Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા જિલ્લાનું એવું ગામ, જાનમાં આવતા જાનૈયાઓ પથ્થર બની જતા !!!

નર્મદા જિલ્લાનું એવું ગામ, જાનમાં આવતા જાનૈયાઓ પથ્થર બની જતા !!!

0
133

રાણી વસંત કુંવરબાનાં રાજમાં ગામના પાદર પર રાત રોકાનારને સૂર્યોદય પહેલાં જતા રહેવું પડતું હતું

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: એક એવુ ગામ જ્યાં જાનમાં આવેલા જાનૈયા પથ્થર (Janaiya stone)બની જતાં. નર્મદા જિલ્લો ભરપૂર કુદરતી સૌંદર્યથી ભરપુર આદીવાસી વિસ્તાર છે. નર્મદા જિલ્લાના ઘણા ખરા ગામો અલગ અલગ ઐતિહાસિક ઘટનાઓની સાક્ષી પુરાવે છે તો અમુક વિસ્તાર જુદી જુદી લોકવાયકા સાથે સંકળાયેલો છે. અહીંયા વાત છે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામની, એ ગામની લોકવાયકા એવી છે કે ત્યાં જાનમાં આવતા જાનૈયાઓ પથ્થર બની જતા હતા.

ગુજરાત રાજ્યના પશ્વિમ ભાગના નર્મદા જિલ્લાનાં પાંચ તાલુકાઓ પૈકી મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ દેડીયાપાડા તાલુકાનું નાનકડું ગામ ગારદા, ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારથી શોભતા ગામમા મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી છે, જેમનો મુખ્યત્વે વ્યવસાય ખેતી અને પશુપાલન છે.

ખેતી કરવા પણ કુંવરબાની મંજૂરી લેવી પડતી

Garda Gam

Garda Gam

ગારદા ગામ ડેડીયાપાડા તાલુકા મથકથી અંદાજે 15 કિ.મી. દૂર આવેલું છે, વર્ષો પહેલાં ગારદા ગામ રાણી વસંત કુવરબા નામની રાણીના નેજા હેઠળનું ગામ હતું, ગારદા અને આજુબાજુના 7 ગામોનો સમાવેશ રાણી વસંત કુવરબાનાં રાજમાં થતો હતો. અહી ખેતી કરતા પહેલાં તેમની અનુમતિ લેવી પડતી હતી. Janaiya stone

ગારદાની આજુબાજુ ઘણું ગાઢ અને વિશાળ જંગલ આવેલું હતું જેના કારણે ચોર – લૂંટારાઓનો તથા પ્રાણીઓનો પણ ભય સતત રહેતો હતો, પરંતુ સમય જતાં આજે જંગલ ઓછા થયા અને વિસ્તાર ખુલ્લો બન્યો છે. ગારદા ગામથી મુખ્ય રસ્તો પસાર થતો હતો. જે આજુબાજુના લોકોનો રાહદારી માર્ગ હતો.

ચોર-લૂટાંરાના ભયથી જાનૈયા પાદરે સૂઇ ગયા અને..

Garda Gam-1

Garda Gam-1

આ ગામનું પાદર કોઈ અગમ્ય કારણસર સુરક્ષિત ગણાતું હતું. પરંતુ અહીં રોકાયેલા કોઈ પણ યાત્રીએ સૂર્ય ઉગતા પહેલા આ જગ્યા છોડી દેવાની હોય એવી માન્યતા પ્રવર્તતી હતી. તે સમયે આ રસ્તેથી જાનૈયાઓ (Janaiya stone) જતા હતા, રાત્રીના સમયે ચોર-લૂંટારૂ ટોળકીના ભયનાં કારણે ગામના પાદરે આરામ કરવા રોકાયા હતા.

થાકના કારણે બધા જ જાનૈયાઓ ઊંઘી ગયા, પેલી માન્યતાને આધારે દિવસ ઉગતા પહેલાં આ જગ્યા છોડી દેવાનું હતું, પરંતુ સૂર્ય ઉગી ગયો અને જાનૈયાઓ આ જગ્યા ન છોડી શકતા પથ્થર બનીને રહી જાય છે. એવી લોકવાયકા ગામના પાદર સાથે જોડાયેલી છે. ગામના પાદરે આજે પણ ઘણા પથ્થરો તેવી જ પ્રતિકૃતિમાં છે જાણે માણસોનું ટોળું હોય.

હિન્દુ-ખ્રિસ્તીઓ સંપથી રહે છે

આ ગામમા મુખ્યત્વે આદિવાસી લોકો જ વસવાટ કરે છે. આ ગામમાં મુખ્યત્વે હિન્દુ અને ખ્રિસ્તી ધર્મ પાળતા લોકો સંપથી રહે છે અને ગામમા એક વિશાળ ચર્ચ અને ગામના પાદરે હનુમાનજીનું મંદિર આવેલું છે. જ્યાં ગામના લોકો પોતાની આસ્થા મુજબ દેવોની પૂજા – આરાધના કરે છે. તેમજ ગામમાં એક મહિલા ઉત્પાદક સ.મ.લી. દૂધ ડેરી, ફોટો સ્ટુડિયો, સ્ટેશનરી તેમજ ઝેરોક્ષ સેન્ટર તેમજ નાની મોટી કરિયાણાની દુકાનો પણ આવેલી છે.

કપાસ, તુવેર, મગ, ડાંગરની મુખ્યત્વે ખેતી

Gadra Gam2

Gadra Gam2

ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે, જેમાં મુખ્યત્વે કપાસ, તુવેર, મગ, ડાંગરની ખેતી થાય છે.અને હાલ ગામના ખેડૂતો કુત્રિમ સિંચાઇ થી શેરડીના પાકનું ઉત્પાદન કરતા થયા છે.શિક્ષણનું પ્રમાણ વધતાં આજની યુવા પેઢી સરકારી નોકરીઓ સાથે પણ જોડાયેલા છે.જેમાં ગામ માંથી આજે કલેકટર, PSI, પત્રકાર, ડૉકટર, નર્સ, શિક્ષક, SRP તેમજ સામાજિક કાર્યકર્તાઓ પણ ગામ માંથી છે.આમ આ શિક્ષણનો લાભ ફક્ત ગામને મળવા પામ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat