Gujarat Exclusive > દેશ-વિદેશ > અજીત ડોભાલના પ્રવાસ બાદ કાશ્મીર મોકલવામાં આવ્યા 10 હજાર સુરક્ષા જવાન

અજીત ડોભાલના પ્રવાસ બાદ કાશ્મીર મોકલવામાં આવ્યા 10 હજાર સુરક્ષા જવાન

0
658

શ્રીનગર: કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રીય અર્ધસૈનિક દળોની 100થી વધુ કંપનીઓ (10 હજાર જવાન અને અધિકારી) મોકલવાનો નિર્ણય કર્યો છે. આ કંપનીઓનું આગમન થોડા દિવસોમાં શરૂ થઇ જશે. કેન્દ્રના આ નિર્ણયે કાશ્મીર ઘાટીમાં રાજકીય દળ અને અલગાવવાદીઓમાં હલચલ તેજ કરી દીધી છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ કાશ્મીરનો ત્રણ દિવસનો પ્રવાસ પુરો કરીને શુક્રવારે પરત ફર્યા છે. કેટલાક લોકો કાશ્મીરમાં 100થી વધુ કંપનીઓને મોકલવાના અનુચ્છેદ 35એને ભંગ કર્યા પહેલા કેન્દ્રની તૈયારીના રૂપમાં જોઇ રહ્યાં છે તો કેટલાક કાશ્મીરમાં આતંક વિરોધી અભિયાનમાં ઝડપ લાવવા માટે જોઇ રહ્યાં છે.

તંત્ર અનુસાર, ગત દિવસોમાં ગૃહ મંત્રી અમિત શાહના જમ્મુ કાશ્મીર પ્રવાસ દરમિયાન રાજ્યના તંત્રએ સુરક્ષાને ધ્યાનમાં રાખી 100 વધુ કંપનીઓને મોકલવાની માંગ કરી હતી, જેને હવે મંજૂરી મળી ગઇ છે. તેને સ્વતંત્રતા દિવસ અને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જમીન તૈયાર કરવા માટે સામાન્ય પ્રક્રિયા ગણાવી છે.

સૂત્રો અનુસાર, ગૃહ મંત્રાલયે કેન્દ્રીય અર્ધસૈનિક દળોની 100 નવી કંપનીઓને મોકલવાનો નિર્ણય ગત 25 જુલાઇએ લીધો છે, જેમાં 50 કંપની સીઆરપીએફની હશે, જ્યારે બીએસએફ અને આઇટીબીપીની 10-10 કંપની હશે, આ સિવાય એસએસબીની 30 કંપની હશે.

કાશ્મીર મોકલવામાં આવી રહેલી સીઆરપીએફની 50 નવી કંપનીમાંથી મોટા ભાગની દિલ્હીમાં તૈનાત છે. જેમાંથી નવ કંપની સંસદીય ચૂંટણી માટે તૈનાત હતી, જે બાદ કાંવડ યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષા ગોઠવવામાં આવી હતી. હવે નવ કંપનીઓને ફરી કાશ્મીર રવાના કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે રાજ્યમાં મોકલવામાં આવી રહેલી 100 વધુ કંપની વિશે રાજ્યના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમને પત્ર પણ મોકલ્યો હતો.

જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં અથડામણ, 2 આતંકવાદી ઠાર