Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > જામનગરમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપઃ જાણો દેશમાં ગત વર્ષે કેટલા ભૂકંપ આવ્યા?

જામનગરમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપઃ જાણો દેશમાં ગત વર્ષે કેટલા ભૂકંપ આવ્યા?

0
67

કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને આપી લોકસભામાં કોરોના વર્ષના ભૂકંપની માહિતી

જામનગર/નવી દિલ્હીઃ સમગ્ર ઉત્તર ભારતમાં રાતના મોટા ભૂકંપ બાદ આજે સવારે ગુજરાતના જામનગરમાં પણ ધરતીકંપ (Jamnagar earthquake)ના આંચકાથી લોકોમાં ભય ફેલાઇ ગયો. આજે શનિવારે જામનગરના લાલપુરમાં કૃષ્ણનગર પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 10.25 કલાકે આવેલા ભૂકંપી તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઇ હોવાનું કહેવાય છે.

જામનગરનો આંચકો ગઇકાલના ભૂકંપના પગલે આવેલો આફટર શોક પણ હોઇ શકે છે. તેમ છતાં લાલપુરના આસપાસના લોકોમાં ભૂકંપ (Jamnagar earthquake)નો ભય જોવા મળ્યો હતો. જો કે ભૂકંપથી કોઇ જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી.

દેશ દુનિયામાં ગત વર્ષ 2020 કોરોના મહામારી તરીકે લોકોના મનમાં અંકિત છે. પરંતુ ઘણા ઓછાને ખબર હશે કે કોવિડ-19નો ભય ફેલાવનારા આ વર્ષમાં દેશમાં કેટલા ભૂકંપ આવ્યા? રાહતની વાત એ છે કે આટલા ભૂકંપ છતાં કોઇ મોટી જાનહાની કે નુકસાન થયું નહીં.

આ પણ વાંચોઃ સમગ્ર ઉત્તર ભારતમાં મોટા ભૂકંપના આંચકાએ લોકોને રાત્રે જગાડ્યા

દેશમાં રોજ કમ સે કમ 3 આંચકા

વર્ષ 2020માં મહામારીમાં કોઇને ભૂકંપનો ખ્યાલ જ ન રહ્યો. જ્યારે વાસ્તવિક્તા એ છે કે ગત વર્ષે 1જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી દેશમાં 965 જેટલા ભૂકંપના આંચકા આવ્યા. એટલે કે દરરોજ ભારત ક્યાંકને ક્યાંક ઓછામાં ઓછા ત્રણ આંચકાથી ધ્રુજ્યું હતું. આ તમામ ભૂકંપ 3ની તીવ્રતાથી ઉપરના હતા. કેન્દ્રીય વિજ્ઞાન ટેક્નોલોજી મંત્રી ડો. હર્ષવર્ધને 5 ફેબ્રુઆરીએ લોકસભામાં આ માહિતી આપી હતી.

ડો. હર્ષવધને નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (NCS) તરફથી મળેલા આંકડાનો હવાલો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દેશમાં ગત વર્ષે આવેલા 965 ભૂકંપના આંચકા 3ની તીવ્રતાથી વધુના હતા. તેમાંથી રાજધાની દિલ્હી-એનસીઆરમાં 13 વખત ધરતી ધ્રુજી હતી.

ઇસરોની લેવાઇ રહી છે મદદ

ભૂકંપ (Jamnagar earthquake)ના અભ્યાસ માટે NCS ઇસરોના સહકારથી સેટેલાઇટ ઇમેજિંગની મદદ લઇ રહ્યું છે. ઉપરાંત વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી દહેરાદૂન અને કાનપુર IIT પણ આ કામમાં મદદ કરી રહ્યી છે. આ ત્રણેય સંસ્થાન હાલમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોનો અભ્યાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ હરિયાણા: રોહતકની જાટ કોલેજમાં ફાયરિંગ, 5ના મોત, 3 ઈજાગ્રસ્ત

તીવ્રતા મુજબ કેટલા આંચકા

વોલ્કેનો ડિસ્કવરી ડોટ કોમના રિપોર્ટ મુજબ ગત વર્ષે આવેલા 965માં તીવ્રતા પ્રમાણેનાં આંચકાની વિગત નીચે મુજબ છે..

    • 6.0ની તીવ્રતા         2 ભૂકંપ
    • 5.0થી 6 તીવ્રતા     25 આંચકા
    • 4થ4 5 વચ્ચે           355 ભૂકંપ
    • 3થી4ના                 388 આંચકા
    • 2થી 3 વચ્ચે            108 આંચકા

ભારતમાં અનુભવાયેલો સૌથી તીવ્ર ભૂકંપનો આંચકો 22 જૂલાઇનો હતો. પરંતુ તેનું કેન્દ્ર બિન્દુ (એપિસેન્ટર) ચીનના શિઝાંગમાં હતું. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 નોંધાઇ હતી.

વિશ્વભરના ભૂગર્ભશાસ્ત્રીઓ અને ભૂકંપ નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારના સમયમાં પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટ ખસી રહી હોવાથી આટલા ભૂકંપ આવી રહ્યા છે. થોડુગણુ નુકસાન પણ કેટલીક જગ્યાએ થયું. પરંતુ રાહતની વાત એ છે કે કોઇ મોટી જાનહાની થઇ નહીં.

આ પણ વાંચોઃ તમિલનાડુની ફટાકડા ફેક્ટ્રીમાં લાગી ભીષણ આગ, 11 લોકોના મોત

ભૂકંપ કેમ આવે છે

પૃથ્વીના પેટાળમાં બે ટેકટોનિક પ્લેટની વચ્ચે ગેસ કે પ્રેશર રીલિઝ થતા ભૂકંપના આંચકા અનુભવાય છે. આવું ગરમીની સીઝનમાં વધુ જોવા મળે છે. તાજેતરમાં એવા અહેવાલ મળ્યા હતા કે ભારતીય ટેકટોનિક પ્લેટ હિમાચલ ટેક્નોનિક પ્લેટ તરફ ખસી રહી છે. જેના લીધે ગરમીઓમાં વધુ આંચકા અનુભવાયા.

ઝોન-5માં ગુજરાતનો કચ્છ વિસ્તાર

કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને લોકસભામાં જણાવ્યું કે દેશને 4 ભૂકંપ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. ઝોન-5 એટલે સૌથી વધુ ભૂકંપની ગતિવિધિવાળો ભાગ. તેમાં કાશ્મીર ખીણ, હિમાચલ પ્રદેશનો પશ્ચિમ વિસ્તાર, ઉત્તરાખંડનો પૂર્વ ભાગ, ગુજરાતનું કચ્છ, ઉત્તર બિહાર, તમામ ઉત્તર-પૂર્વી રા્જયો અને અંડામાન નિકોબારનો સમાવેશ થાય છે.

ઝોન-4માં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરનો થોડો ભાગ, હિમાચલ અને ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબનો કેટલોક વિસ્તાર, દિલ્હી, સિક્કીમ, ઉત્તર યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળનો અમુક હિસ્સો, ગુજરાત, મહારાષ્ટ્રનો પશ્ચિમ વિસ્તાર અને રાજસ્થાનનો સરહદી વિસ્તાર આવે છે.

ઝોન-3માં કેરળ, લક્ષદ્વીપ, ઉત્તર પ્રદેશનો તળ વિસ્તાર, ગુજરાત-પંજાબના કેટલાક વિસ્તારો, પશ્ચિમ બંગાળનો હિસ્સો, મધ્યપ્રદેશ, ઉત્તર ઝારખંડ, છત્તીસગઢ, ઓડિસા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકનો સમાવેશ.

ઝોન-2 એટલે બહુ ઓછી ભૂકંપીય ગતિવિધિવાળો વિભાગ. જેમાં ઘણા રાજ્યોના નાના-નાના વિસ્તારોનો સમાવેશ થાય છે. ડો. હર્ષવર્ધને જણાવ્યું કે નેશનલ સિસ્મોલોજીકલ નેટવર્ક 2021-22માં 25 ફીલ્ડ સ્ટેશન લગાવવાનું છે. તેની સાથે દેશમાં કુલ 150 ભૂકંપ સ્ટેશન થઇ જશે. જે ધરતીની હિલચાલ અંગે માહિતી આપશે.

આ પણ વાંચોઃ ચીનને ભારતની જમીન સોપવાના રાહુલ ગાંધીના આરોપો પર સંરક્ષણ મંત્રાલયે કરી સ્પષ્ટતા

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat