Gujarat Exclusive > ધર્મ > જાણો રક્ષા બંધનના શુભ મુહર્ત, રાખડી બાંધવાની યોગ્ય રીત અને માન્યતાઓ

જાણો રક્ષા બંધનના શુભ મુહર્ત, રાખડી બાંધવાની યોગ્ય રીત અને માન્યતાઓ

0
672

રક્ષાબંધન માત્ર તહેવાર નથી, પરંતુ એક એવી ભાવના છે, જે રેશમના દોરા દ્વારા ભાઈ-બહેનના પ્રેમને હંમેશા-હંમેશા માટે બાંધીને રાખે છે. રક્ષા બંધનનો તહેવાર હિંદૂ ધર્મના સૌથી મોટા તહેવારોમાંથી એક છે, જેની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ સબંધ, ત્યાગ અને સમર્પણનો ભાવ દર્શાવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધીને તેના લાંબા આયુષ્ય માટે મંગળ કામના કરે છે. જ્યારે ભાઈ પણ પોતાની બહેનને બદલામાં ભેટ આપીને હંમેશા તેની રક્ષા માટે વચન આપે છે. આ તહેવારની ખાસિયત જોવા જઈએ તો, માત્ર હિંદૂ જ નહીં, પરંતુ અન્ય ધર્મના લોકો પણ આ તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે.

રક્ષાબંધન ક્યારે છે?
હિંદૂ કેલેન્ડર પ્રમાણે રક્ષાબંધનનો તહેવાર દરવર્ષે શ્રાવણી પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 15 ઓગસ્ટના રોજ આવી રહ્યો છે. આજ દિવસે ભારતના સ્વતંત્રતા દિવસની 72મીં વર્ષગાંઠ પણ છે.

રક્ષાબંધનનું મહત્વ
રક્ષાબંધન હિંદૂ ધર્મના મોટા તહેવારોમાંથી એક છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળી કે હોળીની જેમ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. આ હિંદૂ ધર્મના એવા તહેવારોમાં સામેલ છે, જે પ્રાચીન કાળથી મનાવવામાં આવી રહ્યા હોય. આ પર્વ ભાઈ-બહેનના અતૂટ બંધન અને પ્રેમનું પ્રતિક છે. દેશના અલગ-અલગ ભાગમાં રક્ષા બંધનને અલગ-અલગ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે મહારાષ્ટ્રમાં જળ દેવતા વરૂણની પૂજા કરવામાં આવે છે. અહીં રક્ષાબંધન “સલોનો”નામથી પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ સૂર્યને અર્ધ્ય આપવાથી તમામ પાપો નષ્ટ થાય છે. આ દિવસે પંડિત અને બ્રાહ્મણ જૂની જનેઉ ત્યાગીને નવી જનેઉ ધારણ કરે છે.

રક્ષાબંધનની તિથિ
રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે મનાવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ગુરૂવારે હોવાથી તેનું મહત્વ વધી ગયું છે. આ દિવસે ભદ્ર કાળ નથી અને કોઈ પ્રકારનું ગ્રહણ પણ નથી. આજ કારણે આ વર્ષ રક્ષાબંધન શુભ માનવામાં આવી રહી છે.

પૂર્ણિમા તિથિ પ્રારંભ: 14 ઓગસ્ટ 2019 રાત્રે 09:15
પૂર્ણિમા તિથિ સમાપ્ત: 15 ઓગસ્ટ,2019 રાત્રે 11:29

રાખડી બાંધવાનું શુભ મુહર્ત
માન્યતા અનુસાર, રક્ષાબંધનના દિવસે બપોરે રાખડી બાંધવી જોઈએ. કહેવાય છે કે, ભદ્રકાળમાં બહેનો પોતાના ભાઈને રાખડી નથી બાંધતી. પૌરાણિક માન્યતાઓ અનુસાર, રાવણની બહેને ભદ્રકાળમાં રાખડી બાંધી હતી, જેના કારણે તેનો સર્વનાશ થઈ ગયો ગતો. આ વર્ષે રાખડી બાંધવાનું શુભ મુહર્ત છે. બહેનો સૂર્યાસ્તના પૂર્વ સુધી ભાઈઓને રાખડી બાંધી શકે છે.

રાખડી બાંધવાનો સમય
15 ઓગસ્ટ, 2019: સવારે 10:22થી રાત્રે 08:08 મિનિટ સુધી કુલ સમય: 9 કલાક 46 મિનિટ
પ્રદોષ કાળમાં રાખડી બાંધવાનું મુહર્ત: સાંજે 5:35થી 08:08 મિનિટ સુધી

રાખડી બાંધવાની વિધિ
રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના હાથે રાખડી બાંધીને તેની લાંબી ઉંમર અને ખુશી માટે કામના કરે છે. જ્યારે ભાઈ પણ પોતાની બહેનને કપડા, ઘરેણાં, રૂપિયા વગેરેને ભેટ આપીને તેની રક્ષાનું વચન આપે છે. રક્ષાબંધને પોતાના ભાઈને આવી રીતે બાંધો રાખડી

→ સૌથી પહેલા રાખડી માટે થાળી સજાઓ. જેમાં કંકુ, ચોખા, દીવો અને રાખડી રાખો
→ જે બાદ ભાઈને તિલક કરીને જમણા હાથે રાખડી બાંધો
→ રાખડી બાંધ્યા બાદ ભાઈની આરતી ઉતારો
→ ભાઈને મિઠાઈ ખવડાવો
→ જો ભાઈ મોટો હોય, તો તેના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો
→ જો બહેન મોટી હોય, તો ભાઈને તેના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ
→ રાખડી બાંધ્યા બાદ ભાઈએ પોતાની ઈચ્છા અને સામર્થ્ય પ્રમાણે બહેનને ભેટ આપવી જોઈએ

અમદાવાદ-સુરત, CGSTના બાબુઓએ કર્યો ખેલ, 2.5 લાખની પેનલ્ટીના બદલે 50 લાખથી વધુનો તોડ

રક્ષાબંધન સાથે સંકળાયેલ પૌરાણિક માન્યતા
ભારતમાં રક્ષાબંધન મનાવવા પાછળ અનેક ધાર્મિક તેમજ ઐતિહાસિક કારણો છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, રક્ષાબંધન મનાવવા પાછળ અનેક કથાઓ પ્રચલિત છે.

વામન અવતાર કથા: અસૂરોના રાજા બલિએ પોતાના બળ અને પરાક્રમથી ત્રણે લોક પર આધિપત્ય સ્થાપ્યું હતું, જેને પગલે ઈન્દ્ર દેવ ગભરાઈને ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા પહોંચ્યા. ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને રાજા બલિ પાસે ભિક્ષા માંગવા પહોંચ્યા. વામન ભગવાને બલિ પાસે ત્રણ પગ ભૂમિ માંગી. પહેલા અને બીજા પગમાં ભગવાને ધરતી અને આકાશને માપી લીધુ. ત્યારે ત્રીજા પગ રાખવા માટે કશું જ ના બચ્યું તો, રાજા બલિને જણાવ્યું કે, ત્રીજો પગ તેમના માથા પર મૂકી દે.

ભગવાન વામને પણ આવું જ કર્યું. આ રીતે દેવતાઓની ચિંતાનો અંત આવ્યો. બીજી તરફ ભગવાન રાજા બલિના દાન-ધર્મથી પ્રસન્ન થયા. તેમણે રાજા બલિને વરદાન માંગવા જણાવ્યું ત્યારે બલિએ પાતાળમાં વસવાનું વરદાન માંગ્યુ. બલિની ઈચ્છા પૂર્તિ માટે ભગવાનને પાતાળમાં જવું પડ્યું. ભગવાન વિષ્ણુના પાતાળમાં ગયા બાદ તમામ દેવતાગણ અને માતા લક્ષ્મી ચિંતિત થઈ ગયા. પોતાના પતિ ભગવાન વિષ્ણુને પરત લાવવા માટે માતા લક્ષ્મી ગરીબ સ્ત્રી બનીને રાજા બલિ પાસે પહોંચી અને તેને પોતાનો ભાઈ બનાવીને રાખડી બાંધી દીધી. જેના બદલામાં ભગવાન વિષ્ણુ પાતાલ લોકથી પરત લાવવાનું વચન લઈ લીધુ. તે દિવસે શ્રાવણ માસની પૂનમની તિથિ હતી અને માન્યતા છે કે, ત્યારથી રક્ષાબંધન મનાવવામાં આવવા લાગ્યું.

ભવિષ્ય પૂરાણ કથા
એક વખત દેવતા અને દાનવોમાં 12 વર્ષો સુધી યુદ્ધ થયુ, પરંતુ દેવતા વિજયી ના થયા. ઈન્દ્રએ હારના ડરથી દુખી થઈને દેવગુરૂ બૃહસ્પતિના પાસે ગયા. તેમની અગ્રહ પર ઈન્દ્રની પત્ની મહારાની શચીએ શ્રાવણ શુક્લ પૂર્ણિમાના દિવસે વિધિ-વિધાનથી વ્રત કરીને રક્ષા સુત્ર તૈયાર કર્યું અને ઈન્દ્રના જમણા હાથમાં બાંધી દીધુ. જે બાદ સમસ્ત દેવતાઓની દાનવો પર વિજય થયો. આ યુદ્ધ પણ શ્રાવણ માસની પૂર્ણિમાએ સંપન્ન થયું હતું.

દ્રોપદી અને શ્રીકૃષ્ણની કથા
મહાભારત કાળમાં શ્રી કૃષ્ણ અને દ્રોપદીની એક કથા મળે છે. જ્યારે કૃષ્ણએ સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો, ત્યારે તેમની આંગળમાં ઈજા થઈ હતી. દ્રોપદીએ એ સમયો પોતાની સાડી ફાડીને શ્રીકૃષ્ણની આંગળી પર પાટા તરીકે બાંધી દીધી. આ શ્રાવણ માસની પૂર્ણિમાનો દિવસ હતો. શ્રીકૃષ્ણએ બાદમાં ચીર હરણ સમયે દ્રોપદીની લાજ બચાવી ભાઈ તરીકેની ફરજ બજાવી હતી.

રક્ષાબંધન મનાવવા પાછળ અનેક ઐતિહાસિક કારણ
બાદશાહ હુમાયુ અને કર્મવતીની કથા
મુઘલ કાળમાં બાદશાહ હુમાયૂં ચિતૌડ પર આક્રમણ કરવા માટે આગળ વધી રહ્યા હતા. એવામાં રાણા સાંગાની વિધવા કર્મવતીએ હુમાયુંને રાખડી મોકલીને રક્ષા વચન લઈ લીધું. પછી હૂમાયુંએ ચિતોડ પર આક્રમણ નહતું કર્યું. આટલું જ નહી, આગળ વધતા રાખડીની લાજ ખાતર હુમાયુએ ચિતોડની રક્ષા માટે બહદૂરશાહ વિરૂદ્ધ લડતા કર્મવતી અને તેના રાજ્યની રક્ષા પણ કરી હતી.

સિકંદર અને પૂરૂની કથા:
સિકંદરની પત્નીએ પતિના હિંદૂ શત્રુ પૂરૂવાસ એટલે કે રાજા પોરસને રાખડી બાંધીને પોતાનો ધર્મનો ભાઈ બનાવ્યુ અને યુદ્ધના સમયે સિકંદરને ન મારવાનું વચન લીધું. પૂરૂવાસે યુદ્ધ દરમિયાન સિકંદરને જીવતદાન આપ્યું. આટલું જ નહી, સિકંદર અને પોરસે યુદ્ધ પહેલા રક્ષા સુત્રની અદલાબદલી કરી હતી. યુદ્ધ દરમિયાન પોરસે જ્યારે સિકંદર પર ઘાતક પ્રહાર માટે હાથ ઉગામ્યો ત્યારે રક્ષા સુત્રને જોઈને તેનો હાથ અટકી ગયો અને તેને બંધી બનાવી લેવામાં આવ્યો. સિકંદરે પણ પોરસ પાસે રક્ષા સુત્રની લાજ રાખતા તેનું રાજ્ય પરત આપી દીધું.

શું કાશ્મીરમાં આર્ટીકલ 370 સરદાર પટેલના ભેજાની ઉપજ? સરકારના દાવા પર ઉઠ્યા પ્રશ્ન