Gujarat Exclusive > દેશ-વિદેશ > VIDEO: જમ્મુ-કાશ્મીરનાં પુંછમાં ભારતીય સેનાએ નષ્ટ કર્યા પાકિસ્તાની મોર્ટાર

VIDEO: જમ્મુ-કાશ્મીરનાં પુંછમાં ભારતીય સેનાએ નષ્ટ કર્યા પાકિસ્તાની મોર્ટાર

0
397

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ ઉરી સેક્ટરનાં નવવા ગામમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સંઘર્ષ વિરામ ઉલ્લંઘનને લઇને ભારતીય સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેનો વીડિયો પણ હાલ વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે ભારતીય આર્મી બાદ મેળવવામાં આવેલાં મોર્ટારને બ્લાસ્ટ કરીને નષ્ટ કરી નાખે છે.

તમને જણાવી દઇએ કે ઉરી સેક્ટરનાં નવવા ગામમાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જ્યાર બાદ ત્યાંથી મોર્ટારનો સેલ મળી આવ્યો હતો. જેને ભારતીય સેના દ્વારા નષ્ટ કરી દેવાયો છે. ભારતીય સેનાની બોમ્બ ટુકડી દ્વારા આ મોર્ટારનાં સેલને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવેલ છે જેનો વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં બોમ્બ ટુકડી તેને નષ્ટ કરતી જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીરનાં પુંછ જિલ્લા સ્થિત LoC પર પાકિસ્તાને મંગળવારનાં રોજ વગર કારણે ગોળીબારી કરીને મોર્ટારનો સેલ નાખ્યો હતો અને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જેની ભારતીય સેનાએ જાણકારી આપી હતી.

ભારતીય સેનાની જડબાતોડ જવાબી કાર્યવાહીઃ કર્નલ

આ મામલે કર્નલ દેવેન્દ્ર આનંદે નિવેદન આપતા જણાવ્યું કે, “પાકિસ્તાને અકારણ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન શરૂ કરીને પુંછ જિલ્લાનાં મનકોટ સેક્ટરમાં આજે સવારનાં અંદાજે 6:30 વાગ્યે નિયંત્રણ રેખાની પાસે નાના હથિયારોથી ગોળીબારી કરી અને મોર્ટારનાં સેલ ફેંક્યા હતાં. જો કે ભારતીય સેના પણ જડબાતોડ જવાબી કાર્યવાહી કરી રહી છે.”

તમને જણાવી દઇએ કે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ આ 12 કલાકથી પણ ઓછાં સમયમાં બીજું સંઘર્ષ વિરામ ઉલ્લંઘન છે. ગઇ કાલનાં સોમવારનાં રોજ લગભગ 7:45 વાગ્યો પાકિસ્તાને પુંછ જિલ્લાનાં ખારી કરમારા સેક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવા માટે મોર્ટારની સાથે-સાથે ભારે ગોળીબારી કરી હતી.

ઉલ્લેખનીય છે કે હવે બંને તરફથી મનકોટ સેક્ટરમાં ગોળીબાઇ થઇ રહી છે. આ રીતે ગોળીબારી વચ્ચે સ્થાનીય લોકો પોતાનાં ઘરોની અંદર જ ભયથી કેદ રહેવા માટે મજબૂર છે. LoC ને પાર છોડવામાં આવેલા સેલથી મોટે ભાગે નાગરિકો મુશ્કેલીમાં મુકાતા હોય છે અને કૃષિ ક્ષેત્રને પણ નુકસાન પહોંચાડે છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ભારત-ચીન તનાવ: રાજનાથ સિંહ અને રાહુલ ગાંધી વચ્ચે ટ્વીટર પર ‘શાયરાના વૉર’