છે. હયાસકા કહે છે કે ગરમી પીડાને પણ ઓછી કરે છે અને શરીરને ગરમ રાખવાથી ચેતાતંત્રોની સંવેદનશીલતા ઓછી થાય છે. જેથી પીઠ દર્દ, અકડાયેલા ખભા અને અન્ય રીતના દુખાવા પણ ઓછા થાય છે. ગરમી સાંધાની આસપાસના કોલેજનથી સમૃદ્ધ અસ્થિબંધનને પણ નરમ પાડે છે. તે સાંધાઓને નરમ બનાવે છે અને પીડામાં રાહત આપે છે.

રાત્રે ઉંઘ સારી આવે છે

જૂની કહેવત છે કે, ગરમ પાણીથી સ્નાન કરવાથી ઉંઘ સારી આવે છે. સંશોધન કહે છે કે, આ કહેવતમાં સત્યતા છે કેમ કે, ગરમ પાણીથી ન્હાવાથી ભારે માસપેશીઓનું તણાવ દૂર થાય છે અને તેમને આરામ મળે છે. હયાસકાએ કહ્યું, “જ્યારે તમે ગરમ પાણીના બાથમાં ડૂબી જાઓ છો, ત્યારે ત્રીજો મોટો ફાયદો એ છે કે તમારા શરીરની આસપાસનું પાણી શરીરના દરેક ભાગ પર હાઇડ્રોસ્ટેટિક દબાણ વધારે છે. તે પગો અને શરીરના નીચેના ભાગ માટે વિશેષ રૂપથી લાભકારી છે. આ સોજાને ઓછો કરવામાં મદદ કરે છે કેમ કે, સોજાવાળી વાહિકાઓથી લોહી દિલમાં ફરે છે અને રક્ત સંચાલનમાં સુધાર થાય છે.

ચિબા યુનિવર્સિટીના સંશોધનકારો સાથે હાથ ધરવામાં આવેલા અધ્યયનમાં હયાસાકાએ ત્રણ વર્ષ સુધી 14,000 વૃદ્ધ લોકોનું નિરીક્ષણ કર્યું હતું. આ અધ્યયનથી તે નિષ્કર્ષ નિકળ્યો કે, જે લોકો પ્રતિદિવસ ગરમ પાણીથી સ્નાન કરે છે, તેમને તે લોકોની સરખામણીમાં જેઓ સપ્તાહમાં બે અથવા ઓછી વખત સ્નાન કરે છે, નર્સિંગ દેખરેકની જરૂરત 30 ટકા ઓછી પડે છે.

સ્ટ્રોકના ખતરામાં ઘટાડો

પ્રોફેસર હાયાસાકના રિસર્ચથી સંકેત મળે છે કે, નિયમિત સ્નાન કરવાથી સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે કારણ કે ગરમી રક્ત વાહિનીઓને પહોંળી કરે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે અને વેસ્ક્યુલર એન્ડોથેલિયલ કાર્ય સુધારે છે. તેમના મતે કેટલાક અભ્યાસોએ એ પણ સંકેત મળ્યા છે કે ગરમ પાણીમાં વધારે સમય રહેવાથી માનસિક કાર્યક્ષમતામાં સુધારો થાય છે અને ઉન્માદનું જોખમ ઘટાડે છે. હાયાસાકા તેના માટે મસ્તિષ્કના રક્ત પ્રવાહમાં સુધારાને જવાબદાર ગણાવે છે.

સરેરાશ જાપાની સ્ત્રી 87 વર્ષથી વધુ જીવે છે અને પુરુષોની સરેરાશ ઉંમર 81 વર્ષ છે. જર્મન સ્ત્રીઓ સરેરાશ 83 વર્ષ જીવે છે, જ્યારે પુરુષની સરેરાશ ઉંમર 78 વર્ષ છે. આ વર્ષે, જાપાનમાં પ્રથમ વખત, 100 વર્ષ કે તેથી વધુ વયના લોકોની સંખ્યા 80,000 કરતાં વધી ગઈ છે, જેમાંથી લગભગ 88 ટકા સ્ત્રીઓ છે. તબીબી વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો હયાસાકાના પરિણામો સાથે સહમત છે.