જાણો રક્ષા બંધનના શુભ મુહર્ત, રાખડી બાંધવાની યોગ્ય રીત અને માન્યતાઓ

આ દિવસે બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધીને તેના લાંબા આયુષ્ય માટે મંગળ કામના કરે છે. જ્યારે ભાઈ પણ પોતાની બહેનને બદલામાં ભેટ આપીને હંમેશા તેની રક્ષા માટે વચન આપે છે. આ તહેવારની ખાસિયત જોવા જઈએ તો, માત્ર હિંદૂ જ નહીં, પરંતુ અન્ય ધર્મના લોકો પણ આ તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે.