જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળોએ આ વર્ષે 100થી પણ વધારે આતંકીઓ ઠાર કરી દીધાં છે. છેલ્લાં 24 કલાકની અંદર બે અલગ-અલગ અથડામણમાં 8 આતંકીઓ ઠાર કરાયા છે. સુરક્ષાદળોએ શોપિયામાં 5 આતંકીઓને ઠાર કરી દીધાં છે. જ્યારે અવંતીપોરાનાં પંપોરામાં 3 આતંકીઓ ઠાર કરી દેવાયાં. બે આતંકીઓ મસ્જિદમાં ઘુસી ગયા હતાં જેઓને આજે સવારનાં જ ઠાર કરી દેવાયાં છે.
શોપિયા જિલ્લાનાં બંદપાવા વિસ્તારમાં ગુરૂવારથી જ આતંકીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરૂ છે. શુક્રવારનાં રોજ સવારે સુરક્ષાદળોએ પાંચમા આતંકીને પણ ઠાર કરી દીધાં છે. સુરક્ષાદળોનું કહેવું છે કે હાલમાં સમગ્ર વિસ્તારમાં હજી પણ ક્યાંક વધારે આતંકીઓ છુપાયેલા હોઇ શકે છે. આ કારણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે હાલમાં ફાયરિંગ બંધ છે.
આ પણ વાંચોઃ ગુજરાત રાજ્યસભા ચૂંટણી LIVE: કાંધલ જાડેજાનાં મતને લઇ મુંઝવણ, NCPનાં વ્હીપ મુજબ મત આપ્યાનો દાવો
Two terrorists hiding in the mosque also neutralised by the operation party. With this, all three terrorists trapped at Meej, Pampore are neutralised. Further search of the area is on: DGP Dilbag Singh, J&K Police (file pic) pic.twitter.com/SrogZ0Yld1
— ANI (@ANI) June 19, 2020
જમ્મુ-કાશ્મીર પોલીસનાં ઓફિસરનું કહેવું એમ છે કે, “શોપિયામાં અથડામણમાં ચાર આતંકીનાં મૃતદેહ જપ્ત કરવામાં આવ્યાં છે. પરંતુ હજી પાંચમા આતંકીની શોધખોળ શરૂ છે. ઉલ્લેખનીય છે કે આતંકીઓ છુપાયાં હોવાંનાં સમાચાર બાદ પોલીસ, આર્મીની 44 RR અને CRPF એ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
જમ્મુ-કાશ્મીર પોલીસનાં ડીજીપી દિલબાગ સિંહનું કહેવું છે કે શોપિયાં સિવાય મેજ પંપોરમાં ત્રણ આતંકીઓને ઠાર કરી દેવાયાં છે. મસ્જિદમાં ઘુસેલા ત્રણ આતંકવાદીઓને પણ ઠાર કરી દેવાયાં છે. જો કે, હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે.
ઉલ્લેખનીય છે કે સુરક્ષાદળો માટે શોપિયાં અને પંપોરની અથડામણ એ એક મોટી સફળતા છે. છેલ્લાં બે સપ્તાહની અંદર સુરક્ષાદળોએ અંદાજે બે ડઝન આતંકીઓને ઠાર કરી દીધાં છે. જો પૂરા વર્ષની વાત કરીએ તો અત્યાર સુધી 100થી પણ વધારે આતંકીઓ ઠાર કરી દેવાયાં છે. સુરક્ષાદળ દ્વારા આતંકીઓ પર કડક કાર્યવાહી શરૂ જ છે.
આ પણ વાંચોઃ ચીનને જવાબ આપવાની તૈયારી! PM મોદીએ આજે બોલાવી સર્વદલીય બેઠક
કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.