Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > જાણો કોણ છે મરિયમ થ્રેસિયા? જેને આજે પોપ ફ્રાન્સિસ ‘સંત’ જાહેર કરશે

જાણો કોણ છે મરિયમ થ્રેસિયા? જેને આજે પોપ ફ્રાન્સિસ ‘સંત’ જાહેર કરશે

0
342

કેરળમાં મહિલાઓના શિક્ષણ અને તેમના શસક્તિકરણ માટે ઉત્તમ પ્રયત્નો કરનારા નન મરિયમ થ્રેસિયાને તેમના અવસાનના 99 વર્ષ બાદ આજે ‘સંત’ની ઉપાધિ આપવામાં આવશે. પોપ ફ્રાન્સિસ વેટિકનમાં નન મરિયમ થ્રેસિયાને સંત જાહેર કરશે. 26 એપ્રિલ, 1876ના કેરળના ત્રિશૂર જિલ્લામાં જન્મેલ સિસ્ટર મરિયમ 50 વર્ષની ઉંમરે 8 જૂન 1926ના રોજ દુનિયાને અલવિદા કહ્યું હતું. તો ચાલો જાણીએ કોણ છે સિસ્ટર મરિયમ થ્રેસિયા અને કેમ મળી રહી છે તેમને સંતની ઉપાધિ…?

સીરિયન-માલાબાર ચર્ચથી સબંધ ધરાવના સિસ્ટર મરિયમના પિતાનું નામ મનકિડિયાન તોમા અને માતાનું નામ તાંડા હતું. સિસ્ટર મરિયમની બે બહેનો પણ હતી. સિસ્ટર મરિયમે હોલી ફેમિલી નામની એક ધર્મસભાની સ્થાપના કરી હતી. વેટિકન સિટિ સ્થિત એક દસ્તાવેજ પ્રમાણે, તેમણે અનેક સ્કૂલ, હોસ્ટેલ, અનાથાશ્રમ અને કૉવેન્ટનું નિર્માણ કરાવ્યું અને તેનું સંચાલન પણ કર્યું હતું. સિસ્ટર મરિયમે યુવતીઓના શિક્ષણ અને તેમના સશક્તિકરણ માટે કરેલા અનેક કામો માટે પણ યાદ કરવામાં આવે છે. 1914માં તેમના દ્વારા સ્થાપિત આ સંસ્થામાં હાલ અંદાજે 2000 નન છે.

પોપ ફ્રાન્સિસ સિસ્ટર મરિયમ ઉપરાંત 4 અન્ય લોકોને ‘સંત’ની ઉપાધિ આપવાના છે. ખુબ જ ધનિક ઘરમાં જન્મેલ સિસ્ટર મરિયમે માત્ર 8 વર્ષની ઉંમરમાં પોતાને ઈશ્વરને સમર્પિત કરી પ્રાર્થના કરવા લાગ્યા હતા. બાળપણથી જ તેમના મિત્રો તેમને સંત કહીને સંબોધતા હતા. સિસ્ટર મરિયમે કેરળના ગરીબો અને રક્તપિત્તના પીડિત લોકોની સેવા કરી હતી.

સિસ્ટર મરિયમ થ્રેસિયાની સેવાના કારણે જ કાયમ તેમની સરખામણી મધર ટેરેસા સાથે કરવામાં આવતી રહી છે. પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ પણ મરિયમ થ્રેસિયાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આપણા માટે ગર્વની વાત છે કે, તેમને સંત જાહેર કરવામાં આવશે.

મરિયમના ચમત્કાર
હોલી ફેમિલી પ્રમાણે, નવ મહિના પહેલા જન્મેલ એક બાળક જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું. ડોક્ટરોએ એક વિશેષ વેન્ટિલેટર મારફતે એક ખાસ દવા આપવા માટે જણાવ્યું હતું , જે તે સમયે હોસ્પિટલમાં હાજર નહતી. ત્રીજા દિવસે બાળકને શ્વાસ લેવામાં તકલીફ સર્જાઈ, ત્યારે ડોક્ટરો પણ ગભરાઈ ગયા હતા. તેમણે બાળકના બચવાની આશા જ છોડી દીધી હતી. બાળકનો પરિવાર સિસ્ટર મરિયમનો ભક્ત હતો.

બાળકની દાદીઓ તેના ઉપર એક ધાર્મિક ચિહ્ન રાખીને તમામ લોકોને સિસ્ટર મરિયમની પ્રાર્થના કરવા જણાવ્યું. આવું કરવાથી 20-30 મિનિટની અંદર બાળકનું સ્વાસ્થ્ય સુધરી ગયું. આ ઘટના 9 એપ્રિલ 2009ના રોજની છે. આ દિવસે સિસ્ટર મરિયમને રોમમાં ધન્ય જાહેર કરવામાં આવ્યા હતા. 22 માર્ચ 2018ના રોજ વેટિકને સિસ્ટર મરિયમના આ ચમત્કારનો સ્વીકાર કર્યો અને હવે તેમને પોપ સંતની ઉપાધિ આપવા જઈ રહ્યું છે.

કેરળમાં ભવ્ય ઉજવણીની તૈયારી
કેરળની નન મરિયમ થ્રેસિયાને પોપ ફ્રાન્સિસ રવિવારે વેટિકમ સિટીમાં સંત જાહેર કરશે. આ અવસરની રાહ જોઈ રહેલા કેરળના કેથૉલિક ચર્ચોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉ રાજ્યના 3 લોકોને સંત જાહેર કરવામાં આવી ચૂક્યા છે. થ્રેસિયાને તેમના અવસાનના 93 વર્ષ બાદ આ ઉપાધી આપવામાં આવી રહી છે. વેટિકનના સેન્ટ પિટર્સ સ્ક્વેરમાં બપોરે 1:30 કલાકે પોપ ફ્રાન્સિસ નન મરિયમ થ્રેસિયાને સંત જાહેર કરશે.

ભારતના મુસ્લિમો માટે સંઘ પ્રમુખ ભાગવતનું મોટુ નિવેદન