Gujarat Exclusive > દેશ-વિદેશ > જમ્મુ-કાશ્મીર: ડોડામાં એન્કાઉન્ટર દરમિયાન જવાન શહીદ, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીર: ડોડામાં એન્કાઉન્ટર દરમિયાન જવાન શહીદ, એક આતંકી ઠાર

0
312

જમ્મુ-કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થઈ ગયો છે. અથડામણ દરમિયાન એક આતંકીને પણ ઠાર મારવામાં આવ્યો છે. હાલમાં ત્યાં એન્કાઉન્ટ ચાલી રહ્યું છે અને અથડામણ સ્થળ પર 2-3 આતંકીઓને ઘેરવાના સમાચાર છે.

પોલીસે એક અધિકારીઓએ જણાવ્યું છે કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓને હોવાના સમાચાર મળ્યા બાદ ડોડા શહેરથી 26 કિલોમીટર દૂર ગુંડાના વિસ્તારમાં પોસ્ત-પોત્રા ગામમાં એક સંયુક્ત અભિયાન ચલાવ્યું. તે પછી બંને તરફથી અથડામણ શરૂ થઈ ગઈ. અતિરિક્ત દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.

હિઝબુલનો સભ્યને લીધો કસ્ટડીમાં

ડોડામાં આ મહિનાની શરૂઆતમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓને પકડવામાં આવ્યા છે. 7 મેને ડોડા જિલ્લામાંથી જ હિઝબુલ મુજાહિદ્દીનના 22 વર્ષના એક સભ્યની ધરપકડ કરવામાં આવી છે. તેના પાસે એક પિસ્તોલ અને એક વાયરલેસ સેટ પણ મળી આવ્યો છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોનાના દર્દીની સારવારમાં સ્વદેશી વેન્ટિલેટર ‘ધમણ-1’ ફેઈલ, સિવિલના ડૉક્ટરોએ સરકારને લખ્યો પત્ર