Gujarat Exclusive > દેશ-વિદેશ > જમ્મુ-કાશ્મીર મુદ્દે UN ચીફે મધ્યસ્થતાનો મૂક્યો પ્રસ્તાવ, ભારતે રોકડુ પરખાવ્યું

જમ્મુ-કાશ્મીર મુદ્દે UN ચીફે મધ્યસ્થતાનો મૂક્યો પ્રસ્તાવ, ભારતે રોકડુ પરખાવ્યું

0
346

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્ટોનિયો ગુતારેસ દ્વારા જમ્મુ-કાશ્મીર પર આપવામાં આવેલા નિવેદન પર ભારતે રોકડું પરખાવતા જણાવ્યું કે, આ ક્ષેત્ર ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. હકીકતમાં પાકિસ્તાનના 4 દિવસના પ્રવાસ પર પહોંચેલા ગુતારેસે જમ્મુ-કાશ્મીરને લઈને બન્ને દેશો વચ્ચે મધ્યસ્થતાની ભલામણ કરી હતી. જેનો જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કાશ્મીર મુદ્દે કોઈ ત્રાહિત પક્ષની મધ્યસ્થતાની કોઈ જરૂર નથી તેમ જણાવ્યું હતું.

રવીશની આ પ્રતિક્રિયા ગુતારેસના નિવેદન બાદ આવી જેમાં તેમણે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાન પ્રવાસે આવેલા ગુતારેસે જણાવ્યું કે, જો બન્ને દેશો સહમત થશે, તો તેઓ મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતની સ્થિતિ બદલાઈ નથી. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને રહેશે. જે મુદ્દા પર ધ્યાન આપવાની જરૂરત છે, તે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર અને જબરદસ્તીથી કબ્જે કરવામાં આવેલા ક્ષેત્ર પર સમાધાન કરવાની છે. આ સિવાય કોઈ મુદ્દો હશે તો, તેના પર દ્વિપક્ષીય ચર્ચા થશે. ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો કોઈ અવકાશ જ નથી.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ઈસ્લામાબાદમાં મુલાકાત બાદ ગુતારેસે પત્રકાર પરિષદ દરમિયાન જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અને LoC પર તનાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન માટે એ મહત્વનું છે કે, બન્ને દેશો સરહદ પર તનાવ ઓછો કરે અને કાશ્મીર મુદ્દે સંયમ જાળવે. જો બન્ને દેશો સહમત થશે, તો તેઓ મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર સંકટ! નારાજ શરદ પવારે NCPના મંત્રીઓને બોલાવી બેઠક